Thursday, February 23, 2012

પછી ’માણસ’ હોવાનું પ્રમાણપત્ર લેવા કોની પાસે જઈશું?


ગળથૂથી:
तुम्हारे शहर में ये शोर सुन-सुन कर तो लगता है
कि इंसानों के जंगल में कोई हाँका हुआ होगा 
- दुष्यंत कुमार
         
          રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડી વારમાં તો સરકારી ચોરાની સામે ટોળાંબંધ ગામ લોકો આવીને ભોંયપર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી, બીજી બાજુ મરદો બેઠા.
સરકારી ચોરાના ઓટલા ઉપર ફાનસના અજવાળે એક પત્રક અને ખડિયો-કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં  હતાં. રામરામ ઝીલવાની પરવા કર્યા વગર માણસ ચોરાની પરસાળમાં એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. કહેમાન પર પોતાની સત્તા અને સાહેબીની કેવી છાપ પડે છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી.
પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો અને સામાહાજર’, ’હાજર,’ ’હાજરએવા જવાબો મળવા લાગ્યા:
કરસન પૂંજા
હાજર
મોતી દેવા
હાજર
ગુલાબ કાળા
હાજર
હાજરકહીને કહીને કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્ત્રીઓનાં નામ પોકરાયાં; સ્રીઓનોહાજરશબ્દ વિવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો:
જીવી શનિયો
હાજર
મણી ગલાબ
હાજર
છેલ્લેહાજરશબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમી પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું:
કોણહાજરબોલી?”
હું મણિ,” સ્ત્રીનો જવાબ આવ્યો.
જૂઠી કે? મણિજ છે કે? મને છેતરવો છે? આમ આવ, તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી!”
લો, જોવો મોં!” બાઈએ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો.
વારુ ! જાએમ કહીને અમલદારે મહેમાન તરફ વળીને સ્પષ્ટતા કરી, “એકને બદલે બીજીઓ રાંડો હાજરી પુરાવતી જાય છે. મનમાં માને કે, મુખીને મુરખાને શું ખબર પડવાની હતી! પણ જાણતી નથી કે એકોએકનો સાદ હું ઓળખું છું: હું કાંઇ નાનું છૈયું નથી!”
એટલી ટીકા સાથે મુખી પાછો પત્રકમાંથી પોકારવા લાગ્યો, અને અહીં ખુરશીએ બેઠેલ પરોણાના સ્વચ્છ, સ્વસ્તહ મોં પર ગરમ લોહીએ દોડધામ મચાવી દીધી. રોષ, શરમ, હતાશા અને કાળા ભાવિનો ભય ચેહેરાને ચીતરવા લાગ્યાં. હાજરી પૂરી કરીની મુખીએ પત્રક બંધ કરી ફરી પાછું પોતે મહેમાન તરફ જોઈને ઉદ્ગાર કાઢ્યો,” અત્યાર પૂરતી તો નિરાંત થઈ, રાતોરાત કોઇ કંઇ કરે તો પાડ! બાકી, હાળાં કોળાંનું કંઇ કહેવાય છે! અહીં હાજરી પુરાવીને પછી પચ્ચીસ ગાઉ જતાં  ઘર ફાડે!”

                ઝવેરચંદ મેઘાણી દ્વારા અને ગુજરાતના મૂક સેવક તરીકે ઓળખાતા શ્રી રવિશંકર મહારાજ ઉપર લખાયેલ પુસ્તક ’માણસાઇના દિવા’ પુસ્તકમાંથી ઉપરોક્ત પ્રસંગ લેવામાં આવ્યો છે. મેઘાણીજી આગળ લખે છે,
“ અરે! આનું નામ હાજરી! માણસને અધોગતિને છેલ્લે તળિયે પહોચાડાનારી આ હાજરી! આ કોમનો એકેએક માણસ માના પેટમાંથી બહાર નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો! મરદ તો ઠીક, પણ ઔરત સુધ્ધાં!”
“ઔરતો ની હાજરી પોકારાય અને ’હાજર’ કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલાં ટોળા વચ્ચે આ ત્રણ બદામનો સરકારી મુખી એનો ઘૂમટો ઊંચો કરાવી મોં જોઇ સાચજૂઠ નક્કી કરે!”

હા, આ અમાનવિય અને અમાનુષી એવી ’હાજરી’ ની પ્રથા આઝાદી પહેલાં ગુજરાતમાં (અને કદાચ યુપીમાં પણ) હતી, મહીકાંઠા વિસ્તારની એક આખેઆખી કોમ ઉપર જન્મજાત ચોર હોવાનું શર્મનાક લેબલ મારીને રોજ દિવસના બે વાર ગામના મુખી કે પોલિસ પટેલ દ્વારા એમની હાજરી લેવામાં આવતી, અનેક અડચણો વચ્ચે પણ, દૂર ખેતરમાં ઘર હોય ત્યાંથી ગામમાં હાજરીએ બે વાર આવવું પડે, છોકરાંને રેઢાં મૂને આવવું પડે, માંદગીમાં આવવું પડે ને બુઢ્ઢાંએ પણ આવવું પડે! બીજે ગામ ગયા હોઈએ તો પણ હાજરીના સમયે તો આવીજ જવું પડે!

        પછીની કથા ઘણી સંઘર્ષપૂર્ણ અને લાંબી છે, પહેલા પ્રસંગમાં જે મહેમાન ની વાત કરી છે એ મહેમાન એટલે કે શ્રી રવિશંકર મહારાજ, માનવિઓની સાથે પશુ કરતાં પણ બદ્‌તર વ્યવહાર થતો જોઈને એ ઋજુ હૈયામાં વંટોળ ઉઠ્યો અને આ અમાનવિય પ્રથાને કઢાવી નાખવા માટે રાત-દિવસ ને ટાઢ-તડકો જોયા વિના, રોજના એક ગામથી બીજા ગામ રખડી રઝળી, રોજના પચ્ચીસ ત્રીસ ગાઉની પગપાળા મુસાફરી (એક ગાઉ એટલે આશરે અઢી કીલોમીટર, એમ માનીને હિસાબ માંડો!) એક અમલદારથી બીજા અમલદાર, સૂબા થી વળી વડા સૂબા આમ તુમારશાહીની વચ્ચે ચલકચલાણું થતાં થતાં માંડ આ હાજરી કઢાવી!

ન્યાય નો સિધ્ધાંત એવું કહે છે કે કોઈ પણ આરોપી ગુનેગાર છે એવું, પુરવાર કરવું પડે છે ને એવું પુરવાર ના કરી શકાય ત્યાં સુધી એ નિર્દોષ છે! પણ આઝાદીના આટલાં વર્ષો પછી પણ મને લાગે છે કે અંગ્રેજો તો ગયા પણ એ પોતાની સામંતશાહી માનસિકતા અહીં ભારતમાં જ છોડતા ગયા છે અને એના અનુગામીઓને વારસામાં આપતા ગયા છે! આજે દેશ આઝાદ થયાના ૬૪ વર્ષ પછી પણ એક આખા સમુદાયને માથે ’નકસવાદી’ હોવાનું લેબલ મારવામાં આવે છે અને ન્યાયના સિધ્ધાન્તથી ઉલ્ટું એણે પોતે નકસલવાદી નથી એવું પ્રમાણપત્ર આપીને સાબિત કરવાનું!

