ગળથૂથી
Good relationship don't just happen. They take time, patience, and two people who truly want to be together!
ઉંમર આશરે પચ્ચીસની આસપાસ હશે. એનું નામ તેજલ(નામ બદલ્યું છે).
ભલે નામ એવા ગુણ નહોતા, પણ કંઇ સાવ નાખી દીધા જેવી પણ નહોતી. મોટાભાગે તો પોતાનામાંજ
ખોવાયેલી રહેતી પણ ક્લાસમાં પોતાનાથી મોટી ઉંમરના શિક્ષક ભાઇ બહેનો સામે ટ્રેનર તરીકે
ખીલી ઉઠતી. પણ જેવો સાંજે સાડા પાંચે ક્લાસ પૂરો થાય ને બહાર આવે એટલે જાણે પોતાની
જાતની સ્વિચ ઓફ કરી દેતી. બે વર્ષ પહેલાં એક એનજીઓ BJS (ભારતીય જૈન સંઘટના) સાથે હું
પ્રોજેકટ મેનેજર તરીકે જોડાયેલો હતો ત્યારની આ વાત છે. દર વર્ષે એપ્રિલ-મે માં એ એનજીઓ
સાથે જોડાયેલી શાળાના શિક્ષકોની, પુના ખાતે તાલિમ શિબિર થતી ત્યારે BJSના ગુજરાત અને
ગોવાના કર્મચારીઓને ટ્રેનર તરીકે પુના બોલાવવામાં આવતા એમાં ગોવાની ટીમમાંથી આ એક તેજલ
પણ ખરી. સવારે નવથી સાંજે સાડા પાંચ-છ સુધી ક્લાસ ચાલે. પછી છૂટીને ફ્રેશ થઈ કેમ્પસની
બહાર આવેલી કેન્ટીન આગળ બેસીને વડા-પાંઉ અથવા મીસળનો નાસ્તો અને ચા. એક દિવસ અમારા
બીજા બધા સહકર્મચારીઓ શહેરમાં ગયેલા ને હું ને તેજલ એકલા બેઠેલા કેન્ટીન પર. મને લાગ્યું
કે એ મને કંઇક કહેવા માગે છે પણ મુંઝાય છે. છેવટે પંદર વીસ મીનિટના અંતરાલ પછી એનું
મૌન તૂટ્યું અને બોલી:
“સર, આપ મેરી શાદીમેં આયેંગે ના?”
“બિલકુલ આઉંગા, અગર તુ બુલાયેગી! લેકિન કબ
હૈ તેરી શાદી?” એનું આ રીતે બોલવું મને ગમ્યુ ને મેં તક ઝડપી વાતચીત ને આગળ ચલાવવાની
કોશિશ કરી.
“વો તો અભી તય નહીં હૈ….કુછ સમશ્યા હૈ...”
“ઐસા ક્યા પ્રોબ્લેમ હૈ? તુ કિસી સે પ્યાર
કરતી હૈ ઔર જાતી યા મઝહબ કા પ્રોબ્લેમ હૈ?”
મેં સાવ હવામાં તીર ફેંક્યું,
પણ બિલકુલ નિશાન પર લાગ્યું!
“ઐસા હી સમજો..” એ બોલી. મારી અંદર રહેલો રેશનલ આત્મા ઉછળી આવ્યો અને મને એની વાતમાં વધારે રસ પડ્યો.
“ઐસા હી સમજો..” એ બોલી. મારી અંદર રહેલો રેશનલ આત્મા ઉછળી આવ્યો અને મને એની વાતમાં વધારે રસ પડ્યો.
“જરા ખુલકે બતા, મૈં અપની ઔર સે તુમ્હારી જો
ભી હો સકે હેલ્પ કરુંગા.”
એ થોડી શરમાઈ, ને પછી બોલી, “દર અસલ બાત યે
હૈ કી હમ લોગ કોંકણી બ્રાહ્મણ હૈ ઔર ઉનકા ધર્મ અલગ હૈ…”
“તો ક્યા હુઆ? કૌન સે ધર્મ સે હૈ વો?”
“તો ક્યા હુઆ? કૌન સે ધર્મ સે હૈ વો?”
“જી…વો પારસી હૈ.”
“તો ઇસમેં ભી ક્યા પ્રોબ્લેમ હૈ? અગર તુમ્હારે
મમ્મી-પાપા મના કર રહે હૈ ઔર લડકા અચ્છા હૈ તો ભાગ કે શાદી કરલો, વૈસે..વો રહતા કહાં
હૈ?”
“દિલ્હી.”
“તો તો જ્યાદા અચ્છા હૈ ના, તુ દિલ્હી ચલી
જાના..”
“લેકિન ઉસકી મમ્મી નહીં માન રહી હૈ, વો બહોત
બડે પરિવાર સે હૈ ના…”
“અરે પ્યારમેં છોટા યા બડા કુછ નહીં હોતા,
જાતી યા મઝહબ કુછ નહીં હોતા” હું હજુ કહીકતથી અજાણ રેશનાલીઝમ ને સેક્યૂલારીઝમના કેફમાં
હતો, “ વૈસે પારસી હૈ યે તો તુને બતાયા તો અબ નામ ભી બતા દે!”
“ગાંધી સરનેમ હૈ ઉસકી…”
અચાનક મારા દિમાગમાં પોકરણના અણુવિસ્ફોટ કરતાં
પણ મોટો વિસ્ફોટ થયો ને એક સાથે લાખો ટ્યૂબલાઇટ ઝળહળી ઉઠી! અરે બાપરે..! આ છોકરી કોની
વાત કરે છે! આવું શક્ય જ કઈ રીતે છે? પછી તો રોજ એ મારી સાથે ખુલીને વાત કરતી ને એની
વાતો વિષય રાહુલ ગાંધીજ હોય. રાહુલજી એને પહેલીવાર ક્યાં મળ્યા, પછી બીજી વાર એમની
ગોવામાં સભા હતીને એ આગળની હરોળમાં હતીને એને જોઇને રાહુજી કેવા શરમાઈ ગયાને ભાષણની લાઇન ભૂલી ગયા, ગઈ કાલે એમનો
ફોન આવેલો ને એની સાથે અરધી કલાક વાત કરેલી, વગેરે વગેરે. એટલી બધી આત્મવિશ્વાસથી વાત
કરે કે સાચી હકીકત મને ખબર હોવા છતાં એક ક્ષણ માટે માની લેવાનું મન થાય! એના અવાજનો
રણકો અને એના ચહેરા પરના ભાવ જોઇને કોઇ રીતે ન લાગે એ જુઠ્ઠું બોલે છે, ને કહીકતમાં
એ ક્યાં જુઠ્ઠું બોલતી હતી! એતો એક ગંભીર અને વિચિત્ર કહેવાય એવી માનસિક સમશ્યાનો ભોગ
બનેલી હતી.
વર્ષો પહેલાં મેં ડૉ મુકુલ ચોક્સીના પુસ્તક
’આ મન પાચમના મેળામાં’ માં વાંચેલું ખરું ’ઈરોટોમેનિયા’ નામની આ વિચિત્ર માનસિક બિમારી
વિશે પણ તેજલ એ પ્રત્યક્ષ રીતે મારા પરિચયમાં આવેલ એનું પહેલું દર્દી. માત્ર યુવાન
સ્ત્રીઓમાં અને જવલ્લે જ જોવા મળતી ’ઈરોટોમેનિયા’એ અજીબ કિસમની માનસિક બિમારી છે. સામાન્ય
રીતે એવી યુવતીઓ આ બિમારીનો ભોગ બનેલી જોવા મળે છે જેને પોતાના સ્વજનો તરફથી પ્રેમ
નથી મળ્યો હોતો. માતા-પિતા કે પછી સમવસ્કો દ્વારા સતત અવગણના થવાને કારણે એ વ્યક્તિ
એવું માનતી થઈ જાય છે કે પોતે કોઇના પ્રેમને લાયક જ નથી, પણ એવા સમયે એનું અજાગ્રત
મન બળવો પોકારી ઉઠે છે અને ગાઈ વગાડીને દુનિયાને કહેવા લાગે છે કે ’કોણે કહ્યું કે
હું કોઇના પ્રેમને લાયક નથી? જુઓ ફલાણી સેલીબ્રેટી મને પ્રેમ કરે છે!
યાદ છે, ૨૦૦૭માં અભિષેક બચ્ચનના લગ્ન વખતે
જાહ્નવી કપૂર નામની મોડૅલે મીડિયામાં મચાવેલું તોફાન? અભિષેક એને પ્રેમ કરે છે અને
એની સાથે લગ્ન કરેલ છે એવા કંઇક આક્ષેપ કરેલા એટલું જ નહીં પણ ’પ્રતિક્ષા’ની બહાર બ્લેડથી
પોતાની ધોરી નસ કાપીને આત્મહત્યાની કોશિશ પણ કરેલી. અહીં આ વાત વાંચીને કેટલાક લોકોને
પરવીન બાબીએ અભિષેકના પપ્પા પર લગાવેલા આક્ષેપ પણ યાદ આવી શકે છે, પણ એ વળી અલગ પ્રકારની
’સ્ક્રીઝોફેનિયા’ નામની બિમારીનો ભોગ બનેલી હતી. હોલિવૂડની જુડી ફોસ્ટર નામની અભિનેત્રી
પણ ’ઈરોટોમેનિયા’નો ભોગ બનેલી ને રોનાલ્ડ રિગન એના પ્રેમમાં હોવાનો દાવો કર્યાનું ક્યાંક
વાંચ્યાનું યાદ છે.
તેજલ પાસેથી જેટલા દિવસ અમે પુનામાં સાથે રહ્યા
એટલા દિવસ રોજેરોજ રાહુલજી સાથે એણે કરેલી વાતો સાંભળવા મળતી, બીજા સાથીદારો પાછળથી
એની મઝાક કરતાને કટાક્ષ કરતા. પણ હું સત્ય જાણતો હતો એટલેજ ભલે તેજલ સાચી નહોતી છતાં
એ જુઠ્ઠી છે એમ પણ હું નહોતો માનતો. આજે એ ગોવામાં છે અને મને આશા છે કે એ ફરી પાછી
વાસ્તવિક દુનિયામાં આવી ગઈ હશે.
ગંગાજળ:
જે યુવતી કોઇ સેલીબ્રેટીની
’ફેન’ હશે એ એમ કહેશે કે ’એ વ્યક્તિ મને બહુ ગમે છે.’ પણ એ જો ’ઈરોટોમેનિક’ હશે તો
એમ કહેશે કે ’હું એને ગમું છું’!