Wednesday, September 05, 2012

સચિન તેંડુલકરને ખુલ્લો પત્ર...

ગળથૂથી

 ટાઇમિંગ એ ક્રિકેટમાં ખૂબજ અગત્યનું છે, એન્ટ્રી, પ્લેઈંગ અને એક્ઝીટ દરેક તબક્કે.



ડિયર God,

                હા, સંબોધન બહુ સમજી વિચારીને કર્યું છે કારણ કે તેં બાવીસ ત્રેવીસ વર્ષથી અમને જલસો કરાવ્યો છે, તું આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં આવ્યો પહેલાં, સ્કૂલ ક્રિકેટમાં વિનોદની સાથે ૧૯૮૮માં ૬૬૪ રન નોટ આઉટની ભાગીદારી કરી ત્યારથી, એટલે હું પણ બીજા ભારતીયોની જેમ એક ક્રિકેટ ઘેલો હોઇ તને ભગવાન કહું એ સ્વાભાવિક છે છતાં અહીં પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે તને લખાયેલા મારા પત્રમાં, આખેઆખા પત્રમાં હું તને તુંકારે સંબોધન કરીશ. તુંકારામાં કોઇ તિરસ્કારની ભાવના કે તને ઉતારી પાડવાની ભાવના નથી પણ અમારી, ચાહકોની ખાસિયાત છે કે અમે જેને દિલફાડીને પ્રેમ કરીએ છીએ, અમને અમારો હમઉમ્ર, અમારી સાથે રેંકડીએ ઊભીને કટિંગ પીનારો અને પાનના ગલ્લે ઊભીને ગમે તે વિષય પર પોતાના ઍક્સ્પર્ટ ઓપિનિયન આપી શકનારા એક મિત્ર જેવો લાગે છે, પછી કૃષ્ણ હોય, અમિતાભ હોય, સુનિલ ગાવસ્કર હોય કે કપિલદેવ.

                બકા, હવે હું જે કંઈ કહું છું કાન દઈને સાંભળજે, ખોટું નહીં લગાડતો, કે મને એમ કહીને ઉતારી નહીં પાડતો કે બેટ પકડીને મેદાન પર ઉતર તો તને ખબર પડે, બાકી બોલવું સાવ સહેલું છે..અલબત્ત, આવી વાહિયાત દલીલ તું  કરે કારણ કે તારા આંધળા ભક્તો કરતાં તારામાં સમજદારી વધારે છે એમ હું ચોક્કસપણે માનું છું. તું વાતને સાહજીકતાથી સમજી શકીશ અને સ્વીકારીશ કે ભલે મારું પાકકળાનું જ્ઞાન ચા બનાવવા સુધીનું સિમિત હોય તો પણ, દાળમાં કે શાકમાં મીઠું નાખવાનું ભૂલાઇ ગયું હોય તો અંગે ટીકા કરવાના મારા અબાધિત અધિકારની મારી પત્ની, “એક વાર રાંધી જુઓ તો ખબર પડે..એમ કહીને ખિલ્લી નથી ઉડાવતી. તું પણ અંજલીભાભી, સારા અને અર્જુનને લઈને કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં જમવા ગયો હોઈશ ત્યારે ક્યારેક તો તારે પણ કોઇ વાનગીના સ્વાદ અંગે ફરિયાદ કરવાની જરૂર પડી હશે અને ત્યારે હોટેલના સ્ટાફે કે પછી હોટેલના ચાહકોએ તારું એમ કહીને અપમાન નહીં કર્યું હોય કે રસોઈની ટીકા કરવાનો એનેજ અધિકાર છે જેને રાંધતાં આવડે! અલબત્ત, જ્યારે તારા વિશે, તારી નિષ્ફળતા વિશે કે તારી ઉમર વિશે, અમે તારા હિતેચ્છુ તરીકે કોઇ સાચી વાત કરી છે છીએ ત્યારે તારા આંધળા ભક્તો આવી બેવકૂફી અને બેઅદબી વારંવાર કરતા રહે છે, જે લાંબા ગાળે તને પણ નૂકશાનકર્તા છે. માની લઈએ કે અમે તો અજ્ઞાન છીએ, અમને ક્રિકેટની ટેક્નિકમાં ખાસ ખબર પડતી નથી, પણ તને પોતાની પણ જાણીને દુ: થશે કે જ્યારે સુનિલ ગાવસ્કર જેવા લિવિંગ લિજંડ, જેણે જમાનામાં જ્યારે ક્રિકેટ જગતમાં વેસ્ટઇન્ડિઝની પેસ બેટરીનો રીતસર આતંક હતો ત્યારે હેલ્મેટ પહેર્યા વગર ખોફનાક બોલરોના તોપમાંથી વછૂટતા ગોળા જેવા બોલનો સામનો કરીને એમના પગે પાણી ઉતાર્યાં છે તારા ફૂટવર્ક અને તારી વધતી ઉંમરને કારણે ઘટેલી ચપળતા અંગે કોઇ સાચી ટિપ્પણી કરે ત્યારે, આવું બોલનાર સુનિલ ગાવસ્કર કોણ? એવા સવાલ ઉઠાવનારા ગદ્ધાપ્રસાદો પણ તારા ભક્તોમાં છે!

