Monday, May 18, 2009

આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!! - કૃષ્ણ દવે

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે
- તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.

રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
- તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.

કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે.
- વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.

કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?

ગાઢ અંધારૂ છે એ ય સાચું -
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?

આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

Tuesday, May 05, 2009

ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो,  नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें.

વર્ષ ૧૯૭૯-૮૦, એક ભારતીય અભિનેત્રી એની હોલીવૂડ ફિલ્મની એની ભૂમિકાને લીધે વિશ્વના અખબારોમાં છવાયેલી હતી, ચર્ચાનું કારણ હતું ભૂમિકાને ન્યાય આપવા માટે એણે સફાચટ કરાવેલ એનું મસ્તક. નામ યાદ આવે છે? ત્રીસ વર્ષ પહેલાંની વાત છે એટલે અવળચંડીલું દિમાગ સાથ આપવાની ના પાડતું હોય તો હજુ થોડા ભૂતકાળ માં જઈએ ને ખૂટતા અંકોડા જોડવાની કોશીશ કરીએ, વર્ષ ૧૯૬૫, રોશનીની ચકાચૌંધ અને તાળીઓના ગડગડાટ વચ્ચે જાહેર થતું એક નામ: ’એન્ડ ધ વિનર ઇઝ………પર્સિસ ખંભાતા!’ હા,૧૯૬૫ની મિસ ઇન્ડિયા પર્સિસ ખંભાતાએ ૧૯૭૯માં હોલીવૂડની ફિલ્મ ’સ્ટાર ટ્રેક’ માટે મુંડન કરાવેલું અને આ સિવાય હોલીવૂડમાં પોતાની ભૂમિકા માટે મુંડન કરાવનાર અદાકારાઓનાં નામ જોઇએ તો Toni Collette, Cate Blanchett, Demi Moore, Natalie Portman એમ આ યાદી ઘણી લાંબી થવા જાય છે ને હા, બોલીવૂડમાં પણ અપવાદ રૂપ, શબાના આઝમી અને નંદિતાદાસ જેવાં નામ મળે છે.
* * *

“પાપા મેં આપકી બાત માન કર નાસ્તા કર લુંગી પર મેં જો બાત કહુંગી વો આપકો માનની પડેગી”
“બેટા, ઐસા કુછ નહિ માંગના જો મૈં ના દે પાઉં”
“મૈં આપકે બસ કા હી માંગુંગી, તો પ્રોમીસ પાપા?”
“ઓકે, પ્રોમીસ”

મધ્યમ વર્ગના એક પરિવારમાં સવારના નાસ્તાના સમયે બાપ-દિકરી વચ્ચે રચાતો આ સંવાદ અહીં સુધી સાવ સામાન્ય લાગે છે, આપણને એમ લાગે કે દિકરીને સ્કૂલના ફ્રેન્ડ્સ સાથે પીકનીક પર જવાની પરમિશન જોઇતી હશે અથવા નવો ડ્રેસ લેવો હશે અથવા બહુ બહુ તો સ્કૂટી માંગશે, પણ…..

અગિયાર-બાર વર્ષની દિકરીના મોઢામાંથી શબ્દો નીકળે છે….
“પાપા મૈં મુંડન કરવાના ચાહતી હું”

જે સમાજમાં દિકરીની જાતને માટે કેશ એ એના સૌંદર્યનું અભિન્ન અંગ ગણાતા હોય, સવારે સ્નાન પછી માથું ઓળતી વખતે કાંસકામાં બે-ચાર વાળ દેખાય તો પણ બપોરનું જમવાનું ગળે ન ઉતરે, અને એ સમાજ જેમાં દિકરીના માથેથી વાળ ઉતારવાની પ્રથા એના આયખાની અત્યંત અશુભ ઘટના સાથે જોડાયેલી હોય, એવા વર્ગની ભલે અગિયાર-બાર જ વરસની હોય એવી દિકરી પણ જ્યારે આવી માગણી કરે ત્યારે પગ તળેથી ધરતી સરકી જવી, એવો રૂઢી પ્રયોગ, માં-બાપને માટે વાસ્તવિક ઘટના છે અને દિકરીના માનસિક સ્વાસ્થ્ય અંગે શંકા જવી વાજબી છે
* * *

છેલ્લા દોઢેક વર્ષથી પોતાની શોર્ટ ફિલ્મો દ્વારા રાજકોટ જેવાં ટચૂકડાં શહેરને આંતરરાષ્ટ્રિય નકશા પર મૂકી દેનાર સાહસિક યુવા દિગ્દર્શક સમીર જગોતના તદ્દન નવા સર્જન ’અમી’ની આ વાત છે. જ્યાં ફિલ્મો એટલે નાચ-ગાન અને મેલોડ્રામા, અને માત્ર છાપેલ કાટલાં હોય તો જ ફિલ્મ બને એવો માહોલ હોય, અને અઢીથી ત્રણ કલાકની લાંબીલચ્ચ હોય એને જ ફિલ્મ કહેવાય એવી પરંપરાગર માન્યતાઓનો ચીલો ચાતરવો એના માટે ખોપરી થોડી હટકે જોઇએ, ને એમાંય જ્યાં શોર્ટ ફિલ્મને ફિલ્મનું એક સંપૂર્ણ સ્વરૂપ માનવા તૈયાર લોકો અલ્પમતમાં હોય, એવા વાતાવરણમાં તદ્દન નવા કલાકારો પાસેથી કામ લઈ અત્યંત ટૂંકા ગાળાની અંદર ચોથી શોર્ટફિલ્મ આપવી હોય તો ખોપરી થોડી નહીં પણ પૂરેપૂરી હટેલી જોઇએ.