હકીકત આમ છે, નહેરૂ યુવા કેન્દ્રએ આદિવાસી કલાકારો માટે ૨૮ ફેબ્રુઆરીએ બેંગલોર અને ૬ માર્ચે કોલકાતા ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોમાં સામેલ થવા માટે જે નક્સલ પ્રભાવિત રાજ્યો છે એના કલાકારોએ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી મેળવેલું પોતે નકસલવાદી નથી એવું પ્રમાણપત્ર  રજુ કરવાનું છે અને જે કલાકાર આવું પ્રમાણપત્ર રજુ કરશે એનેજ કાર્યક્રમમાં ભાગ લેવા દેવાશે એવો ’ફતવો’ ખુદ કેન્દ્ર સરકારે નકસલ પ્રભાવી રાજ્યના સત્તાવાળાનોને નિર્દેશ આપીને બહાર પાડ્યો છે! સરકાર શું માને છે? આ રાજ્યના કોઈ વ્યક્તિએ આદિવાસીના પેટે જન્મ લીધો એટલે એના ઉપર નક્સલવાદી હોવાનું લેબલ લાગી ગયું?

ઈતિહાસ ગવાહ છે નક્સલવાદ ના જન્મ થવા અને પનપવા પાછળના કારણોનો, ગરીબી, જમીનદારો દ્વારા અને સત્તાવાળાઓ દ્વારા શોષણ,પોલિસખાતું, આદિવાસીઓની મૂળ વસાહત એટલે કે જંગલો ઉપર અતિક્રમણ, બેરોજગારી, નિરક્ષરતા, ઘણાં કારણો હોઈ શકે છે, મને નથી લાગતું કે માત્ર પૈસા કમાવાના કે તાગડધિન્ના કરવાના આશયથી કોઈ પણ વ્યક્તિ, એકેએક ક્ષણ મોત ઝળુંબતું રહે એવી જીંદગી ને વહાલી કરે! બિમારીના મૂળમાં જવાને બદલે માત્ર બિમારને જ નહીં પણ એના સગાંપાડોશીઓ ઉપર બિમારની છાપ મારી દેવાની ભાગેડુવૃત્તિ કેળવવી એ બિમારીનો ઈલાજ છે કે સંક્રમણ વધારવાના રસ્તા?

ચાલો માની લીધું કે સુરક્ષાનો સવાલ છે, આવું કરવું પડે, પાપડી ભેગી ક્યારેક ઈયળ પણ બફાઇ જાય અને અને હા, જો એ વ્યક્તિ નક્સલવાદી નથી જ તો પછી એને પ્રમાણપત્ર મેળવીને રજુ કરવામાં શો વાંધો હોઈ શકે? પણ હકીકત એ છે કે સૌથી મોટું ભયસ્થાન અહીંજ રહેલું છે, છેલ્લા સવાલમાં! કલ્પના કરો, એક વ્યક્તિએ આવું પ્રમાણપત્ર મેળવામાટે સરકારી તંત્રમાં કેવા કેવા પાપડ વણવા પડશે! ( દરેક વ્યક્તિને કોઇને કોઇ સરકારી ઓફિસનો અનુભવ હશેજ!) આવું પ્રમાણપત્ર કદાચ એણે મામલતદાર કે કલેકટર ઓફિસના સત્તાવાળાઓ પાસેથી મેળવવાનું હશે પણ ત્યાં કરવાની અરજીની સાથે જોડવા માટે વળી સ્થાનિક તલાટી કે સરપંચનો દાખલો જોડવાનો એટલે મૂળમાંથી જ ભ્રષ્ટાચારની શરૂઆત! તમે એક વાર મનમાં કલ્પના કરી જુઓ કે તમારે કોઈ સરકારી ઓફિસમાં બાબુ ની સામે ઊભીને એમ કહેવાનું છે કે “સાહેબ, હું ચોર નથી એવું પ્રમાણપત્ર લખી આપો!” મને તો આવી સ્વમાનભંગની કલ્પના માત્રથી કમકમાં આવી જાય છે અને પસીનો છૂટી જાય છે!

અને સરકારીતંત્રમાં આવી રીતે અથડાતો, કૂટાતો, ગાળો ખાતો ને અપમાનિત થતો કોઇ શનિયો કે પછી બુધિયો કે પછી જગલો હાથમાં કોઈ રાવણહથ્થા કે ડોબરૂં ની જગ્યાએ બંદૂક ના પકડી લે તો જ નવાઈ!

ગંગાજળ:
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના જિલ્લાઓમા ૧૦૦૦ પુરૂષોએ સ્ત્રીઓનું જે પ્રમાણ છે એમાં સૌથી ઉપરના અને સૌથી નીચેના ત્રણ જિલ્લા જોઈએ તો,

૧. ડાંગ             : ૧૦૦૭.૨૩
૨. તાપી            : ૧૦૦૪.૨૧
૩. દાહોદ           : ૯૮૫.૮૭
૨૪ કચ્છ            : ૯૦૬.૬૨
૨૫.અમદાવાદ      : ૯૦૩.૩૮
૨૬.સુરત           : ૭૮૮.૧૪
ખરેખર કોણ સંસ્કારી અને સુસંસ્કૃત છે? આપણે જેને અભણ, ગમાર અને જંગલી માનીએ છીએ એ
કે પછી કલ્ચર્ડ મહોરાં પાછળ પોતાની જાતને સંતાડી રહેલા ભણેલ-ગણેલ કહેવાતા નરભક્ષી?

32 comments:

 1. માણસાઈના દીવા મારું પ્રિય પુસ્તક હતું. શ્રી રવિશંકર મહારાજે ઘણું સરસ કામ કરેલું. આ હાજરી પૂરવાનું લગભગ દરેક જગ્યાએ હોવું જોઈએ. માણસામાં પણ હતું. ઠાકોર કોમે હાજરી પુરાવવી પડતી. અન્યાય સામે માથુ ઉચકવાની શરૂઆત આવા નક્સલવાદ જેવા વાદથી થતી હોય છે. પછી એમાં પણ સ્વાર્થી તત્વો ઘુસી જતા હોય છે. નક્સલવાદી નથી તેવા પ્રમાણપત્રો માંગવા મૂર્ખામી જ છે.

  ReplyDelete
 2. નકસલવાદનો ઉદય અને વતઁમાન અલગ અલગ છે. આજે એ ધંધો બની ગયો છે. આજે એ કાયઁમાં જે સાચા ગુન્‍હેગારો છે એ છટકી જાય છે એ છટકનારા રાજનેતાઓ છે. અને નિદોઁષ ઝપટે ચડી જાય છે. આજનાં નકસલવાદનાં સંચાલકો કોણે છે? ખબર છે? જે હંમેશા આવી જ જાય છે એ લોકો..........૧૯૯૯માં નલબાડી અસમમાં મે ખુદ મુલાકાત લઇને નકસલવાદનાં ગઢ ગણાતા વિસ્‍તારની મુલાકાત લીધી હતી.

  ReplyDelete
 3. આપનો ટૂકો પણ અથઁસભર લેખ સંવેદન જન્‍માવે એવો ખરો....પણ આ કહો છો કે-

  ઈતિહાસ ગવાહ છે નક્સલવાદ ના જન્મ થવા અને પનપવા પાછળના કારણોનો, ગરીબી, જમીનદારો દ્વારા અને સત્તાવાળાઓ દ્વારા શોષણ,પોલિસખાતું, આદિવાસીઓની મૂળ વસાહત એટલે કે જંગલો ઉપર અતિક્રમણ, બેરોજગારી, નિરક્ષરતા, ઘણાં કારણો હોઈ શકે છે, મને નથી લાગતું કે માત્ર પૈસા કમાવાના કે તાગડધિન્ના કરવાના આશયથી કોઈ પણ વ્યક્તિ, એકેએક ક્ષણ મોત ઝળુંબતું રહે એવી જીંદગી ને વહાલી કરે! બિમારીના મૂળમાં જવાને બદલે માત્ર બિમારને જ નહીં પણ એના સગાંપાડોશીઓ ઉપર બિમારની છાપ મારી દેવાની ભાગેડુવૃત્તિ કેળવવી એ બિમારીનો ઈલાજ છે કે સંક્રમણ વધારવાના રસ્તા?........અહીં આપ - બિમારીના મૂળમાં જવાને બદલે ....એવું કહીને બીજે ધ્‍યાન લગાવવાની વાત કરો છો! પણ જેમ શટઁનું એક બટન ખોટું દેવાય તો બધા બટન ખોટા દેવાય....મતલબ આપે વણઁવેલ વ્‍યથાજનક કથા માટે ભારતીય સમાજ વ્‍યવસ્‍થાથી બીજું કોઇ જીમ્‍મેવાર હોઇ એ હું માનવા તૈયાર નથી.

