ગળથૂથી થી ગંગાજળ
અહીં જે કંઇ પણ હશે તે હશે આ બે સીમાઓની વચ્ચેનું જ...
Friday, January 29, 2010
ગઝલ
યાદ એની શ્વાસ સુધી પ્રજ્વળે,
ને ગઝલ કાગળ બનીને અવતરે;
એક તણખો ધૂળમાં ફંફોસતા,
હાથ મારા સૂર્ય સુધી વિસ્તરે;
આસમાની આંખ તરસે ઝાંઝવાં,
એક સપનું આભ ઓઢી થરથરે.
Monday, January 11, 2010
ગઝલ
એમ માણસ કો’ક ફાજલ નીકળે,
જેમ દરિયે કોઇ વાદળ નીકળે;
ઓળખે છે કોણ કિસ્મતને અહીં,
જે હમેશાં વ્હેંત આગળ નીકળે;
શબ્દ બન્ને શક્ય છે પર્યાયમાં,
નીકળે મ્રુગજળ કે સાગર નીકળે;
તથ્યનું મંથન કરૂં છું જેટલું,
જીંદગી જેવું હળાહળ નીકળે;
તે છતાં આ રણ વિશે ઊભો હજુ,
કાશ ટીંપા બે’ક ઝાકળ નીકળે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)