Wednesday, March 28, 2012

લોકપાલ આંદોલન:ગાંધીના ચશ્માથી અન્નાને જોવાની ગુસ્તાખી.



ગળથૂથી:

एक गुड़िया की कई कठपुतलियों में जान है
आज शायर यह तमाशा देखकर हैरान है
एक बूढ़ा आदमी है मुल्क़ में या यों कहो
इस अँधेरी कोठरी में एक रौशनदान है
- दुष्यंत कुमार


             વર્ષો પહેલાં કયાંક વાંચેલી એક વાત યાદ આવે છે, એક સંતનો આશ્રમ હતો એમાં સંત અને એમના કેટલાક શિષ્યો રહેતા હતા. રોજ સવારે પૂજા-પાઠ કરવા, શિષ્યોને જ્ઞાન આપવું, ગામલોકોને બે સારા શબ્દો કહેવા અને થોડું ઘણું વૈદું જાણતા એટલે જંગલમાંથી ઔષધિઓ લાવી એના ઓસડિયાં બનાવી, દીન-દુખિયાંને આપવાં આ મહારાજની દિનચર્યા. એવામાં એક દિવસ ક્યાંકથી બિલાડીનું એક અનાથ બચ્ચું મ્યાંઊં...મ્યાંઊ..કરતું આવી ચડ્યું, આ તો સંતનો આશ્રમ, એને પણ આશરો મળ્યો. રોજ ચોખ્ખું દૂધ પિવાનું ને અહીતહીં દોદાદોડી કરવાની. હવે આમાં થાય એવું કે સવારે મહારાજ પૂજામાં બેસે ત્યારે પણ એ બિલાડી ખોળામાં આવી બેસે, કૂદાકૂદ કરે અને ઢોળફોડ પણ કરે ને આના કારણે શાંતિથી ધ્યાન દઈને પૂજા થાય નહી. એટલે મહાત્મા જ્યાં પૂજામાં બેસતાં ત્યાંથી થોડે જ દૂર એ બિલાડીને ખીંટી સાથે બાંધી દે, પૂજા શરૂ કરતાં પહેલાં બાંધી દે અને પૂજા પડી તુરતજ છોડી નાખે આ રોજનો નિત્યક્રમ. શિષ્યો રોજ આ તાલ જોયા કરે અને ક્યારેક ગામમાંથી પણ કોઇ આવી ચડ્યું હોય તો એ પણ જૂએ કે મહારાજ પૂજા કરતી વખતે બાજુમાં બિલાડી બાંધે છે! થોડા વખત પછી ઉંમરના કારણે મહારાજ પ્રભુને પ્યારા થઈ ગયા અને એમના પછી એમનો આશ્રમ સંભાળનાર મુખ્ય શિષ્યે પૂજાની જવાબદારી લીધી અને બિલાડીને બાંધવાની પણ! એ બિલાડી મરી ગઈ તો એની જ્ગ્યાએ બીજી બિલાડી લાવવામાં આવી અને પૂજા વખતે બાંધવામાં આવી, બિલાડી બાંધ્યા વગર તે કાંઇ પૂજા થતી હશે? પછી એ આશ્રમના બીજા શિષ્યો પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આ પૂજા વખતે બિલાડી બાંધવાની પ્રથા પણ ગામે ગામ ગઈ અને આમ આખો બિલાડી બાંધવા વાળો એક સંપ્રદાય ચાલુ થઈ ગયો!
             હજાર, બેહજાર કે પાંચહજાર વરસ પહેલા શરૂ થયેલા કોઈ પણ સંપ્રદાય કે ધર્મના ત્યારના સમય, સંજોગો અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે નક્કી કરાયેલા નિયમોને આજે પણ એટલી જ ચુસ્તતાથી વળગી રહેતા જડસુ ઠેકેદારો અને દિમાગને તર્કવટો દઈ કરી ઊંધું ઘાલી પાછળ ચાલનારા અનુયાયીઓ આ બિલાડીના સંપ્રદાયનાજ હોય એવું નથી લાગતું?  
             માત્ર ધર્મની જ ક્યાં કરીએ, આ બિલાડી સંપ્રદાયવાળા તો આપણને ઠેકઠેકાણે જોવા મળશે, એ પછી અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કેમ ના હોય! શરૂઆતથીજ જોવામાં આવી રહ્યું છે કે અમુક લોકો અન્નાના આંદોલનની એકે એક ક્ષણને ગાંધીના ચશ્મામાંથી નિહાળવાની અને એક એક ઘટનાને સોનીના કાંટે તોલવાની ગુસ્તાખી કરતા રહે છે! એમાંના કેટલાક લોકોની દલીલો અને જે રીતે તર્કનું ખંડન-મંડન કરતા જોવા મળે છે એ જોતાં રીતસર એવું અનુભવાય છે કે જાણે આંદોલન અને સત્યાગ્રહ એ જાણે ગાંધીજીની જ જાગીર (એ લોકોની દ્રષ્ટીએ સ્તો!) હોય અને અન્ના નામનો કોઈ ધાડપાડુ એને લૂંટી લેવા માટે આવ્યો હોય!