  ReplyDelete
 4. "માણસાઇ ના દિવા" -અમને પાઠ્યપુસ્તક મા આવતુ,પછી વાચન શોખ ની શરુઆત ઝ્વેરચંદ મેઘાણી ના પુસ્તકો થી થઈ, ત્યારે ફરી વાર વાચ્યું, ત્યારે અર્થ વધુ સ્પષ્ટ થયો. તમે ઉઠાવેલ મુદ્દો સંવેદન્સભર અને માનવિય દ્ર્ષ્ટિકોણ ધરાવે છે. નક્ષલવાદ નો જન્મ માનવતા ના અપમાન માં થી થાય છે.સમાજ ની અવહેલના ની પીડા તો તેજ અનુભવી સકે જેણે તે ભોગવી હોય.!

  ReplyDelete
 5. શ્રી રવિશંકર મહારાજે પાટણવાડિયા કોમ તેમજ તે વિસ્તાર ની કોમ માટે જે કાર્ય કર્યું છે તેને શ્રી ઝવેરચંદ મેઘની એ "માણસાઈ ના દીવા" પુસ્તક માં ન્યાય આપ્યો છે .. પુસ્તક ની યાદ તાજી કરવા બદલ આભાર...

  ReplyDelete
 6. શ્રી જાની સાહેબ. માણસાઈના દીવા મારું પ્રિય પુસ્તક છે. શ્રી રવિશંકર મહારાજે ઘણું સરસ કામ કરેલું જે ખુબ જ આદરણીય છે અને તેનું અનુકરણ વ્યાપક પાને થાય તો આ પ્રશ્ન જડમૂળથી જ નીકળી જાય.

  આપનો લેખ ખુબ જ માહિતીપ્રદ છે જે આપવા બદલ આભાર. આપે ઘણો જ પરિશ્રમ કરી માહિતી ભેગી કરેલ છે જે અમ જેવા આળસુ માનવો માટે આપના બ્લોગ પર હાથવગી થઇ શકી છે. મેં પોતે બનાસકાંઠા/સાબરકાંઠા ના અંતરિયાળ આદિવાસી ગામડાઓ જેવાકે પોસીના, માંકડ-ચંપા, માંકડી, બેગડીયા વાસ વિગેરે કે જે લગભગ ૨૦૦૦ ની સાલ સુધી સંપૂર્ણ રૂપે અવિકસિત હતા તેમાં ઘણો સમય વિતાવેલ છે. આ ગામો ની પ્રજા વિષે એવું કહેવામાં આવતું કે તેઓ એકદમ જંગલી અવસ્થામાં જીવન વ્યતીત કરે છે કોઈ શહેરી માણસને જીવતો મારી ભૂંજી ખાઈ જાય છે વી. વી.. પણ હું ૧૯૯૨ થી આ ગામો થી પરિચિત છું અને મને આમાંની કોઈ વાત દેખવા નથી મળી.

  આ વિસ્તાર માં ઘણી NGO કે સેવાભાવી સંસ્થા ઓ એ આ લોકો ના પુનરુત્થાન માટે પ્રયત્ન કરેલ જેમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જી તરફથી ઘણું સારું કાર્ય થયું છે.

  મારે એક ઔદ્યોગિક વિખવાદમાં બેગડીયા-વાસ વાટાઘાટ માટે જવાનું થયું ( આ આદિવાસી ગામના આગેવાનો સાથે) ત્યારે થયેલ એક અનુભવ જરુર અહીં મુકીશ

  ત્યારે એક અકસ્માત ના પરિણામે વિખવાદ થયેલ અને ગામો ના ગામો ના લોકો તોફાને ચડેલા ( તીર કામઠા વડે હુમલો પણ થયેલો ). આવી વાત માં વાટાઘાટ માટે જવાનું હોઈ, પોલીસ બંદોબસ્ત માંગવો તેવું નક્કી થયું અને જે પરમીશન ( પોલીસ બંદોબસ્ત ) આવી તે જોઈ ને હું આભો જ રહી ગયેલો ---------" પોલીસ સાથે આવશે તે પણ હથિયાર વગર અને ગામથી દુર ગાડીમાં જ બેસી રહેશે અને જો કઈ ગડબડ થશે તો પછી તમારા જાન ની જવાબદારી તમારી "

  જો કે મને વાટાગાટ વખતે જે અનુભવ થયો તેને મને વિચારતો કરી મુક્યો અને આજે પણ વિચારું છું. જયારે હું અને મારી જીપ ના ડ્રાઈવર તથા બંદોબસ્ત માં આવેલ બે પોલીસ ગામ પહોંચ્યા ત્યારે લગભગ દોઢ કલાક સુધી તો કોઈ મને મળવા પણ નહિ આવ્યું પછે ધીરે ધીરે આશરે ૫૦ જેટલા લોકો આવ્યા અને તે ગ્રુપ-ગ્રામ પંચાયત ના સરપંચે મને જે કહ્યું તે " સાહેબ આ લોકો ( પોલીસ) ને સાથે શું કામ લાવ્યા છો ? તે તમારી સુરક્ષા કરશે તેવું માનો છો? ના. અને તમે લોકો માનો છો એવા જડ કે જંગલી અમે નથી. અમે પણ માણસ જ છીએ. અરે અમે તો કુતરા-બકરા-કુકડા જેવા પ્રાણી કે વૃક્ષ ને પણ કારણ વગર નુકશાન નથી પહોંચતા તો તમને શું કામ નુકશાન કરીએ ? ---- તમો અમારો વિશ્વાસ કરવા જ નથી માંગતા અને ભય થી પ્રેરાઈ હથિયાર સાથે કે આ પોલીસ સાથે આવી અમોને ડરાવો તો અમો પણ તમારો વિશ્વાસ કેમ કરતા કરીએ સાહેબ? ---- હવે રહી વાત દુર્ગતનાઓ ની તો સાહેબ જયારે પણ અમોને અમારા જાન માલ નો કે અન્યાય નો ભય લાગે છે ત્યારે જ અમો કોઈ પ્રતિક્રિયા માં હિંસક બનીએ છીએ." --------- ત્યારે મેં પ્રશ્ન કરેલો કે તો આ બંદોબસ્ત ની પરમીશન માં હથિયાર વગર પોલીસ ની વ્યસ્થા શું છે -- ત્યારે મને વિગત વાર જાણવા મળેલ કે આદિ જાતી સામે ફાયરીંગ નથી થઇ શકતું તેના માટે જીલ્લા ન્યાયાધીશ સાહેબ ની લેખિત પરવાનગી અને પૂર્વ મંજૂરી લેવી પડે છે ------ મેં પૂછ્યું એવું કરવાનુ કારણ તો તેમણે જણાવ્યું કે પહેલા આ સત્તાવાળા તથા મોટા લોકો એ અમારી પર ઘણા જુલ્મો કર્યા હતા, અમારી વિરાસત ને મીટાવવા ના ઘણા પ્રયત્નો કરેલા એટલે ઘણી સેવાભાવી સંસ્થા ઓ ની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે.


  હું હજુ એ વિચારું છું કે જેને આપણે જંગલી ગણી લઈએ છીએ તે જંગલી કે તેણે જેમ કહ્યું તેમ આદિજાતિ વિષે ની વ્યાપક ગેરસમજ અને અ-વિશ્વાસ માં રહેલ આપણે ?