               બોસ,  હમણાં કોઈ એક ઍવોર્ડ સમારંભમાં, તારી નિવૃતિના સવાલ પર તારો જે જવાબ હતો ખરેખર કેટલો વાહિયાત અને હાસ્યાસ્પદ છે તું અરીસાની સામે ઊભીને એકવાર તારી જાતને પૂછી જોજે. તેં એવું કહ્યું કે મને જ્યાં સુધી મઝા આવે ત્યાં સુધી હું રમતો રહીશ. દોસ્ત, કોઈ પણ રમત હોય, ફિલ્મ હોય કે પછી કોઇ પણ આર્ટ હોય, એમાં ભાગ લેનારની મઝા કરતાં, એના ભાવકની મઝા વધારે મહત્વની હોય છે, અને ભાવકને મઝા ત્યારેજ આવે છે જ્યારે પર્ફૉર્મન્સ હોય! બાકી તો ચંકી પાંડે પણ એમજ કહેતો હોત કે જ્યાં સુધી મને મઝા આવે છે ત્યાં સુધી ઍક્ટિંગ કરતો રહીશ! અલબત્ત, સરખામણી તાર્કિક રીતે તદ્દન અયોગ્ય છે કારણ કે કોઇ અભિનેતાને રિટાયર કરી દેવાનું ભાવકો ના હાથમાં હોય છે જ્યારે અહીં ભાવકોની મજબૂરી છે કે ક્રિકેટરને રિટાયર કરવાનું સિલેક્શન કમિટીના હાથમાં હોય છે. છેવટે, ચાહકો કંટાળીને પોતાના હોમ ગ્રાઉન્ડ પર કેવો હુરિયો બોલાવીને હડે હડે કરે છે જાણવું હોય તો રવિશાસ્ત્રીને પૂછી જોજે!

                મારા જીગરીયા...હું સ્વીકારૂં છું કે તેં તારી જીંદગીના અમૂલ્ય વર્ષો અમારે નામ કરી દીધાં છે. ક્રિકેટને ખાતર તું ઘણી વાર તારાં પ્રિયજનોથી દિવસોના દિવસો સુધી હજ્જારો માઇલ દૂર રહ્યો છે. તેં ઊંચાઈને આંબી છે કે ત્યાં પહોંચવાનું તો ઠીક પણ પહોંચવાના વિચારે પણ નવી પેઢીને ચક્કર આવી જાય છે. જે શબ્દો આઇનસ્ટાઇને ગાંધીજી માટે વાપર્યા હતા આવનારી પેઢી કદાચ માની પણ નહીં શકે કે ધરતી ઉપર આવો કોઇ માણસ થયો હતો શબ્દો તને પણ એટલાજ લાગુ પડે છે એમ હું માનું છું. પણ પણ એક સનાતન સત્ય છે કે જ્યાં પર્ફૉર્મન્સ નો સવાલ છે ત્યાં માત્ર વર્તમાન અગત્યનો છે, એમાં ભૂતકાળની મૂડીમાંથી એક પૈસો પણ કામ નથી આવતો! જે ક્ષેત્રમાં પરફોર્મન્સની સાથે ચપળતા અને ફિટનેશ જોડાયેલાં છે ત્યાં ઉંમરનું ફૅક્ટર બહુ અગત્યનું છે સ્વીકારવું પડે. કંઈ રાજકારણ નથી કે જેમાં ઉંમરનો કોઇ બાધ નડે!