             ૧૯૪૭ પછી ૬૪ ચોમાસાના પાણી વહી ગયાં છે, મોટાભાગનું  ધરમૂળથી ફરી ગયું છે, એક આખ્ખેઆખી સદી બદલાઇ ગઈ છે, આખે આખો સમાજ અને એની માનસિકતા પણ બદલાઇ છે અને સાથે સાથે બદલી ગયાં છે જેમની સામે આ લડાઇ લડવી પડે છે એ પાત્રો. પણ હજુ આ બિલાડીના સંપ્રદાયવાળાને આંદોલન તો ડીટ્ટો એજ જોઈએ છે જે બાપુએ કર્યું હતું! અન્ના હજારેએ ક્યારેય પણ પોતાને આજના ગાંધી કે આધુનિક ગાંધી તરીકે ઓળખાવવાની કોશીશ કરી નથી, હા, ગાંધીવાદમાં પોતાનો વિશ્વાસ અને ગાંધીજીમાં અતૂટ શ્રધ્ધા વખતો વખત વ્યક્ત કર્યા છે. (એટલે આ એવી વાહિયાત વાત છે કે મને રામમાં શ્રધ્ધા હોય અને રામને મારા આદર્શ માનતો હોઊં એટલે મારા એકેએક શ્વાસને રામના ત્રાજવે તોલવામાં આવે!) આ લોકોની નિષ્ઠા પર શંકા એટલા માટે પણ જાય, કેમકે આજે ગાંધીજીના નામની દુહાઇ દેનારા અને એના નામે ચરી ખાનારા આ નપાવટ રાજકારણીઓની સરખામણીએ, ગાંધીવાદના માર્ગેથી ક્યારેક સમય અને પરિસ્થિતિવશ થોડો ઘણો ચલિત થઈ જનારો આ શ્વેતવસ્ત્રધારી, અનેકગણો ગાંધીવાદી છે અને ગાંધીની નજીક છે એ બાબતને એ લોકો જાણી જોઇને નજરઅંદાજ કરે છે! (અને હા પોતાને આજીવન અને હાડોહાડ ગાંધીવાદને સમર્પિત ગણાવનારા લોકોનાં કારસ્તાન જોવાં હોય તો રાજકોટમાં રાષ્ટ્રિયશાળા સંકુલમાં એક આંટો મારી લેવો!)
             એ વાત ચોક્કપણે સાચી છે કે ગાંધીજીની સરખામણીએ અન્ના હજારેમાં અનેક મર્યાદાઓ છે, સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે ગાંધીજીની મુત્સદીગીરીનો છાંટોયે અન્નામાં જોવા મળતો નથી એટલે વાંરવાર રાજકારણીઓએ રચેલા ચક્રવ્યૂહમાં ફસાતા રહે છે! અન્ના વારંવાર એ ભૂલી જાય છે કે એ હવે એક રાષ્ટ્રિય કક્ષાનું વ્યક્તિત્વ છે અને અમૂક પ્રકારના ઉચ્ચારણ ના કરવા જોઈએ એવો પ્રોટોકોલ પાળવાનું પણ ભૂલી જાય છે અને વિરોધીઓને મોકા આપતા રહે છે! ક્યારેક એકદમ આમ આદમી જેવા પ્રતિભાવ આપી બેસે છે, (યાદ કરો પવાર ફડાકા પ્રકરણ, ભૈ અન્નાજી તમને પણ આમ જનતાના ભેગા રાજી થવાનો હક્ક છે પણ તમારાથી આમ જાહેરમાં રાજીપો દેખાડાય નહી!) ક્યારેક ક્યારેક એવા રૂઢી પ્રયોગો વાપરી બેસે છે જે પહેલાંના જમાનામાં તો કોઈ પણ કટુતા વગર બહુજ સાહજિક રીતે જાહેરમાં બોલી શકાતા હતા પણ આજના જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણે એ્ને કલુષિત બનાવી દીધા છે.
             શાસકપક્ષ હોય કે વિરોધપક્ષ કોઈનેય અન્ના દીઠા ગમતા નથી એ કડવી વાસ્તવિકતા છે. ભાજપ ઉપર ઉપરથી અન્નાથી અને અન્નાની સાથે હોવાનો દેખાવ કરે છે એની પાછળના કારણો ખુદ અન્નાજી અને આ દેશની મોટાભાગની જનતા પણ સુપેરે સમજે છે. સત્તાદારી પક્ષના ભવાડાઓ અને અન્નાજીને મળેલા આ પ્રચંડ લોક સમર્થનને કારણે ભાજપને સત્તાના વનવાસની ઘોર અંધારી રાત્રીમાં અચાનક આશાનું એક કિરણ દેખાવા લાગ્યું છે અને ઈસપની વાર્તામાં આવતા ઊંટનો લબડતો હોઠ જોઈને “હમણાં પડ્યું કે પડશે...”