  રહી વાત નક્સલવાદ ની તો તેનું ઉગમ સ્થાન કયું ? આપે જેમ કહ્યું તેમ ઈતિહાસ ગવાહ છે નક્સલવાદ ના જન્મ થવા અને પનપવા પાછળના કારણોનો, ગરીબી, જમીનદારો દ્વારા અને સત્તાવાળાઓ દ્વારા શોષણ,પોલિસખાતું, આદિવાસીઓની મૂળ વસાહત એટલે કે જંગલો ઉપર અતિક્રમણ, બેરોજગારી, નિરક્ષરતા, અંધશ્રદ્ધા, અને આખી કોમ પર નો અવિશ્વાસ વિગેરે વિગેરે છે હવે આ પૂર્વભૂમિકા માં પૂજ્ય મોટા કે અન્યો એ અપનાવેલ રાહ પર આગળ વધવું જોઈએ કે આવા ફતવા બહાર પાડી જે પીડિત અને દુભાયેલ છે તેણે વધુ દુભાવવો જોઈએ તે શ્રી કેન્દ્ર સરકાર નક્કી ના કરી શકે તો આપણે મત-દાન વખતે યાદ રાખી તેઓ ને ભાન સાચો માર્ગ બતાવવાનું કર્તવ્ય નિભાવવું રહ્યું.


  એક આડવાત પણ અત્યારે જો આપ આ વિસ્તાર ની મુલાકાત લો તો દરેક ગામ માં પીવાના પાણી - વીજળી - શાળા વિગેરે ની સગવડો તથા વાહન વ્યહાર માટે રોડ રસ્તા તથા બસ ની સગવડો છેલ્લા એક દાયકા માં ઘણી વધી છે અને પરિણામે રાત્રે માં અંબાજીના ધામે જવા માં જે બીક રહેતી તે દુર થઇ છે.

  અસ્તુ --- ફરી વારી ખુબ ખુબ આભાર જાની સાહેબ આવો લેખ આપવા બદલ

  ReplyDelete
  Replies
  1. આપના અનુભાવો અને આ અનુભવોની થી સાથે અહીં થતું અભિસંધાન, વાચકોને ખૂબજ ઉપયોગી થશે એની મને ખાતરી છે, આશા રાખીએ કે આપે અહીં જે આપનો સાચો અનુભાવ ટાંક્યો છે એ વાંચીને ભાણેલા અને સુસંસ્કૃત કહેવાતા લોકોની આંખ ઉઘડશે અને સાચી સમજ આવશે...

   Delete
 7. મુકુલભાઇ.. પુજ્ય રવિશંકરદાદાના ભગીરથ કાર્યોમાંથી પ્રેરણા લેવા જેવી ખુબ સારી વાત આપે રજુ કરી છે તેનો આભારી છુ... વિશેષ Arvind Trivedi ભાઇની વાત પણ આજની વાસ્તવિકતાનું સ્પષ્ટ દર્શન કરાવે છે.... બધા વડીલો- મિત્રોએ અંહી ખુબ સારી રીતે પોતાના મતવ્યો અને જાણકારીઓ રજુ કરી છે જે સ્તુત્ય છે અને આવકારદાયક છે..

  મારી પત્રકારીત્વની સામાજીકના અનુભવોમાં અમ્ને મળેલી અને બરાબર ગણતરીઓ કરેલી એક વાત મારે આ પ્રસંગમા6 રજુ કરવી યોગ્ય લાગે છે..

  ભારતની કેન્દ્ર સરકાર અને દરેક રાજ્યોની રાજ્ય સરકારો દ્વારા આદિવાસીઓ તેમજ અશિક્ષિત ગ્રામ્ય પ્રજા માટે સરેરાશ એક વ્યક્તિદિઠ પ્રતિ મહિને ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ નો ખર્ચ કરે છે.. પરંતુ.. આ તમામ ખર્ચ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી.. આદિવાસી છાત્રાલયો અને શાલાઓને કરોડો રૂપીયાની સરકારી ગ્રાંટ મળે છે.. આરોગ્ય અને શિક્ષણ માટે તમામ સુવિધાઓ વર્ષોથી આપવામાં આવે છે કૃષિ વિકાસ માટે અબજો રૂપીયાની યોજનાઓ છે.. વ્યાવસાયીક શિક્ષણ માટે અબજો રૂપીયા ફાળાવયા કરે છે.. જેઓ સ્થાનિક રાજકારણીઓ પોતાના બનાવી બેઠેલા એનંજીઓ.. મારફત સીધો ભ્રષ્ટાચાર કરે છે.. આદીવાસીઓ ને સામાન્ય પ્રવાહથી વંચીત રાખવા દરેક રાજકીય પકક્ષો માટે ખુબ જરૂરી રાજનિતી હોય છે..

  જેમ પુજ્ય રવીશંકર મહરાજે આદિવાસીઓના કલંક દુર કરવા જીવનભર સંઘર્ષ કર્યો તેમ એક સમયે રાજા રામમોહનરાયે સતિપ્રથા દુર કરવા જીવનભર સંઘર્ષ અક્ર્યો હતો...સૌરાસ્ટ્રના રજવાડોના દુષણો દુર કરવા ઝવેરચંદ મેઘાણીએ પણ ભગીરથ યોગદાન આપ્યુ છે..


  પરંતુ આપને બધા શિક્ષિત હોવાના પ્રમાણપતત્રો અને સામાજીક બૌધિક્કતાના અચળા ઓઢીને બેઠેલા લોકો બીજાને પ્રેરણા આપવાથી વિશેષ કોઇ પ્રદાન કરી શકતા નથી તે પણ વરવી વાસ્તવિકતા છે.. આદિવાસી વિસ્તારોમાં ચાલતી યોજનાઓમાંથી કરોડોપતિ બનેલા અનેક રાજકરણીઓ અને અધિકારીઓ વડોદરા.. સુરત ..અમદાવાદ અને ગાંધીનગરમાં વિશાળ બંગલાઓમાં જલ્સા કરી રહ્યા છે.

  મુકુલભાઇ આપ તો આવી બાબતોથી સુપેરે જાણકાર છો કે આદીવાસીઓ અને અનેક અન્ય પ્રજાતિઓના ઉત્કર્ષ માટે પ્રતિ વર્ષ અબજો રૂપીયાનું બજેટ ફાળવાય છે છેલ્લા ૧૦ વર્ષમાં ફાળવાયેલી સરકારી ગ્રાન્ટોમાંથી ૭૫ ટકા નાણાં ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચ્યા હોય તો ગુજરાતમાં આદીવાસીઓ જ સૌથી વધુ સમૃધ્ધ અને શિક્ષિત બની ગયા હોત.. ગુજરાતમાં ચોક્કસ જ્ઞાતિ આધારિત રાજ્ય સરકાર ચાલે છે અમુક જ્ઞાતિવાળા વિસ્તારોમાં અઢળક નાણાં વપરાય છે આખી યોજનાઓ ને ફેરવીને ચોક્ક્સવિસ્તારોમાં તબદિલ કરી નાખવામાં આવે છે.. વાર્ષિક ૫૦૦૦ કરોડની ફાળવણી કરવાની હોય ત્યાં ફકત ૨૦૦-૩૦૦ કરોડની ફાળવણીઓ કરવામાં આવેછે.. રાજ્યની વિધાનસભાઓ અને સંસદમાં ચોક્ક્સ લોકોનું વંશપરંપરાગત વર્ચસ્વ રાખવા માટે આદિવાસીઓનો વિકાસ હંમેશા રુધવામાં આવે છે.. આદિવાસી ધારાસભ્યો અને સાંસદો પણ પોતાની જાતીઓના વિકાસને બદલે પોતાના અંગત વિકાસમાં પોતાની જાતીઓના ફળાવયેલા નાંણાં ભ્રષ્ટાચાર કરીને પોતાની તીજોરીમાં ભરી રહ્યા છે..