                વ્હાલા, કેટલીક વાતો એવી છે કે જે તારા વિશે વિચારીએ, સાંભળીએ કે વાંચીએ ત્યારે અમને ખરેખર દુ: થાય કે અમારો તેંડ્લ્યો આવું કઈ રીતે કરી શકે? માન્યું કે પૈસા કમાવા જરૂરી છે, જીવનમાં જ્યારે ગોલ્ડન પિરિયડ ચાલતો હોય ત્યારે એનો લાભ લેવો જોઈએ, પણ ક્યારેક, ક્યાંક નૈતિકતાની લક્ષ્મણ રેખા ચૂકી જવાતી હોય એવું લાગે તો અમને દુ: થાય? જ્યારે દેશ માટે રમવાનું હોય ત્યારે એમ લાગે કે અત્યારે કુટુંબને સમય આપવો જરૂરી છે કે પછી હવે આરામની જરૂર છે અને જ્યારે બે કે ત્રણ મહિના ચાલનારા ખાનગી તમાશા જેવાં ક્રિકેટમાં, પોતાના માલિક પ્રત્યે વફાદારી દેખાડવાની હોય ત્યારે કાંઇજ નડે! સોરી દોસ્ત, કડવી લાગે એવી વાત છે પણ હું તને કહીશ, કારણ કે હું તને ચાહું છું. એક નવો અને ઊભરતો છોકરો જેને તારા આરામના સમયમાં તક મળે છે એક મેચ રમવાનો, એમાં સદી ફટકારે છે પછી તને વળી પાછી રમવાની ઇચ્છા થાય છે એટલે પેલાનું પત્તું વગર વાંકે કપાઈ જાય છે પણ એક લાંબા સમય સુધી, તું વિચારી જો કે આવતી કાલે તારા અર્જુનની સાથે આવું થાય તો તારા પર શું વીતે!


                દાદુ,  બધું આજે એટલા માટે કહું છું કે હું તને, જે રીતે શરૂઆતમાં સંબોધન કર્યું રીતે  ક્રિકેટનો God માનું છું અને મારા ગોડની મારા મનમાં વર્ષોથી જે છબીની સ્થાપના થયેલી છે ખંડિત થાય તો સ્વાભાવિક છે કે મને અત્યંત દુ: થાય. તો તને એટલી વિનંતી છે કે God માં રહેલા અક્ષરો આગળ પાછળ ના થઈ જાય અને લોકો તને ધુત્કારી કાઢે એવી પરિસ્થિતિ નહીં ઊભી થવા દે. આવું થવા દેવું કે થવા દેવું માત્ર તારા હાથમાં છે તો આશા રાખી શકું કે સમયસર સમજદારી બતાવીને કોઇ સમજણભર્યું પગલું લઈશ.

લિ.
તારો આંધળો ભક્ત નહીં પણ સાચો ચાહક.....


ગંગાજળ:

આ તો જાણે સચિન પોતાના ચાહકોના અંતિમસંસ્કાર કરતો હોય એવું લાગે છે!”
સહારાની વિવાદાસ્પદ જાહેરાત અને સચિનનું હાલનું પર્ફોર્મન્સ જોઈને આવેલો એ બન્નેને જોડતો અવળચંડો  વિચાર...