ની રાહ જોઈને બેઠેલા શિયાળની જેમ મોઢામાંથી મધલાળ ટપકવા લાગી છે બાકી એને પણ ખબરજ છે કે આપણે દૂધે ધોયેલા તો નથી જ એટલે કોંગ્રેસનું પતે પછી કર્ણાટક, ગુજરાત કે ઉત્તરાખંડને લઈને આ અન્નો આપણી પાછળ પડવાનો છેજ. ભાજપા વાળા ગમે એટલી અભિનય કરવાની કોશીશ કરે ક્યાંક ને ક્યાંક ક્યારેક મુખ્તાર અબ્બાસ નકવી જેવાઓના નિવેદનોમાં અન્ના હજારે પ્રત્યેનો અણગમો અને નફરત બહાર આવી જ જાય છે (અલબત્ત, નકવીનું એ બયાન કે “સંસદમાં અન્ના હજારે કરતાં અનેક ગણા નિષ્ઠાવાન અને દેશને સમર્પિત લોકો બેઠા છે” એ સાંભળીને ઘોડિયામાં પોઢેલાં નવજાત શીશુઓના મોઢાં પણ મરકી ગયેલ એ અલગ વાત છે!) શિવસેના તો ખુલ્લેઆમ અન્નાને ગદ્દાફી સાથે સરખાવતાં બિલકુલ શરમ નથી અનુભવતી અને અન્નાના આંદોલનના કારણે જેને શિવસેના ના શાસન સમયે પ્રધાનપદું છોડી ઘરભેગા થઈ જવું પડ્યું એ જલગાંવના ધારાસભ્ય અને ભ્રષ્ટાચારી સુરેશ દાદા જૈન ને અન્ના હજારે જો તાલિબાન ગાંધી લાગતા હોય તો એ સ્વાભાવિક છે! લાલુ યાદવ કે પછી રામવિસાલ પાસવાન જેવાઓને અન્ના સામે શું વાંધો હોય એની સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર ખરી? ( આ બધાયે પણ પાછા ગાંધી અને ગાંધીવાદની દુહાઈ  દેવામાં બિલકુલ નથી શરમાતા!)
             મનિષ તિવારી, દિગ્વિજય અને પછી બેનીપ્રસાદ ને તો મનમોહન, સોનિયા કે પછી કપિલ અને બીજાઓ કોંગ્રેસીઓ કરતાં અનેક ગણા સારા કહેવા પડે કે જે છે એવા જાહેરમાં વરતાઈ આવે છે, જ્યારે બાકીના સંસદમાં અન્નાનું સમ્માન અને સેલ્યુટ કરતા હોવાનો દાવો કરીને પાછળથી સતત ચારિત્ર્ય હનન અને અન્નાનું કદ વેતરવાની કોશીશમાં લાગેલા રહે છે, એનો તાજોજ દાખલો, CNN IBN દ્વારા યોજાયેલ ઈન્ડિયન ઓફ ધ યર સમારંભનો છે, દર વર્ષના અંત ભાગમાં યોજાતા આ એવોર્ડ ફંકશનમાં જુદાં જુદાં ક્ષેત્રમાં પોતાની નોંધપાત્ર કામગીરી કે દેખાવ બદલ ’ઇન્ડિયન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવે છે એમાં સામાજીક ક્ષેત્રે કામગીરી માટે અન્ના સિવાય બીજું કોઇ નામ ૨૦૧૧માં હોવું શક્ય જ નથી! પણ કોંગ્રેસ જેનું નામ, અહીં પણ કોશીશ કરી લીધી અન્નાનું નામ હટાવવાની, રાજદીપ સરદેસાઇના જ શબ્દોમાં “ આજના આ સમારંભમાં જુદા જુદા ક્ષેત્રના અને પક્ષોના લોકો હાજર છે પણ કોંગ્રેસમાંથી કોઈજ નથી, અમે કોંગ્રેસને આમંત્રણ આપ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આ યાદીમાંથી અન્ના હજારેનું નામ કાઢી નાખો તો અમે આવીશું, પણ ચેનલે કહી દીધું કે તમે નહીં આવો તો ચાલશે પણ ચેનલ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં કોઈ ફેરફાર સ્વિકાર્ય નથી!”
             જયારે આખી દુનિયા લોહિયાળ ક્રાંતિમાં નહાઈ રહી હતી ત્યારે, બે જોડી લૂગડાંની સંપત્તિ સાથે એક મંદિરમાં આશરો લઈને રહેતા અને દેશની જનતા માટે પોતાની જીંદગી દાવ પર લગાડી દેનારા આ ફકીરના એક અવાજે રામલીલાથી લઈને રામેશ્વરમ સુધી કરોડો લોકો પોતાનો કામધંધો મૂકીને સડકો પર નીકળી આવ્યા છતાં ક્યાં કોઈના પર એક કાંકરી પણ ના ફેંકાઇ, એ, ગાંધીના અહિંસાના હથિયારની આવડી મોટી સફળતા, એ ગાંધીવાદના બની બેઠેલા ઠેકેદારો ઈરાદાપૂર્વક ભૂલી જાય છે!