આ પહેલાં ગત વર્ષે અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રિય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલું જ સર્જન ’સમંજસ’ અન્ય આંતરરાષ્ટ્રિય ફેસ્ટિવલોમાં પણ ધૂમ મચાવી ચુકેલ છે, એ પછીનાં સર્જન ’અસમંજસ’ અને ’ક્યા યહી પ્યાર હે’ આગામી જૂનમાં અમદાવાદ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રિય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર છે.

પોતાની ફિલ્મોમાં લેખન,દિગ્દર્શન અને સ્ક્રીન પ્લેની ત્રેવડી જવાબદારી નિભાવના સમીર જગોત આ પહેલાં રંગમંચ ઉપર પોતાની અદાકારીનો કમાલ દાખવી અનેક પારિતોષિકો જીતી ચૂક્યા છે. પોતાના નવા સર્જન ’અમી’ વિશે વાત કરતાં સમીરની આંખમાં એક અનેરી ચમક આવી જાય છે અને બિલકૂલ શબ્દો ચોર્યા સિવાય ઉત્સાહભેર કહે છે “ કોઇ પણ સર્જક્ને જ્યારે એમ પૂછવામાં આવે છે કે તમારૂં કયું સર્જન તમને શ્રેષ્ઠ લાગે છે? ત્યારે મોટાભાગે એ ગોળ ગોળ વાત કરતાં કહે છે કે માં-બાપને તો એના બધાંજ સંતાન સરખાં હોય છે...વગેરે…વગેરે…પણ મને પૂછો તો હું ચોક્કસ કહીશ કે મારો પક્ષપાત ’અમી’ પ્રત્યે છે, ’અમી’ની સ્ટોરી જ એટલી સંવેદનશીલ છે કે કોઇને પણ હચમચાવી શકે છે, સ્ક્રીન પ્લે ખૂબજ સારો લખાયો છે અને આશિષ પ્રજાપતીનું કેમેરા વર્ક પણ અદ્ભૂત છે! અમીનું પાત્ર ભજવનાર બાલિકાનું નામ પણ અમી છે અને એણે એટલો તો વાસ્તવિક અભિનય કર્યો છે કે એને જોયા પછી માનવામાં ન આવે કે આ પહેલાં એણે ક્યારે ય પણ કેમેરાનો કે સ્ટેજનો સામનો કર્યો નથી! અને હાઇટ એ છે કે પોતાના પાત્રને ન્યાય આપવા માટે મુંડન પણ કરાવ્યું છે!”

“અમીની વાર્તા વિશે કહેશો?”
જવાબમાં સમીરના ચહેરા ઉપર એક રહસ્યમય સ્મિત આવે છે અને કહે છે “ અત્યારે તો હું એટલું જ કહી શકીશ કે અગિયાર વર્ષની એક દિકરી એક દિવસ અચાનક પોતાના માં-બાપ પાસે ઇચ્છા વ્યક્ત કરે છે કે મારે મુંડન કરાવવું છે ને પછી માં-બાપની મરજી વિરૂધ્ધ જઈને ખરેખર મુંડન કરાવી આવે છે, પપ્પાને લાગે છે કે હવે સાઇકોલોજીસ્ટની મુલાકાત જરૂરી છે, ફોન કરીને એપોઇન્ટમેન્ટ પણ લેવાય છે ને અચાનક….જવાદો હવે આગળ નહીં કહું, આગળની હકીકત જાણવા માટે તમારે ફિલ્મ જોવી રહી! હા તમારે ફિલ્મના ફોટોગ્રાફ્સ જોવા હોય તો www.ctrl-s.in પર જઈને જોઇ શકો છે”

હા www.ctrl-s.in પર ’અમી’ના ફોટોગ્રાફ્સ તો ઉપલબ્ધ છેજ પણ બોનસમાં સમીરની આગલી ત્રણેય ફિલ્મો ’સમંજસ’,’અસમંજસ’,અને ’ક્યા યહી પ્યાર હે’ પણ છે અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા પણ છે.

સામાન્ય રીતે શોર્ટ ફિલ્મો માત્ર કોમ્પીટીશન અને ફેસ્ટીવલ માટે બનતી હોય છે જે ગણ્યાગાંઠયા નસીબદાર લોકોને જ જોવા મળે છે અને પછી જાય છે ડબ્બામાં! પણ અહી એક નવતર પ્રયોગ થવા જઈ રહયો છે કે ભારતમાં પહેલીવાર કોઇ શોર્ટ ફિલ્મ થિયેટરમાં રજુ થવા જઈ રહી છે! શોર્ટ ફિલ્મ આમ જનતા માટે સુલભ કરાવવાનો સમીરનો વિચાર અને સાહસ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સમીરના દિગ્દર્શનને, આશિષ પ્રજાપતિની સિનેમેટોગ્રાફીને,અમી રાવલ, અમન, પલ્લ્વી વ્યાસ, ઉમા ગૌસ્વામી, રોબર્ટ સોલંકી અને કમલેશ ત્રિવેદીના જાનદાર અભિનયને માણવા માટે આ ફિલ્મ અચૂક જોવીજ રહી.
* * *
इस बार घावों को देखना है
गौर से
थोड़ा लम्बे वक्त तक
कुछ फैसले
और उसके बाद हौंसले
कहीं तो शुरूआत करनी ही होगी
इस बार यही तय किया है
.