12 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. આ તમારો ખુલ્લો પત્ર કે પછી પ્રેમ થી બરડો છોલી નાખ્યો??
    પણ... હકીકત એ જ છે કે ભાઈ તને ૧૬+ વર્ષે ક્રિકેટ માં પ્રવેશ મળ્યો હતો... બરાબર ને... હવે રમી લીધું -અધધ-રેકર્ડ બનાવી લીધા, પછી શું છે યાર... હવે તો એવું લાગે છે કે - જેમ કેટલાક લુખ્ખા એક્સ-કોલેજ સ્ટુડંટ ને નોકરી નાં મળી હોય અને કોલેજ આવવા ની આદત નાં છૂટી હોય તેમ કોલેજ નાં ઝાંપા બહાર દેખાય તેમ આ સચિન ભાઈ 'ઇન્ડિયન-ડ્રેસિંગરૂમ માં દેખાતા હોય જાણે કે...."... હવે જગ્યા ખાલી કર, પાછળ જો ત્યાં 'ઉન્મુકુત ચંદ અને સ્મિત પટેલ' રાહ જુવે છે તારા જવા ની...

    ReplyDelete
  3. આપ મને સચીન નો આંધળોભક્ત કહી શકો! આપનો લેખ મા સચ્ચાઈ જરુર છે,પણ જેમ આપણે ફિલ્મ માં હિરોને મરતા ના જોઈ શકીયે તેમ ભારતિય ટીમને સચીન વગરની કલ્પના જ થતી નથી.

    જોકે મને તેના પર નિવૃતિનુ દબાણ હોય,તેના કારણે તેની રમત પર અસર થઈ હોય તેવુ લાગે છે.

    ReplyDelete
  4. મુકુલભાઇ - સુપર્બ આર્ટીકલ. હવે ક્યારે નિવૃત્તી એ સવાલ કરતાં અત્યારે કેમ નિવૃત્તી એ વધુ ગ્રેસફુલ રહે.

    ReplyDelete
  5. શિક્ષક પણ જો એમ કહે કે મને મોજ આવશે ત્યાં સુધી ભણાવીશ, રીટાયર નહિ થાઉં !! તો ?
    રેલ્વે એન્જીન ડ્રાઈવર જો એમ કહે કે મને મોજ આવશે ત્યાં સુધી નોકરી કરીશ, રીટાયર નહિ થાઉં !! તો ?
    -
    સચિન જો એમ કહે કે હવે હું ફક્ત મોજ માટે રમીશ અને એક રૂપિયો પણ નહિ લઉં, તો સાચો ખેલ-ભક્ત.

    ReplyDelete
  6. સુપર્બ સુપર્બ
    સચિન તરફથી આશા રાખીએ કે તમારા ખુલ્લા પત્રનો જવાબ હકારાત્મક આવે

    ReplyDelete
  7. મીઠા ના સોરી સોરી ગોળ ના પાણી માં બોળી બોળી ને ચાબખા માર્યા છે , હવે ગોડ ને માનભેર રીટાયર થવા નો સમય પાકી ગયો ,,એકાદ સદી મારો અને ઘરભેગા થાવ

    ReplyDelete
  8. very nice...perhaps, one of your best balanced article...to be read by your critics.

    ReplyDelete
  9. very nice...perhaps, one of your best balanced article...to be read by your critics. - nirlep , doha, qatar

    ReplyDelete
  10. tendulyo sav nalayak thay gayo che... ne uparthi selfish che pacho.. opening karvano moh.. tare jaroor hoy tya nathi ramvanu tare. desh ne jaroor hoy te krame avi ne ram ne..

    indian cricket tara mate nathi.. tu cricket team mare che.. team ne jaroor hoy tya avi ne ram. indian cricket tara bap ni nathi(sachin ni) k jem man ma ave tem kare. selection committee pan crowd che.. ena ma pan dum nathi..dati marvano..

    buddhi vagarni praja na vanke team ni mathe pade che. india ne jitavanu che tara nam na record nathi bananvana.

    badnasibe aa country na retionalisto bahu ochha che.. parja heran thay che ne thashe..

    ReplyDelete