ગંગાજળ:
ભ્રષ્ટાચાર હટાવવા માટે અને જનલોકપાલ લાવવા માટે અમે અમે તે ભોગ આપવા તૈયાર છીએ એની મોટામાં મોટી સાબિતી..
.
.
.
.
.
આ જૂઓ અમે ગુજરાતીઓ મેધા પાટકરને પણ અન્નાના મંચ પરથી રસપૂર્વક સાંભળીએ છીએ!

37 comments:

  1. તમારી વાત સાવ સાચી છે ....આ હરામખોર રાજકારણીઓ પાસે આ નિસ્વાર્થ અન્ના ટૂંકા પડશે ને પડી રહ્યા જ છે

    ReplyDelete
  2. ... મુકુલભાઈ .... કાર્બન ડાયોક્સાઈડની ગૂંગળામણ આના કરતા સારી ..... સાલું, મોટ આવી જાય એ પહેલા લાલ પીળી કરી દેવી છે .... શિક્ષિત અનુભવી કેમિકલ એન્જીનીયર આતંકવાદી બને તો ? ૯/૧૧ થાય. .... ફક્ત બાર પંદર દિમાગના ફરેલા જણ જ જોઈએ.

    ReplyDelete
    Replies
    1. wednesday........... in real life............ jay ho.....

      Delete
    2. ખરેખર લાલ પીળી કરવી હોય તો હુઁ તૈયાર છુઁ ગમે તે સમયે મને ફકત અહીઁ સુચના આપજો અથવા મળવા માટે બોલાવવા ૯૪૨૬૫૬૫૧૦૯ પર ફોન કરજો

      Delete
  3. મેઘા પાટકર જેવી કટ્ટર ગુજરાત વિરોધી તો કદાચ કોઈ સાચા ગુજરાતી પસંદ(સહન)ના જ કરે. પરંતુ ગુજરાતી સમજદાર છે જ્યાં દેશ હીત ની વાત હોય (એટલે ગુજરાત વિરોધી હરગીઝ નહિ)ત્યાં દરેક ગુજરાતી પોતાનું સમર્થન ચોક્કસ આપશે...

    ReplyDelete
  4. આ બધા નાટકો જોઈને જે મગજ માં ગૂંગળામણ થતી હતી અને મોઢામાં કચરો જમા થતો હતો એજ જાને અહી ઠુંકાઈ ગયેલું લાગ્યું અને મગજ હળવું થયું

    ReplyDelete
  5. Very Good writeup..Only revolution can change this and for that we need real educated forward thinking people to lead this revolution.

    ReplyDelete
  6. whenever u try to compare some one..its a exrcise in futile. because no two persons can be equal in all respect. THE ANNA.. EMBODIES A PERSON WHO CAN TAKE ON A POLITICIAN WITHOUT BEING A POLITICIAN. BUT OF LATE HE HAS DEVELOPED SOME POLITICAL TRAITS. THATS THE PROBLEM. IT IS ALMOST AGREED THAT NO LOKPAL CAN FREE US FROM CORRUPTION, BECAUSE LOKPAL IS A CORRECTIVE TOOL RATHER THAN A PROTECTIVE TOOL.
    CORRUPTION IS NOT A PROBLEM, OUR TOLERENCE FOR IT IS A PROBLEM.
    THE MOST RECENT CASE IS THAT OF RAJA BHAIYA.IF PEOPLE ELECTS, WHAT CAN ANNA DO?

    NOW ABOUT ANNA AND HIS TEAM. THEY SPEAKS VOLUMES ABOUT CONGRESS. WHAT ABOUT RAJA BHAIYYA ? HAD YOU LISTNED ANY THING ABOUT HIM FROM TEAM ANNA ? OR FOR THAT MATTER YEDDURAPPA ?
    THE ILLEGAL MINING REPORT OF KARNATAKA LOKAYUKTA, INDICTING "YEDDY " HAS BEEN STRUCK DOWN BY HIGH COURT. WHO TO BLAME.. MR .HEGDE ? WHO IS A EX CJI?
    HOW MUCH TIME TEAM ANNA SPOKE ABOUT SHIVRAJ SINGH CHOUHAN OR MAYAWATI ?
    SO ON AND SO FORTH.
    THIS RAISES DOUBT.. BY ANY STANDARD THE CHARACTER OF ARVIND KEJRIWAL AND KIRAN BEDI IS NOT UP TO THE MARK !!! SO IF YOU TOLERATE A SMALL WRONGDOING THAN ITS POSSIBLE ,YOU WILL TOLERATE A BIGGER ONE, IF SUFFICIENT PRESSURE IS THERE.

    ReplyDelete
  7. બહોત રોએ વો મેરે 'ઝખમો' કો દેખ દેખ કર પર 'ઝખમો' પે મરહમ લગાના ઉન્હે પસંદ નહીં...
    વિરલોક્તિ!

    ReplyDelete
  8. સમગ્ર ભારત માં કેટલાય RTI activist ના ખૂન થઇ ચુક્યા છે ... અને સરકાર ને તેની કોઈ દરકાર નથી...
    ગઈ કાલે એક સ્વામી નીગાનંદ ગંગા નદી ની સ્વચ્છતા કાજે "ઉપવાસ" નો સત્યાગ્રહ કર્યો અને મ્રત્યુ પામ્યા ... નેતાઓ એ પોતાની નીચતા અને ગંગા ની મલિનતા ઉદ્યોગપતિઓ સાથે હાથ મિલાવી ને ચાલુ રાખી...
    ત્યારપછી બાબારમ્દેવ એક અહિંસક સત્યાગ્રહ માં "અડધી રાત્રે" ટીપાયા અને તેમના એક અનુયાયી નું મ્રત્યુ પણ થયું ... ચિદમ્બરમ જવાબદાર હોવા છતાં કઈ ના થયું , દિલ્લી પોલીસ ઉપર જવાદારી સોંપાઈ.... વિપક્ષે "તાબોટા" પડયા...
    છેલ્લે અન્ના ના મંચ ઉપરથી બધા વિપક્ષો એ પોતાના ચુંટણી લક્ષી ભાષાનો આપ્યા.... અને અત્યારે અન્ના ની વિરુદ્ધ માં સંસદ માં ભાષાનો કરતા બેઠા છે ...
    ભારત ની પ્રજા ખરેખર તો માનસિક -અપંગ છે કે પછી સ્વકેન્દ્રીય-ધ્યય છે... ૧૨૯ કરોડ માંથી ફક્ત પાંચ હજાર માં જોર દેખાય છે બાકી બધાય "અપંગ"?
    -------- પાનસિંગ તોમર ની હવે ગલીએ-ગલીએ જરૂર છે......

