“લો આ પાછો મધર્સ ડે આવી ગયો, આ વખતે શું લખવાનો છો? કાંઇક એવું લખીને ફેસબુક પર પોસ્ટ કરજે કે લાઇક્સ અને કોમેન્ટ્સનો ઢગલો થઈ જાય દરવખતની જેમ!”
“ઑફકોર્સ ડાર્લિંગ.. તને તો ખબર છે ને મારી કલમનો જાદુ! ગયા વર્ષે મેં જે પોસ્ટ મૂકેલી એના પર કેટલી બધી કોમેન્ટ્સ આવેલી? અને કેટલાક લોકોએ તો એમ લખેલું કે આપનું આ સંવેદનશીલ લખાણ વાંચીને અમારી તો આંખો ભીની થઈ ગઈ!”
“આઇ હેવ પ્રાઉડ ફોર માય સ્વીટ હબ્બી…કેટલા બધા ફોલોઅર્સ છે તારા ફેસબુક પર! હું તો મારી ફ્રેન્ડ્સ પાસે ગર્વથી માથું ઊંચું લઈને વટ્ટથી કહું છું કે મારા વર જેટલું સંવેદનાસભર તો કોઇકજ લખી શકે!”
“સો નાઇસ ઓફ યુ માય લવ! મને કમ્પ્યુટરમાંથી મમ્મીનો એકાદો સરસ ફોટો શોધી આપજેને..આજના લખાણ સાથે મૂકવા માટે…”
“ડેડી..ડેડી..આજે સાંજે આપણે ગ્રેન્ડમાંને મળવા જઈશું ને? કેટલા બધા દિવસ થઈ ગયા…આઈ મીસ હર સો મચ…”
“સ્ટુપિડ બોય! આજે નહીં પછી ક્યારેક…આજે મારે કેટલું કામ છે તને ખબર છે? આ તારા ડેડી લખી આપે પછી એના પર તૈયારી કરીને સાંજે લેડીઝ ક્લબમાં મધર્સ ડે વિશે સ્પીચ આપવાની છે..આ વખતે તો પેલી ચીબાવલી મિસીસ ઠાકુરનો નંબર આવવાજ નથી દેવો..ને તારે આ રીતે ફાલતુ ટાઈમ વેસ્ટ કરાવવો છે? જસ્ટ શટ અપ એન્ડ ગો ઈન્સાઈડ યોર રૂમ!”
*****************************************
છેવટે આજે પણ રોજની જેમ સૂરજદાદા મેર બેઠા, ધરતીએ અંધારાનાં આવરણ ઓઢી લીધાં. કોઈ આવશેને આશામાં ઊંબરામાં બેઠેલાં ડોસી બારસાખને ટેકો દઈને હળવેથી ઊભાં થયાં ને નિસાસો નાખી ડગુમગુ થતાં ઓરડામાં જઈ ખાટલાને કિનારે બેસી, આસ્તેકથી ઓશીકા નીચે સંતાડેલ એક ફોટો કાઢી પહેલાં હોઠેને પછી છાતીએ અડાડ્યો. હળવેથી હાથ પસવારીને ફોટો પાછો ઓશિકા નીચે સરકાવીને સાડલાના છેડાથી આંખો લૂછી ત્યારે દૂરથી આવતો શિયાળની લાળીનો અવાજ છેક આ વૃદ્ધાશ્રમના ઓરડા સુધી સ્પષ્ટ રીતે સંભળાતો હતો....

સરળ શબ્દો થકો સચોટ વાસ્તવિકતાનું આલેખન
ReplyDeleteસટ્ટાક લેખ