  આદીવાસીઓનું મંજુરીકામોમાં ભંયકર શોષણ કરવામાં આવે છે તેને સમાજના સામાન્ય પ્રવાહથી દુર રાખવામાં આવે છે દેશમાં અને ગુજરાતમાં જ્યાં પણ આદિવાસીઓની વસાવતો અને જીલ્લાઓ છે ત્યાં વાસ્તવિકે કોઇ વિકાસ કરવામાં આવતો નથી.. વનવિભાગવાળા વર્ષોથી આદિવાસી પ્રજાના અજ્ઞાનનો બહોળો દુર ઉપયોગ કરીને ખનીજો અને ઇમારતી લાકડાના ખજાના વેચી રહ્યા છે.. વૈજ્ઞાનિક પધ્ધતિની કૃષિ પેદાશો નો સૌરાષ્ટ્રમા6 અને મધ્ય ગુજરાતમાં અબજો રૂપીયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે પણ આદીવાસીઓના વિઅસ્તારોમાં આજે પણ સવાર ૫ વાગે થાય છે અને સુરજ પણ ૬ વાગે આથમી જાય છે આદિવાસી ખેડુતો આજે પરીવારો સાથે અન્ય જીલ્લાઓમાં રસ્તા ઉપર ઝુંપડાઓમાં રહીને શરીરને કષ્ટ આપી મજુરીકામ કરીને આજીવીકા મેળવે છે...

  આજે ગુજરાતને અને ભારતને ફરી પુજ્ય રવિશંકર મહારાજની જરૂર છે આજે એક નહીં પણ ૧૦૦૦ મહારાજાઓની જરૂર છે જે સામાજીક અસમાનતાઓ દુર કરી શકે.. જાતી જ્ઞાતીના ભેદભાવોથી સમાજ વ્યવસ્થાઓને મુક્ત કરાવી શકે..

  આપણે બધા મિત્રોએ આજે અહીં ખુબ પ્રેરણા દાયી લખાણો લખીને આપની સદભાવનાઓ પ્રગટ કરી છે પરંતુ જો આપને બધા કોઇ એક મંચ બનાવીને ભેગા થઇએ તો પુજ્ય રવીશંકર દાદાથી વિશેષ આપણે પોતે પણ આદીવાસીઓ અને અન્ય પછાત જ્ઞાતિઓ-જાતીઓનો વિકાસ પ્રસ્થાપિત કરી શકીશુ.. આપની પાસે નેટ - મોબાઇલ.. વાહનો જેવી અનેક આધુનિક સુવિધાઓ છે તેનો મહતમ ઉપયોગ કરીને આપને સમાજની પ્રત્યેક જાતીઓને સામાન્ય પ્રવાહમાં જોડીને સમાનતા સર્જી શકીશું.. આપણે એકઠા મળીશું તો આપણે સમર્થ છીએ અને શક્તિઓના એકત્રીકરણથી એક સુવર્ણ સોપાન રચીશુ.

  મુકુલભાઇ તથા બધા મિત્રોનો ખુબ ખુબ આભારી છુ..  . ..

  ReplyDelete
  Replies
  1. આપે ખૂબર સરસ રીતે વિશ્લેષણ કરીને ઘણી ચોંકાવનારી હકીકતો સામે મૂકી છે, એમ કહું કે અરીસો બતાવી દીધો છે તો પણ ખોટું નથી. આપની વાત સાવ સાચી છે કે અબજો રૂપિયાનું બજેટ હોય છે અને સગેવગે થઈ જાય છે, પૂ.મોટા,રવિશંકર મહારાજ અને છોટુભાઈ દેસાઈ જેવા અનેક ની આજે જરૂર છે.

   Delete
 8. જાનીસાહેબ્.."ઝવેરચંદ મેઘાણી" મારા પણ પ્રિય લેખક છે...'માણસાઈ ના દિવા' ફરીવાર વાચવાનુ મન થઈ જાય તેવી સરસ છણાવટ..!!!

  ReplyDelete
 9. મુકુલભાઈ;આપે કહ્યું તે જ કારણો હોય નક્સલવાદ પૈદા થવાના; તો પછી નક્સલાઈટ વિસ્તારના 'આમ અને નિર્દોષ' લોકોને આ નક્સલાઈટ્સ કેમ હેરાન કરે છે...એમને આ માર્ગે જવાની ફરજ પાડનાર જે તે સમયની સરકારો છે; આપણા ગુજરાત(અને ખાસ કરીને સૌરાષ્ટ્રના)બહારવટિયાઓ પણ એમના સમયમા એટલા સમજદાર હતા કે બાળકો;વૃધ્ધો;સ્ત્રીઓ તરફ આંખ ઉઠાવીને જોતા પણ નહી;એટલુ જ નહી પણ એ લોકોને રક્ષણ પૂરું પાડતા(આ વાત પણ મેં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો માથી જ વાંચી છે)...મારો સવાલ એ છે;કે જો તમે કહ્યું તેમ આ નક્સલવાદીઓ(જે આતંકવાદીયોથી જરાય ઉતરતા નથી) આટલા "નિર્દોષ/ભોળા અને બિચારા" હોય તો; એ લોકો "અન્ય નિર્દોષ પ્રજા"ને શું કામ હેરાન હરે છે?...મેં થોડા સમય પહેલા 'સફારી' મેગેઝિનમાં આ નક્સલવાદના નામકરણથી અત્યાર સુધીનો એમનો ઈતિહાસ વાંચેલો(જેને એ વાંચવુ હોય તેને હુ એ 'સફારી' આપવા તૈયાર છુ)...એ પરથી એમની નિર્દયતા;બર્બરતાનો અંદાજ આવે...ફરી કહુ છુ-પૈદા થવાનુ કારણ ગમે તે હોય નક્સલીઓ નિર્દોષ નથી જ...એમને આથી પણ વધુ ખરાબ રીતે ખતમ કરવા જ જોઈએ...ખાસ નોંધ--માણસાઈ મા દિવા- વાળા લોકોની વાત જુદી છે;એ પ્રથા અને એ પરિસ્થીતીનો હુંયે વિરોધી છુ...

  ReplyDelete
  Replies
  1. આપની વિનંતી છે કે આપ ફરીથી આખી પોસ્ટ વાંચી જાવ, એમાં ક્યાંય પણ હિંસાના સમર્થનની કે નકસલવાદીઓ નિર્દોષ હોવાની વાત જ નથી! અહીં ચર્ચાનો મુખ્ય મુદ્દો અમુક લોકોને કારણે એક આખા સમુદાયને ગુનેગાર ગણવાની જે ભાગેડુ વૃતિનો છે નહીં કે નક્સલવાદીઓને નિર્દોષ સાબિત કરવાનો, પણ હા, નક્સલવાદ ને આતંકવાદને ક્યારેય એક છાબડામાં મૂકીને તોલી ના શકાય, કારણકે એની પાછળના કારણો માં આભ-જમીનનું અંતર છે, એ તો તમે માનશોજ. અને નકસલવાદના કારણોની ચર્ચા નકસલવાદને વાજબી ઠેરવવામાટે હજગીજ નથી(આમ માની લેવું એ ભૂલભરેલું હશે!) પણ નકસવાદથી છૂટકારો મેળવવો હશે તો એ માત્ર બંદૂકની અણીએ નહીં મળે પણ બિમારીની મૂળમાથી સારવાર કરવી પડ્શે, આત્મમંથન કરવું પડશે....

   Delete
 10. કમનસીબે આ દુનિયામાં જંગલનો નિયમ - મોટી માછલી નાની માછલીને ગળી જાય - સમાજ જેમ જેમ [તથાકથિત] સંસ્કૃત થતો ગયો છે તેમ તેમ વધારેને વધારે ને અસંસ્કૃતપણે અમલ થઇ રહ્યો છે. વધારે દુખની વાત તો એ છે કે સ્ભ્ય સમાજ પોતાની આ શક્તિ માટે ગર્વ અનુભવે છે!
  અરીસામાં જોનારે ગાલિબની આ ટકોર યાદ રાખવીઃ
  'ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા
  ધૂલ ચહેરે પે થી, ઔર આયના સાફ કરતા રહા.'

  અને આ ન્યાયે જોઇએ તો ઉપરોક્ત નિયમ તો પ્રકૃતિક સત્ય છે - જીવોજીવસ્ય કારણમ. કુદરત દરેક નાનાં પ્રાણીને પણ તેનાં જીવનનાં રક્ષણની કળા તો શીખવાડે જ છે. આ બ્ધી સમસ્યાઓ એટલે પેદા થઇ છે કે મનુષ્ય એ તેની ખાસ લાક્ષણિકતા - બુધ્ધિ-નો નૈસર્ગીક ઉપયોગ કરવાને બદલે વધારે દુરૂપયોગ કર્યો. દાતરડાંથી પાકની લણણઈ કરવાને બદલે કોઇની જાન લેવાય તો દાતરડાંનો તો દોષ નહીં જ ને.
  ફરીથી એક વાર ગાલિબ ને યાદ કરીને એક 'અંદાજ-એ-બયાં ઔર' કરીએ!
  અત્યારે જેને નક્ષલવાદી તરીકે ઓળખીએ છીએ તેને માટે ચારૂ મઝુમદાર શું માનતા હશે?

  ReplyDelete
 11. એક સારું reasearch paper અને મેઘાણી ની રચના સાથે વધારે અર્થપૂર્ણ રીતે સમજી શકાયું.
  તમે કહ્યું તેમ મૂળ મુદ્દો જમીનદારો /ઠેકેદારો સાથે સરકારી અમલદારો ની મિલી-ભગત ને કારણે "આદિવાસીઓ" ને થતું સીધું નુકસાન અને તેમની વાત નહિ સંભાળવા માં આવતા એક ઘાતક વિરોધ નો સમૂહ એટલે "નકસલવાદ" નો ઉદય... નક્સલવાદ નું અસ્તિત્વ માં આવું તે અનિવાર્ય અને સ્વભિક હતું ... પણ... તેનો ઉપાય કરવા ના બદલે તેનો નાશ કરવા નું જે દુષ્કૃત્ય જે રીતે કરવા માં આવ્યું તેના કારણે વિપરીત પરિણામ આવ્યા... એક તો આદિવાસીઓ માં અસંતોષ નો વ્યાપ વધ્યો અને તેમાં રાજકારણ ઘુસી ગયું. તેના કારણે તેના મુળિયા ઊંડા જતા રહ્યા અને હવે એક નિરુપાય પ્રોબ્લેમ થઇ ને ઉભો રહ્યો.
  અને પરિસ્થિતિ એટલી વણસી છે કે હવે જંગલ "ચોરો" એ "નક્સલીઓ" સાથે હાથ મિલાવ્યા છે... આપણી સરકાર ઊંઘે છે / કે રૂપિયા ઉસેડે છે.... પ્રોબ્લેમ મોટો-ને-મોટો થતો જાય છે....
  હવે તમને લાગે છે કે નકસલવાદ નો ઉકેલ આવશે?... એટલેકે... નકસલવાદ એક "કૌભાંડ /corruption " નો નવો રસ્તો બની ગયો છે... આનો ક્યાંય અંત નથી અને આદિવાસી આમજ પીસાતા રહેશે... હા!! પણ શિક્ષણ એકજ રસ્તો છે આ લોકો ને આ દોઝખ માંથી બહાર કાઢવા નો... તમને શું લાગે છે?

  ReplyDelete
 12. જાની સાહબે આ વિષય ઉપર હવે હું બધુ કંઇ કહી ન શકું. મે પહેલાજ કહ્યું કે નકસલવાદનો ઉદય અને વતઁમાન જુદો જુદો છે. રાજકારણ હંમેશા એ શિકારી પ્રાણી જેવો હોય છે. જે નબળી ‍િ સ્‍થતિને વહેલી તકે પોતાનો શિકાર બનાવે. આ નબળી સ્‍થતિને આપણી વષોઁ જુની અસમાન સામાજીક વ્‍યવસ્‍થા જવાબદાર છે. આપ, હું અને અન્‍ય સૌ અહીં ભાગ લેનારા જાણીએ છીએ કે ભારતીય સમાજ ગૂંમડાનો નહી ગેગ્રીન નો દદીઁ થઇ ચૂકયો છે. પણ ઘણા શાહમૃગી સ્‍વભાવના લોકો અને ગૂંમડાથી વિશેષ માનવા તૈયાર નથી. નકસલવાદ,બહારવટીયા, રવિશંકર મહારાજ,મેઘાણી વગેરે ને સમય અને સ્‍થળ અનુસાર અવલોકવા જોઇએ....રામના સમયમાં કૃષ્‍ણ નાં ચાલે અને બુધ્‍ધ ના સમયમાં કૃષ્‍ણના ચાલે અને ગાંધી ના યુગમાં ??????

  ReplyDelete
  Replies
  1. ભારતીય સમાજ ગૂંમડાનો નહી ગેગ્રીન નો દદીઁ થઇ ચૂકયો છે. પણ ઘણા શાહમૃગી સ્‍વભાવના લોકો અને ગૂંમડાથી વિશેષ માનવા તૈયાર નથી. એકદમ સાચી વાત છે,

   Delete
 13. સરસ લેખ છે સાહેબ
  "અને સરકારીતંત્રમાં આવી રીતે અથડાતો, કૂટાતો, ગાળો ખાતો ને અપમાનિત થતો કોઇ શનિયો કે પછી બુધિયો કે પછી જગલો હાથમાં કોઈ રાવણહથ્થા કે ડોબરૂં ની જગ્યાએ બંદૂક ના પકડી લે તો જ નવાઈ!" આ
  અને
  "ખરેખર કોણ સંસ્કારી અને સુસંસ્કૃત છે? આપણે જેને અભણ, ગમાર અને જંગલી માનીએ છીએ એ
  કે પછી કલ્ચર્ડ મહોરાં પાછળ પોતાની જાતને સંતાડી રહેલા ભણેલ-ગણેલ કહેવાતા નરભક્ષી?"
  ગમ્યુ.

  મને પણ એક વખત નાનો હતો ત્યારે એવો વિચાર આવ્યો હતો કે નોકરી કરવાં કરતાં અંડરવર્લ્ડમાં જવું સારું રહેશે. :P

  ~સત્ય

  ReplyDelete
 14. એકદમ સચોટ લેખો, લોકોને જાગ્રુત થવા માટે ઉપયોગી !

  ReplyDelete
 15. તળની કડવી વાસ્તવિકતાનું ભાન કરાવતો આર્ટીકલ છે. એકાદ વરસ પહેલા ઇન્દોર થી જયપુરની મુસાફરી દરમિયાન સહપ્રવાસી તરીકે ઇન્દોરના ભૂતપૂર્વ કમિશ્નર સાથે થયેલી ચર્ચામાં નકસલો શુ કામ પેદા થાય છે તેના કારણમાં લગભગ આવું જ એક સચોટ તારણ આપેલું કે આદિવાસીઓને માણસ સમજીને આપણે ભણેલાઓ તેની સાથે વ્યવ્હાર જ નથી કરતાં અને આપણા આ અમાનવીય વ્યવહારનો જવાબ છે "નક્સલવાદ".

  ReplyDelete
 16. સારો મુદ્દો છેડ્યો છે અને એ પણ
  "પોતીકા" સંદર્ભ સાથે.દાદા, આ મુદ્દો છોડશો ના.
  નકસલવાદ !!!
  ગુજરાત માટે જેમ પુરને અડીને સમજવું શક્ય નથી તેવું જ આમાં. આમાં દેશી- વિદેશી
  રાજકારણ બાદ કર્યા પછી ઘણું છે.વાસ્તવમાં એનો આત્મા "આપણા" સમાજમાં છે.
  પૈસો, મુક્ત-બજાર અને પશ્ચિમ ! વૈષ્ણવ-કૉમેન્ટ કે વાતો કરવા કરતા આ મુદ્દે ખરા "વૈષ્ણવ" થવાની
  જરૂર છે. કોઈ માઈનો લાલ મને નથી મળ્યો જેને પૂર્વી રાજ્યો ના લોકો(=પ્રજા) ને મદદ કરવી હોય.
  સરકાર , સરકાર અને સરકાર બસ આ એક જ રાગડા તાણવા થી ગીલ્ટ-ફ્રી તો થઈ શકાય પણ વાસ્તવમાં આવા મુદ્દામાં કશું ના થાય.શહેરીકરણએ બળજબરી પૂર્વકની ઉત્ક્રાંતિ છે.સમતોલન , વચ્ચેનો રસ્તો 'ને સાથે રહીને ચાલવું એ ભ્રમ છે. વિશ્વમાં ક્યાંય એવું સફળતાથી નથી થયું.અથવા લાંબા સમય માટે નથી થયું. હું હિંસાનો વિરોધી છું. પણ દુખી લોકોની સાથે દિલથી છું.
  જેમાં બી.એસ.એફ.ના રમતા મુકેલા 'ને વધેરાઈ ગયેલા શ્રીફળો પણ આવી ગયા.
  Thanx :) !

  ReplyDelete
 17. ખુબજ સંવેદનશીલ મુદ્દો છેડ્યો અને યોગ્ય ન્યાય પણ આપ્યો! આખરમાં જણાવેલું સ્ટેટીસ્ટીક્સ ભણતર પર કટાક્ષ સમાન છે! આ વિષય પરની ચર્ચામાં પણ ઘણું જાણવા મળ્યું!
  --

  ReplyDelete
 18. .
  .
  માર્ચ, ૧૯૬૭ માં બિમલ કિસાન અને જમીનદાર નાં જગડા માંથી જ્ન્મ થયો નકસલવાદ અને “નકસલબાડી” ગામથી ફેલાયો. માર્ક્સ, લેનિન, માઓ એ ત્રણેય સામ્યવાદી ક્રાંતિ અંગેના ખ્યાલોને પરસ્પર ગુણી નાખ્યા પછી છેવટ્નો જવાબ મળે તે “ચારૂ મજુમદાર” . તેને સહકાર આપવામાં મોટૉ ફાળો હતો “કાનુ સન્યાલ” અને “જંગલ સંથાલ” .

  આ લોકોએ જે નકસલવાદ અપનાવ્યો તે જમીનદારોના ચૂંગલમાંથી ગરીબોને છોડવા નો હતો, પરંતુ આજે એ પરિસ્થિતી છે કે નકસલવાદીઓ રાજકારણનાં એક મહત્વનાં મોહરા બની ગયા છે. ચૂંટણી જીતવા માટે અબજો રૂપિયા નકસલવાદીઓને આપવા પડે છે,

  ઝારખંડમાં કોંટ્રાકટરો એ ૫% થી ૧૦% રકમ નકસલવાદી ને ચૂકવવી પડે છે, ચોક્ક્સ નાકે રૂપિયા ૫૦ દરેક વાહને આપવા પડે છે, શાકભાજીનાં ઠેલા દીઠ રોજનાં રૂપિયા ૫ લેવામાં આવે છે, અફિણની ખેતી કરનારે એકર દીઠ રૂપિયા ૧ કરોડ આપવા પડે છે, ખાણ માટે માસિક ૮ થી ૧૦ લાખ ચૂકવવા પડે છે, આને નકસલવાદ કહેવાય કે ગુંડાગીરી ??????

  બીજી બાજુ જોઇયે તો ....

  ભોજનની પતરાવળી બનાવવા માટેનાં આદીવાસી ને ૧૦૦૦ પાન બદલ રૂપિયા ૨૩ મળતા, ઘણા વલખાં મારવા છતાં આ રકમ ના વધતા નકસલવાદી રૂપિયા ૭૫ નાં પોષ્ટર બનાવતા રાતો રાત આ ભાવ કબુલાણો.

  નાગાલેંડમાં “ રીંગવિન ” નામનાં યુવકનું બ્લેકમેલ માટે અપહરણ થયું હતું, પોલિસ કશું ના કરી શકી પછી નકસલવાદીના કહેવાથી બીજે જ દિવસે યુવક હેમખેમ પરત આવેલ.

  સરકારી ઇજનેરોના ઘરે દરોડા પાડી રૂપિયા એકઠા કરી મેડિકલ કેમ્પ, વિદ્યાર્થીનો ભણતર નો ખર્ચ ઉપાડવો, ગરીબોને સસ્તા દરે અનાજ પુરૂં પાડવું વગેરે પ્રવૃતિએ નકસલવાદીને પ્રજાની નજરમાં હમદર્દ મસિહા બનાવી દીધા છે.

  આ બધું જોતાં પ્રશ્ન એ થાય છે કે નકસલવાદીઓને વખણવા કે વખોડવા ????

  દર વરસે આદિવાસી ઉથ્થાન માટે કરોડૉ રૂપિયા ખર્ચાય છે તે જાય છે ક્યાં ?????

  આના ઉકેલ માટે કોઇ ઉકેલ હોય તો કહો ? આ વખતનો શાંતિ નોબેલ ઇનામ તમારા નામ. અને ના સુજે તો શરમાશો નહી, સરકાર પણ શરમાતી નથી.

  - માહિતી સફારી મેગેઝીન માથી સાભાર.
  .
  .

  ReplyDelete
  Replies
  1. સફારીમાંથી માહિતીસફર વિગતો શેર કરવા બદલ આભાર....!

   Delete
 19. I remember one Gazal of Jagjit Sahab, "Baat niklegi to dur talak jayegi". Ravishankar Maharaj ne mook sevak kahevay che. Mook sevak no matlab je bole nahi ane potanu kaam kari de have apne kona pase thi apexa rakhi e chi te ke je potana family member ma pan koy ne koy faydo sodhata hoy che. Aam jova jay to system vadhare javabdar che, apani dharmikta, mansikta ane vaicharikta vadhare jawabdar che. If we are blaming Politicians or Police is not true, Even NGO's working for that they are also responsible because they find their benefit rather than educate them. Aje bapore j IBN 7 ma Rajdeep Sardesai na anchoring ma Gujarat riots upar ek special episode batavata hata. Je riots ma bhog banela tena interview leta hata ane sathe sathe e teni pase thi janvani koshish karta ke kevi rite e kharab samay ne bhulvo! Sawal e che ke tene riots ma bhog banela tena interview lidha to su riots ma fakt Muslims j marela? Sarkari Aankda pramane Hindu pan hata to sawal e che ke interview ma fakt muslim j kem? kem riots ma ek community na loko nu j dard apne dekhay che? Su apne kyay janta - ajanta koy komvad vadharta to nathi ne? News Channel na dava pramane Narendra Modi e riots ma bhog banela teni mafi magvi joye? to su mafi magya pachi badhu j bhulay jase? Central Govt. Naxalism ne door karva mage che pan aa kevi rite door thay. Osho vare vare kaheta "me kaheta hu na tum bure ko maro na tum buray ko maro sirf tum achay ko bahar lavo". Govt. Terrorism ke Naxalism dur karva ni vato kare che pan jenu koy astiva j nathi tene kevi rite dur kari sakay? Aje NGO's pan potana fayda mate kaam kare che tyare teni pase thi su apexa rakhvi ke te o e garib manso mate kaam kare? Govt. is defensing their chair! Police is securing their job and NGO's is working to increase their Foreign Fund and Awards than who will dare to think to work for these Uneducated peoples. Apna Samaj ma Valiya ane Angulimal to ghana che bas apne to Valmiki ni jarur che. Bas Valiya ane Angulimal ne badalva vada Bhagvan Buddha ane Narad Muni ni jaroor che.

  ReplyDelete
 20. મુકુલ્ભાઈ

  અત્યંત સંવેદનશીલ મુદ્દો છેડ્યો છે...અને એ પણ ખુબ જ અસરકારક રીતે...અભિનંદન આપવા ઘટે, પરંપરાગત માન્યતા હજુ પણ આપણી સંસ્કૃતિને છોડી નથી શકી એ આપણા તંત્રની સારાયામ નિશ્ફ્ળતા જ કહી શકાય..્પરંતુ આશા અમર છે..હાલ ની ગુજરાત સરકાર પાસે થી મને અંગત રીતે ખુબ અપેક્ષાઓ છે..આશાવાદ અમર છે. દુઃખની વાત છે કે હજુ પણ આટલા પ્રયત્નો અને વર્ષો પછી પણ જ્ઞાતિ/ધર્મ આધારિત વર્ગી કરણ થતા રહે છે...અને તેથી જ આ પ્રકારની "સરકારી" માન્યતાઓ દૂષણ બની ચૂકી છે. પરંતુ એના માટે જ્ઞાતિની સામુહિક માનસિકતા પણ મહદંશે જવાબદાર છે..એક/બે કોમ અને વિસ્તારો વિષે મેં સાંભળ્યુ છે કે જેને કોઇ પણ લાઈફ ઈન્શ્યુરન્સ કંપની વિમો આપતી નથી...બ્લેક લિસ્ટેડ છે (એવું સાંભળવામાં આવેલું કે "હાઈ ક્લેઇમ રેશિયો" હોય છે અને લગભગ તમામ ક્લૈમ "સીરોસીસ ઓફ લીવર" ના અને અત્યંત શંકાસ્પદ રીતે "અર્લી ક્લૈમ" હોય છે)...અમુક બેંકો પણ અમુક કોમ કે વિસ્તારો ને લોન કે ક્રેડિટ કાર્ડ આપતી નથી...બ્લેક લિસ્ટેડ છે..અલબત્ત આના માટે કોઇ ઓફિશિયલ સર્ક્યુલર નથી હોતા તેમ છતાં તમામ સેલ્સ પર્સન અને એજન્ટો ને મૌખિક જાણકારી આપી દે છે અને કોઇ પણ 'બહાના'સર ટાળે છે...અલબત્ત એમણે કોને લોન-ક્રેડિટ કાર્ડ આપવા એ એમની ક્રેડિટીબિલીટી ના ધોરણો ઉપર જાય છે...અને એથી વધુ...પાછલા રેકોર્ડ્સ પર આધારિત હોય છે.
  એવું એક જ્ઞાતિ માટે કહેવાય છે કે "દિકરી એના જ ઘરે પરણાવવી કે જે ઘર માં કોઇ મોટો ડિફોલ્ટર ટૂંકમા એક કરતાં વધારે વાર "ઉઠી ગયેલી" પાર્ટી હોય..અને રુપિયાની સામે ૨૦/૩૦ પૈસા માં સેટલમેન્ટ થયેલું હોય..આને એમની શાખ ગણવા માં આવે છે..!!

  ગંગાજળના મુદ્દા માટે કહેવાનું કે આપણા સભ્ય સમાજે વધુ જાગૃતિ પૂર્વક વર્તવાની જરૂર છે. અને સમય ધીમો પણ બદલાઈ રહ્યો છે એમા મને કોઇ શંકા નથી. મારે પોતાને બે દિકરીઓ જ છે અને એમનું મને ગૌરવ છે..દિકરાની લાલસા મારી પત્ની કે માતાને પણ નથી એનું પણ મને ગૌરવ છે.માટે જ કહું છું કે સમય બદલાઈ રહ્યો છે. મારા જેવા બીજા પણ ઘણા મિત્રો છે..કે જેમણે સંપર્ક હોવા છતા જાતિ પરિક્ષણ માટે કદાપિ વિચાર્યુ જ નથી..

  ReplyDelete
  Replies
  1. મુકુલભાઈ,નક્સલ-પ્રભાવિત રાજ્યોના કલાકારોની ઘટનાના સંદર્ભમાં "માણસાઈના દીવા''નું અનુસંધાન ઘણું સૂચક છે.આદિકાળ થી આજ સુધી હમેશા સત્તા અને સંપત્તિનું જ જોર ચાલ્યું છે.જેની મથરાવટી મેલી હતી એવા પાટણવાડિયાના દારુણ જીવતરની વાતોના મૂળિયાં સોરઠી બહારવટિયા સુધી જાય છે.'માંણસાઈના દીવા' પુસ્તકમાંથી લીધેલો આ પ્રસંગ બહુ જ હૃદયસ્પર્શી છે.એવા જ અમાનવીય અત્યાચારો,અન્યાય અને શોષણનો ભોગ બનેલાઓએ ના-છૂટકે હથિયારો ઉપાડેલાં. એ બધા બહારવટિયા કહેવાયા .કાદુ,વાલો નામોરી,રામ વાળો..આ બધા કઈ બદમાશ કે ગુંડા ન હતા.એ ડાકુ કે લૂટારા નહોતા,વિદ્રોહી હતા.આપણા જેવામાં ભાગ્યે જ હોય એવી એ બહારવટિયાઓનીઓની ખાનદાની અને ઉદાત્ત આદર્શો જો મેઘાણીએ પ્રગટ ન કર્યા હોત તો લાચારીના આંસુથી માંડીને લોહીભીના પાળિયા સુધીની એમની કરુણ દાસ્તાન માટે જવાબદાર વગદાર લોકોએ તો એને ગુનેગાર જ ચીતર્યા હતા.ગભરુ માણસનો આક્રોશ જયારે હદ વટાવે છે ત્યારે એ આગનો ભડકો થઈને માલેતુજારોની મેડીઓને સળગાવી દે છે..વિશ્વની દરેક ક્રાંતિની આ જ કથા છે. પીડિતની પ્રતિક્રિયાનો ન્યાય તોળતાં પહેલાં એના હૃદયના વલોપાતને સમજવો જોઈએ.ગુનેગાર કંઈ માંની કૂખમાંથી પેદા નથી થતાં.આ સત્ય મેઘાણી જાણતા.એની કલમ જ વંચિતને વહાલ કરી શકે. મુકુલભાઈ, એક અંગારા જેવો મુદ્દો ઉઠાવવા બદલ ધન્યવાદ... ('માણસાઈના દીવા'માં જીબા નામની એક પાટણવાડિયા સ્ત્રીનું પાત્ર અદભૂત છે.)

   Delete
 21. સચોટ લેખ અને સરસ જાણકારી મુકુલભાઈ.

  ReplyDelete
 22. ખુબ જ સીધી વાત કરી છે. સરકારી અમલદારો ક્યારેક સત્તાના મદમાં, અને મોટેભાગે અજ્ઞાનનાં લીધે તરંગી નિર્ણયો કરે છે. આવાં નિયમો પ્રજાના મૂળભૂત હક્કોની વિરુદ્ધ હોવાં છતાં અમલમાં આવી જાય છે. પણ આ બધાં માટે મીડિયા સારો રોલ પ્લે કરી શકે તેમ છે, અને ઘણાં કિસ્સામાં કરી રહી છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી પણ છે.

  ReplyDelete