    ReplyDelete
  9. સાચી વાત છે સર,પરિસ્થિતિઓ અને સંજોગોને અવગણી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સામ્યતા શોધવાનો આ રોગ તો પુરાણો છે જ,પાછો જલ્દી મટે તેવો પણ નથી,પણ આપણે પેલા સંત કરતા મોટી ભૂલ એ કરી,કે દૂધની રક્ષા કરવાની જવાબદારી પણ બિલાડીને સોંપી દીધી, હવે એ બિલાડીને કોઈ અન્ના જેવો માણસ કહેવા જાય, તો બિલાડી તરત જવાબ આપે "મને તો સંતે જવાબદારી સોંપી છે" સંત પાછા ૫-૫ વર્ષના લાંબા ગાળા માટે ધ્યાનમાં બેસી જાય, હવે સંત એના ધ્યાનમાંથી જાગે તો આગળ વાત થાયને, ત્યાં સુધી એના ભક્તો અને ચેલકાઓએ સંતના સબ્દો નું અપમાન એમ કહીને અન્નાની ખીલ્લી ઉડાવી ને મજા કરવાની

    ReplyDelete
  10. aa congresh kutrane puchdi che ane te annajee ne kyare teko nahi kare jo annajee aavejai toa aa loko na harmi oa na haram hakado na riswat na rotala bandh thai jai pan aapdi public pan nathi jagati kombhad aave ke bhave vadharo aave 2 divase bandh rakhse thoda diwase carcha karce pache pachu bhuli jase bhagado aa hadkaya congresh rupi kutra o ne itali na hadkwo aaya india ma na lagu pade te jojo

    ReplyDelete
  11. aa congresh kutrane puchdi che ane te annajee ne kyare teko nahi kare jo annajee aavejai toa aa loko na harmi oa na haram hakado na riswat na rotala bandh thai jai pan aapdi public pan nathi jagati kombhad aave ke bhave vadharo aave 2 divase bandh rakhse thoda diwase carcha karce pache pachu bhuli jase bhagado aa hadkaya congresh rupi kutra o ne itali na hadkwo aaya india ma na lagu pade te jojo

    ReplyDelete
  12. નેતાઓનું તો એવું છે ને કે અન્ના જીવે કે ઉપવાસ કરી ને મરે.... મારે શું ? પણ એ મર્યા પછી જો ચુંટણી વહેલી આવે તો ..... મારુ શું ?

    ReplyDelete
  13. આપણે બધાં જ, હું કે તમે , અંગત જીવનમાં ગમે તેટ્લાં ભ્રષ્ટ હોઇશું, પરંતુ આવનારી પેઢી માટે, આપણાં બાળકો માટે, આપણે અન્ના ની ચળવળ ને સપોર્ટ ના કરી શકીએ તો કંઇ નહીં, પરંતુ વિરોધ તો ના જ કરીએ.તમે કદાચ અન્ના કે અન્નાના આંદોલન વિષે ઘસાતું બોલશો પરંતુ એક્વાર તમારા અંતરાત્મા ને તો પૂછો કે અન્ના સાચા છે કે ખોટા ? તમે જે કોઇ પણ પક્ષ માં માનો છો એના કારસ્તાનોથી તમે સારી પેઠે વાકેફ છો જ, તેમ છતાં તમે કયા મોંઢે અન્ના નો વિરોધ કરશો ?

    તમે 80 % ડિસ્કાઉંટ સેલ ના બોર્ડની જાહેરાત જોઇ ને કપડા ખરીદવા દોડી જાઓ છો. કપડાં પસંદ કરી ને ભાવ પૂછો તો દુકાનદાર ફક્ત 20% ડિસ્કાઉંટની ઓફર કરશે. 80% ડિસ્કાઉંટ વાળા કપડા ની ક્વોલિટી એવી હશે કે તમે મફતમાં આપો તો પણ લેવા તૈયાર નહી થાઓ. દુકાનદાર જોડે જીભાજોડી કરશો તો દુકાનદાર 80% ની આગળ ખુબ ઝીણા અક્ષરે up to 80% એવું વંચાવશે જેનો આપણી પાસે કોઇ જવાબ નહી હોય. આપણ ને આપણા ધારા સભ્યો કે સંસદ સભ્યો ચુંટ્ણી સમયે જે વાયદા ઓ કરે છે તે 80% સેલ ની જાહેરાત જેવા જ હોય છે. ચુંટાયા બાદ 10 કે 15% વાયદા ઓ નેતાઓ પુરા કરશે તો એ નેતા પણ આપણ ને up to 80% વાયદો ઓ પુરા કર્યા તો છે એવું જ કહે છે ને ! આપણે છેતરાયાની લાગણી મહેસુસ કરીએ જ છીએ છતાં પણ વારંવાર છેતરાયા જ કરીએ છે ને !

    નેતાઓનું તો એવું છે ને કે અન્ના જીવે કે ઉપવાસ કરી ને મરે.... મારે શું ? પણ એ મર્યા પછી જો ચુંટણી વહેલી આવે તો ..... મારુ શું ?

    દેશને તમે અંદરથી તોડી
    બહારથી સાંધો નહીં,
    તમતમારે જલસા કરો
    , અમને વાંધો નહી
    પરંતુ એક જ વાત કહેવાની
    તમને નેતાઓ,
    આમ અન્નાના નામે
    ખીચડી તમે રાંધો નહીં.


    આમ આદમી ગરીબ હશે
    પણ ગાંડો નહીં,
    બે ટંક ભુખ્યો રહે,
    કોને પડી,વાંધો નહીં
    સોના નો તો સવાલ જ નહી,
    ને કાંદો ય નસીબ નહીં,
    આ ગરીબની હાય લાગે એટલું
    ગાંઠે તમે બાંધો નહીં.

    સ્વીસ બેંકમાં એકાઉંટ તમારા ને
    આમ મોંઘવારી વિરુધ્ધ
    જુલુસ તમે કાઢો નહીં,
    ચુંટણી ટાણે વાયદાઓ કરી
    હવે તમે ફરી ગયા,
    ”વોટ” આપવાના પૈસા લીધા’તા પ્રજાએ,
    ચાલો વાંધો નહીં
    એ તો તમારા ઘડિયા લગ્ન હતાં
    તમારા જનતા સાથે,
    પણ આટલું જલ્દી પરણ્યાં પછી
    તમે સાવ આમ “રાંડો” નહીં.


    “અશ્વિન ચૌધરી” 27/08/2011

    ReplyDelete
  14. hathi hcale bazar kutte bauke hazar....

    Bhavya

    ReplyDelete
  15. સાહેબ તમે સારા લેખક ,વિચારક, ફોટોગ્રાફર છો

    ReplyDelete
  16. અન્નાની જીદ એ આમઆદમીની જીદ છે અને તેમને મળેલા પ્રચંડ લોક સમર્થનથી એ વાત સાબિત થઇ ચુકી છે ત્યારે સત્તાધીશોની આડોડાઈ જનતાની આંખમાં ના ખુંચે તો જ નવાઇ....! આ આડોડાઈ સરકારને ભારે પડી જશે....ભાજપ પણ દુધે ધોયેલો નથી,એ વાત પણ સાવ સાચી છે..અન્નાની શક્તિ પણ ગાંધીજીની જેમ જ માર્યાદિત છે.ઘરમાં બેઠા બેઠા અન્નાના આંદોલનનું વિશ્લેષણ કરવાની ફેશન શરુ થઇ છે,સાહેબ....

    ReplyDelete
  17. वार्ता और वास्तविकता में काफी फर्क होता है, कुछ लोंग "राम" की नही सुनतें क्यूंकि वे मोहन के है, मोहनदास के नहीं... "रामलीला" मैदान पर धटित वास्वतिक धटनाओ पर बात करू तो कुछ लोगों ने मोहन के दास को काफी सालों पहलें ही मार डाला क्योंकि वे देश भक्त थे, अब वे गाँधी को मरनेके मजबूर कर रहे है..

    ReplyDelete
  18. બિલાડી ના સંપ્રદાય ના દાખલા થી થયેલ શરુઆતે જ "હાફ બેટ્લ વન" વાળી ઉક્તિ ને સાચી ઠેરવી.કોઇ ને પણ કોઇની પણ સાથે સરખાવવા ની આપણી રુગ્ણ માનસિકતા આ મા મોટો ભાગ ભજવે છે, એટ્લેજ ગાંધીજી સાથે ની સરખામણી ઉચિત નથી, અરે,ગાંધીજી, ખુદ નુ વ્યક્તિત્વ પણ જેટ્લુ સ્પષ્ટ હતુ તેટ્લુંજ સંકુલ હતુ કે ક્યારેક એક ગાંધી બીજા ગાંધી થી અલગ દેખાય.અહી તો મુળભુત તફાવતો તમે દર્શાવ્યા જ છે,વળી અન્ના ની પણ એવી કોઇ મહેચ્છા નથી. (જર્મની ના બિસ્માર્ક અને સરદારશ્રી નિ કાર્ય પ્રણાલી મા ફરક હોવાછતાં,માત્ર બિસ્માર્ક પહેલાં થઈ ગયો એટ્લે સરદારશ્રી ને એમની સાથે સરખાવીએ છીએ ) આવી સરખામણી પણ એક પ્રકાર ની વ્યક્તિપુજાનો જ એક પ્રકાર છે,એના કરતાં તેમના ધેયો તરફ તમે ધ્યાન દોર્યુ છે. અંત મા દુશ્યંત કુમારે કહ્યુછે તે મુજબ તેઓ જ એક રોશનદાન છે ! તેઓ તો સફળ જ છે આપણે અગ્નિપરિક્ષા પસાર કરી કે કેમ તે જોવા નુ છે...!

    ReplyDelete
  19. જાડી વારાહી ચામડીના નીંભર રાજકારણીઓ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા રાખવી નકામી અને ભૂલભરેલી છે. વિચારો સાથે સંમત....પરંતુ ઇતિહાસ ને સમજીએ તો ગાંધીજી ને સદેહે ચુથવામાં કોઈએ બાકી રાખ્યું નથી..અને હજુ પણ એજ પરિસ્થિતિ અચલ છે ( અમુક અપવાદ ને બાદ કરતા ). શું ગાંધીજી એટલા ભોળા હતા કે તેમને કઈ ખબર પડતી નહતી ? એજ સ્થિતિ શું અન્નાની નથી ??? ભગવાન કરે ના હોય...

    ReplyDelete
  20. આ રાજદીપ સરદેસાઈ પણ દુધે ધોયેલ પાર્ટી નથી, માંડ માંડ એને એક લોકપ્રિય અને ક્વોલીટી કન્ટેન્ટ વાળી ચેનલ બનાવી છે, હવે આ બે બદામ ના કોંગ્રેસીઓ સામે જુકી જાય તો એને ચેનલ ની લોકપ્રિયતા માંથી હાથ ધોવો પડે. બાકી મારે જે કહેવું હતું એ કહેવાઈ ગયું છે. એટલે વધારે રીપીટેશન નથી કરતો, જોરદાર પોસ્ટ.

    ReplyDelete
  21. મુકુલભાઈ, "અન્ના તો સર સે પાંવ તક ભ્રષ્ટાચાર સે લિપ્ત હૈ !" એ ખબર નથી? જો કે અલગ વાત છે કે આવી વાત કહેવા વાળાને ચોક્કસ જગ્યાએ લાત લાગી અને એની એવી વાટ લાગી ગઈ કે માફા-માફી કરવા આવી જવું પડ્યું.

    ReplyDelete
  22. 'અન્ના'નુ ખૂબ તટસ્થ મૂલ્યાંકન ! જ્યારે કોઈ વ્યક્તિને કોઈ મોટી હસ્તી સાથે સરખાવવામાં આવે છે ત્યારે સ્વાભાવિકપણે જ સામાન્ય જનગણની અપેક્ષાઓ તે વ્યક્તિ પાસેથી ખૂબ વધી જાય છે અને ક્યારેક નિરાશા સાંપડવાની સંભાવના પણ રહે છે. વિશેષમાં, પોતાને સર્વોપરી માની બેઠેલા લોકપ્રતિનિધિઓ એ ભૂલી જાય છે કે વાસ્તવમાં 'સર્વોપરી' તો જેમણે તેઓને ચૂંટીને ત્યાં બેસાડ્યા છે તે લોકો છે અને ઈતિહાસ આ બાબતનો સાક્ષી છે. 'અન્નાટીમ'ની ટીકા કરતા જે તે પક્ષના નેતાઓ તેમ કરીને પોતે જેવા છે તેવા દેખાઈ રહ્યા છે અને પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે.કેમ કે હાલ લોકો બહુ જાગૃત છે. ભ્રષ્ટાચાર સામેના જંગમા યુવાવર્ગ, વિદ્યાર્થીવર્ગ તેમ જ આમજનતાનો સાથ અવશ્ય મળશે જ.અને છેલ્લે ચુંટણી સમયે તો તેનો પડઘો ચોક્કસ પડે જ છે.
    ધન્યવાદ- મુકુલભાઈ, 'જય શ્રી કૃષ્ણ' !

    ReplyDelete
  23. અન્ના'નુ બહુ ઝીણવટભરી રીતે અને તટસ્થ મૂલ્યાંકન.

    કોઈ પણ વ્યક્તિના સમાજ ઉપયોગી કાર્યને મુલવવા તેને તેના પુરોગામી સાથે સરખામણી કરવી તે નરી મૂર્ખતા નું પ્રદર્શન છે અને આપણા તમામ રાજકારણીઓ નફફટાઈ ને મૂર્ખતા ના મહોરા નીચે છુપાવી ભોળી જનતા ને ગેરમાર્ગે દોરવામાં માહેર છે તે સર્વ વિદિત હકીકત છે.


    સરખામણી કરવાનો સવાલ ક્યારે આવે જયારે કોઈ પસંદગીનો સવાલ આવે. સમાંજ ઉપયોગી કાર્ય માં પસંગીનો સવાલ પણ આ નફ્ફટ અને નાક વગર ના રાજકારણીઓ જ ઉઠાવે છે બાકી સમાજ અને વિશાલ જનસમુદાય તો કોઈ પણ સમાજ ઉપયોગી કાર્ય ને આવકારે જ છે. તેમની પાસે તો એક જ માપિયું રહેલું છે અને તે છે કે આ કાર્ય કરનાર વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થવશ આ કરી રહી છે કે નહિ.

    બસ આ જ માપદંડ સમાજ ઉપયોગી કાર્ય ની મુલવણી માટે રાખી શકાય બાકી સાંપ્રત સમય માં આતંકવાદીઓ નો પક્ષ લેનારા પણ સંસદ ભવન/વિધાન પરિષદ / કે સ્થાનિક સ્વરાજ સંસ્થા માં લોકોના પ્રતિનિધિ બની ને બેઠેલા છે અને કોઈ આતંકવાદી નો ખાત્મો કરનાર માથે માછલા ધોવા વાળા પણ ત્યાં જ બેઠા છે. અને આ બધા થી પર અન્નાજી એ કડી કોઈ આવા તત્વોની ભાટાઈ નથી કરી તે તેમનું સૌથી મોટું જમા પાસુ ગણવું રહ્યું.
    અસ્તુ,
    દાદા ખરેખર સુંદર છણાવટ આપવા બદલ ખુબ આભાર

    ReplyDelete
  24. યોગ્ય સમયે અન્નાને યોગ્ય સંદેશ. તેમના સુધી આ સંદેશ પહોચે તેવી આશા રાખીએ. ગાંધીજી જેવી નમ્રતા સિવાય સફળતા મળવી સંભવિત નથી.
    કેશવ

    ReplyDelete
  25. અન્નાનાં આંદોલનની મઝાની વાત એ છે મુકુલ ભાઈ કે બહુ બધાં લોકો ઉઘાડા પડી રહ્યા છે...
    આભાર ...

    ReplyDelete
  26. જે બિલાડી રાખે એને જ સાચા સંત સમજવાનું જ્યારથી ચાલુ થયું....

    સાલી બિલાડીઓના યે ભાવ વધી ગયા !

    ReplyDelete
  27. મુકુલભાઈ, તમને સમઝ હું પાડે હેં ! નીકળી પડ્યા છો અન્ના વિષે લખવા.
    પહેલા બુદ્ધીસાડી લોકો સાથે ઉઠ-બેસ કરો, એમની પાસેથી શીખો કે કોનો વિરોધ કરવો અને કોને સપોર્ટ કરવો.
    -
    -
    -

    ReplyDelete
    Replies
    1. ચઁપકલાલ !! સલાહ આપતા પહેલા નામ તો સાચુઁ લખવાની હિઁમત બતાવ ભાઈ...................

      Delete
    2. અમિતભાઇ, આપની કોમેન્ટ બદલ આભાર, પણ મને કહેવા દો કે Envy શું કહેવા માગે છે એ આપ સમજ્યા નથી. એમણે મને ઉદ્દેશીને લખ્યું છે પણ એમના નિશાન ક્યાં ક્યાં છે અને આવું લખવા પાછળનો ઉદ્દેશ્ય શું છે એ હું સારી રીતે સમજી શક્યો છું કારણકે હું એમનાથી પરિચીત છું આપ નથી સમજી શક્યા કારણ કે આપ એમને જાણતા નથી. પણ આપણે હું ખાત્રી આપું છું છે એમની આ કોમેન્ટ પોઝીટીવ છે નેગેટીવ નથી, આપના પ્રતિભાવ બદલ ફરી એકવાર આભાર!

      Delete
  28. Khub sundar rite tame loko na vicharo vyakt karya che.. je kaam talvaar na kare e kalam kare e pan sachi vaat che.. adbhut composition che tamaru.. parantu Gandhi yug ma pan lkhatu tu ane kranti aavti hati... to su e aaje pan shakya che??? su aajna akhe aakhi sadi badali gai che to su pachu kalam talvaar ne pachadse??? tamaru su manvu che??
    Jay Bhole
    Niyant Ramesh Bhatt

    ReplyDelete
  29. સરસ સાહેબ આ ગમ્યુ "એ વાત ચોક્કપણે સાચી છે કે ગાંધીજીની સરખામણીએ અન્ના હજારેમાં અનેક મર્યાદાઓ છે, સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે ગાંધીજીની મુત્સદીગીરીનો છાંટોયે અન્નામાં જોવા મળતો નથી એટલે વાંરવાર રાજકારણીઓએ રચેલા ચક્રવ્યૂહમાં ફસાતા રહે છે!"

    અને આ

    "જયારે આખી દુનિયા લોહિયાળ ક્રાંતિમાં નહાઈ રહી હતી ત્યારે, બે જોડી લૂગડાંની સંપત્તિ સાથે એક મંદિરમાં આશરો લઈને રહેતા અને દેશની જનતા માટે પોતાની જીંદગી દાવ પર લગાડી દેનારા આ ફકીરના એક અવાજે રામલીલાથી લઈને રામેશ્વરમ સુધી કરોડો લોકો પોતાનો કામધંધો મૂકીને સડકો પર નીકળી આવ્યા છતાં ક્યાં કોઈના પર એક કાંકરી પણ ના ફેંકાઇ, એ, ગાંધીના અહિંસાના હથિયારની આવડી મોટી સફળતા, એ ગાંધીવાદના બની બેઠેલા ઠેકેદારો ઈરાદાપૂર્વક ભૂલી જાય છે!"

    અન્નાની પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદ છે. હું રામકૃષ્ણ મિશનમાં ગયો હતો ત્યારે મને ત્યાના એક મહારાજે અન્નાજીનો વિડીઓ બતાવ્યો હતો.
    હું અન્નાનો વિરોધી નથી પણ રજનિશજીનું મને એક વાક્ય યાદ આવે છે.

    "સમય જતા ભારતને રાજકીય પરિસ્થિતિ એવી બગડશે કે જો ