Wednesday, February 08, 2012

હંગામા હૈ ક્યું બરપા...થોડી સી જો દેખ લી હૈ...!



          કાલે કો’ક વાંક દેખા ચેનલવાળાએ કર્નાટકની વિધાનસભામાં બાળુડા ભોળુડા જેવા ભાજપ સરકારના બે-ત્રણ પ્રધાનોને મોબાઇલમાં વાત્સાયનની આરાધના કરતા જોઈ લીધા એમાં તો આખા દેશમાં હોહા કરી મૂકી અને જોરજબરદસ્તીથી એ બિચ્ચાડાઓ પાસેથી ’સ્વેચ્છાએ’ રાજીનામું લઈ લેવામાં આવ્યું! આવું કામ પાછળ એ માસૂમ સમાજ સેવકોના ઈરાદાઓ કેટલા ઉમદા અને નેક હતા એને કોઈએ સમજવાની તસ્દીયે ના લીધી! ( જનતા કેટલી નગુણી થઈ ગઈ છે!)
          સૌ પ્રથમ સહકારીતા પ્રધાન લક્ષ્મણ સવાડીને લાગ્યું કે આ જે ફિલ્મ છે એમાં સહકારના ઉમદા ગુણોનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે (((((((((એટલે જ તો પછી એમણે આજ બાબત જાહેરમાં પણ કહી કે અમે તો એજ્યુકેશનલ ફિલ્મ જોતા હતા!) અને ખરેખર આ ફિલ્મમાં સહકારના ઉમદા હેતુઓને સાથે મળીને પરસ્પરના સહકારથી કેવી રીતે સિધ્ધ કરી શકાય એનું ચાર પુરૂષો દ્વારા ને એક મહિલા ઉપર ડેમોન્સ્ટ્રેશન જ કરવામાં આવી રહેલું હતું, અરસ પરસના સહકારથી કોઇ પણ ’કામ’ કઈ રીતે સફળ થાય છે એ બતાવવાનો જ અહીં ફિલ્મનો ઈરાદો હતો તો પછી આને એજ્યુકેશનલ ફિલ્મ કેમ ના કહી શકાય? આને આવી શૈક્ષણીક ફિલ્મ જોવામાં કોઈ પણ સમયની કે સ્થળની ”લક્ષ્મણરેખા’ ઓળંગવામાં ખુદ લક્ષ્મણે જ શા માટે સંકોચ રાખવો જોઈએ? (આમેય લક્ષ્મણ રેખાઓ તો સીતાઓની માટેજ હોય છે ને?) વળી સહકારીતા મંત્રી આ અત્યંત પ્રભાવિત કરનારી ફિલ્મ જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમનામાં પણ સહકારનો ગુણ ઉછળી આવ્યો અને બાજુમાં બેઠેલા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સી સી પાટીલનો એમને વિચાર આવ્યો અને સાથે યાદ આવી મહિલાઓના કલ્યાણ માટેની સી સી પાટીલની સમર્પિતતા અને થોડા સમય પહેલાં શ્રી પાટીલે વ્યક્ત કરેલ મહિલાઓના કલ્યાણ અંગેના ક્લ્યાણકારી સિધ્ધાન્તો!
          હજુ થોડા જ સમય પહેલાં એક જાહેર કાર્યક્રમમાં આ મહાપુરૂષે એવા આધ્યાત્મિક વિચારો વ્યક્ત કર્યા હતા કે “ ‘હું વ્યક્તિગત એ વાતનો વિરોધ કરું છું કે મહિલાઓએ ભડકાઉ કપડા પહેરવા જોઈએ, તેમણે એ વિચારવું જોઈએ કે તેઓ જે ઈચ્છે તે પહેરે પણ શું લોકો તેમને સન્માનની નજરે જોશે?’ તેમણે એમપણ કહ્યું હતું કે ‘મહિલાઓને એ ખબર હોવી જોઈએ કે કેટલી ચામડી ઢંકાય છે.’ આ ઉપરાંત એમણે પોતના આ સદ્‍વિચારો ને આગળ ધપાવતાં કયું હતું કે, “મહિલાઓ ભડકાઉ કપડા પહેરીને પુરૂષોનું નૈતિક ધોરણ નીચે લાવી રહી છે.” બોલો, આવા ઉચ્ચ વિચાર ધરાવનાર મહાપુરૂષ, એક નિર્વસ્ત્ર સ્ત્રી દ્વારા ચાર ચાર પુરૂષોની નૈતિકતાને કેવી રીતે ભ્રષ્ટ કરવામાં આવી રહી છે એનો જ અભ્યાસ કરી રહ્યો હતો (અભ્યાસ...! વળી પાછો ફિલ્મમાં રહેલો શિક્ષણનો હેતુ!) અને આવી સમાજકલ્યાણની ફિલ્મ જોવા માટે, જનતાએ એ જગ્યાએ સમાજકલ્યાણના હેતુથી ચૂંટીને મોકલ્યા છે એવી વિધાનસભાથી વધુ યોગ્ય જગ્યા બીજી કઈ હોઈ શકે?
          ત્રીજા પ્રધાન ક્રિષ્ના પાલેમાર પણ આ પવિત્ર લીલામાં જોડાયા હતા અને પોતાના તરફથી પણ યથાયોગ્ય પ્રદાન નોંધાવ્યું હતું. આ ફિલ્મમાં તદ્દન પ્રાકૃત્તિક અવસ્થામાં જોવા મળતાં આ સ્ત્રી-પુરૂષો દ્વારા, પોતાના મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય અને પર્યાવણ જાગૃતિ અંગે લોકોમાં કઈ રીતે લાવી શકાય એ સમજવાની કોશીશ કરી હતી. અને જ્યારે ગૃહની અંદર, બીજાપુરમાં પાકિસ્તાની ધ્વજ ફરકાવવા જેવી તદ્દન ફાલતુ, વાહિયાત અને મહાબોરીંગ ચર્ચા ચાલતી હોય ત્યારે આ કંટાળેલા લોકો બિચ્ચારા કરી પણ શું શકે બીજું?(હજુ બીજાપુરમાં જ તો પાકિસ્તાની ધ્વજ ફરક્યો છે ને? દિલ્હીમાં તો નહીં ને! ને દિલ્હીમાં ફરકાવી જાય તોયે શું?)
          આ લોકો બિલકુલ નિર્દોષ છે, એમણે કોઈજ ગુનો નથી કર્યો એવું માનવાને બીજું પણ સોલ્લીડ કારણ છે, કર્ણાટકના ત્યાગી પુરૂષ અને સાધુચરિત, પરમ કૃપાળુ અને અતિ પવિત્ર એવા શ્રી યેદુરપ્પાજીએ એમને નિર્દોષ કહ્યા છે!

21 comments:

  1. આપે જણાવ્યું એમ, આ સાચે જ આનંદની વાત છે,,,,,
    આ ઘટના પરથી સાબિત થાય છે કે આપણાં નેતાઓ નપુંસક તો નથી જ....

    ReplyDelete
  2. યોગેશ જોગસનFebruary 8, 2012 at 9:40 PM

    આવા ભોળા લોકો પર અન્યાય થાય છે. દેશવાસીઓ આવો અન્યાય થતો હોય ત્યારે કેમ શાંત રહો છો.. આવા નિખાલસ નેતાઓને સલામ કરવાની હોય, જેવા છે તેવા દેખાય તો છે..

    ReplyDelete
  3. It is the flavour of independence!!!! Even in assemly they can see this? And they are getting daily allownces for that!!!! Good done my friends!!!! you are the real people who will make the India shinning!!!!

    ReplyDelete
  4. કદાચ એ સમયે ગૃહમાં 'રૅવ પાર્ટી'ની વાત ચાલતી હતી...વચ્ચે લાલુપ્રસાદ પણ ઘરે રબડી થી ઉંઘવા ન મળ્યું હોવાથી સંસદમાં ઉંઘતા હતા..."ઘરે કે અંગત જગ્યાએ કરાતા કામ" અહીં ન થઈ શકે; એ વાતનો એમને ખ્યાલ જ નહિં હોય?!!!અને એ લોકો તો એ જોતા હતા કે એ સ્ત્રી દ્વારા યોગ્ય રીતે બચાવ થાય છે?જો ન થતો હોય તો એના વિષે પણ એક કાનૂન લાવી અને તેમાં સ્ત્રી-સ્વાતંત્રતાની વાત લાવી શકાય-એવું માનતા હતા...

    ReplyDelete
  5. એ તો સાહેબ એવું છે ને કે આદરણીય વિરપ્પનજી તથા તેમના ગયા પછી ત્યાગી પુરૂષ અને સાધુ સ્વાભાવના પરમ કૃપાળુ અને અતિ પવિત્ર એવા શ્રી યેદુરપ્પાજી ની કૃપાથી તદ્દન પ્રાકૃતિક દશામાં જંગલ ના પ્રાણીઓ ની નૈસર્ગિક છટાઓ જોવા તલસી રહેલ પ્રજાને એક માર્ગ દર્શાવવા નો પ્રયાસ માત્ર કરતા હતા અને એના માટે એક સરકારી જગ્યાનો જો ઉપયોગ થાય તો એમાં જનતા એ વાંધો નોધવાની કે મીડિયા એ આટલો હોબાળો મચવાની ક્યાં જરુર છે ?

    ReplyDelete
  6. તમે કરો તો લિલા અને હુ કરુ તો કેરેકટર ઢીલા

    ReplyDelete
  7. સુપર્બ....જોરદાર....! લોકો ખરેખર જ નિષ્ઠુર છે હો...આટલા સારા માણસોના રાજીનામાં લેવાય તે કેમ ચાલે ?
    ખતરનાક કટાક્ષ......અભિનંદન.....

    ReplyDelete
  8. મુકુલભાઈ

    તમે આ લોકો વિશે વધુ માહિતી ભેગી કરી ને આ રીતે લોકોપયોગી કરતા રહેસો તો આવા વિરલાઓને ૨૦૧૪ માં "ભારત રત્ન"
    પાકો..
    કેમ કે કહેતાભી દિવાના, સુનતા ભી દિવાના !!

    ReplyDelete
  9. પ્રજા દ્વારા થતી ટિકાઓ એ "બિચારા"પ્રધાનો ના માનવાધિકાર ભંગ ની વ્યાખ્યા મા આવે. પ્રજા એ આવી સંકુચિત મનોદશા માથી બહાર આવવુ જોઇએ કારણ કે અમે એજ પક્ષ ના સભ્યો છીએ કે જે વેલેન્ટાઇન ડે જેવા દિવસો ને વખોડીએ છીએ.

    ReplyDelete
  10. .
    .
    આમા બે તો ભગવાનના નામ છે, લક્ષમણ અને ક્રિષ્ના ..... કદાચ ક્રિષ્ના, લક્ષમણને લીલા કરતા શિખવતા હશે.
    .
    .

    ReplyDelete
  11. jo aa j rite aa neta o na chokra o chalu class ma pakdat to.....! jawa do ne bhai.. a loko na jamana ma sex education mate ava A/V nahata... to have sokh puro karva do... because education is important! chalo kaik to karta thaya, at least unghata to nathi... mane ek vat yad ave che " koiye sant ne puchyu ke tame kayam ek vyakit ne tya bhiksha mate jav cho to te kayam tamara lot ma ek mutthi bhari kakara nakhi bagade che.. to pan tame sha mate tena ghare bhiksha mate jav cho?? sante sundar jawab aapiyo ke kal sudhi a dhud pan noto aapto.. aaje dhud aapi che to kale lot pan aapse" bus aani jem aaje kai aavu vicharyu to kale kaik biju pan vicharse.. at least unghse to nai...!

    ReplyDelete
  12. jo aa j rite aa neta o na chokra o chalu class ma pakdat to.....! jawa do ne bhai.. a loko na jamana ma sex education mate ava A/V nahata... to have sokh puro karva do... because education is important! chalo kaik to karta thaya, at least unghata to nathi... mane ek vat yad ave che " koiye sant ne puchyu ke tame kayam ek vyakit ne tya bhiksha mate jav cho to te kayam tamara lot ma ek mutthi bhari kakara nakhi bagade che.. to pan tame sha mate tena ghare bhiksha mate jav cho?? sante sundar jawab aapiyo ke kal sudhi a dhud pan noto aapto.. aaje dhud aapi che to kale lot pan aapse" bus aani jem aaje kai aavu vicharyu to kale kaik biju pan vicharse.. at least unghse to nai...!

    ReplyDelete
  13. afterall they are human being and shouldering very heavy responsibility of women & children developement !your soft corner for them is obvious ! we are the ppl who send such characters to assemlies & parliament !.

    ReplyDelete
  14. ૧. હરવિંદર કરતાય જબ્બર ફટકા માર્યા.... સાલા જે જે નેતા ઓ આ વાચતા હશે એ હવે પોર્ન જોવાનું તો ઠીક એમાં ભાગ લેવાનું પણ બંધ કરી દેશે....

    ૨. આ નેતાઓ ના આદર્શ શ્રી. નારાયણ દત્ત તિવારી છે. અને એમની આરાધના કેવી રહી એનો પરફોર્મન્સ રીવ્યુ તો નો'તા લેતા ને એ નક્કી કરવું પડે....

    ReplyDelete
  15. બચાડા પ્રધાનોને જીવ ના હોય? વિધાનસભામાં ચૂંટાઈને આવવું હોય તો શું ખસી કરાવીને આવવું પડે? બૈરાના મોઢા નાં જોવાય તેવું કહેનારા જેવા સાવ ડીફેકટીવ પીસ નથી તે સાબિત થઇ ગયું. દાદા કટાક્ષ કથાઓ પર સારી હથોટી જમાવી છે. મજા આવી ગઈ.

    ReplyDelete
  16. માણસ સમયનો દાસ હોઈ છે સાહેબજી......હવે તો થવાનું હતું તે થઇ ગયું અને જોવાનું હતું તે જોવાઈ ગયું ..કે આપના નેતાઓ કેટલા હલકટ,નીચ,અધર્મી ,પાપી છે .....શું થઇ શકે સાહેબ હવે ? સિંહને કોણ કહે કે તેનું મો ગંધાય.આખી સીસ્ટમ જ ફોલ્ટવાળી કેટલાક સાંધા કરવા ...?

    ReplyDelete
  17. શું મુકુલ ભાઈ તમે આમ નેગેટીવ વિચારો છો. બી પોઝીટીવ. અમુક મંત્રીઓ તો મોટાભાગનો સમય ગેરહાજર જ રહે છે. જે હાજર રહે છે તેમાંના અમુક સુઈ જતાં હોય છે. અને જે જાગતા હોય છે એમાંના ઘણાં સભામાં પથરા મારવાનું કે લડાઈનું કાર્ય કરે છે. આ મંત્રીઓએ આમાંનું કશું કર્યું ? તો પછી આટલો હંગામો શું કામ? જુઓ અને જોવા દો !

    ReplyDelete
  18. Are Motabhai...............kem aam karo cho e loko pan manas che........janam samja karo................

    ReplyDelete
  19. આ મીડીયા સારી પેઠે જાણે છે કે કોણ કયારે કયાં શું કેવી રીતે જોતા હોય છે ... ખાતા હોય છે .. પીતા હોય છે ... કરતાં હોય છે .... બસ, એમને તો તવો ગરમ થાય કે દક્ષિણમાં ઢોસા .. પશ્ચિમમાં પૂડા ... ઉત્તરમાં પરાઠા અને પૂર્વમાં મચ્છી જ ઉતારવાનીને ? પછી પરજા ભલેને ખાય કે ના ખાય !!!

    ReplyDelete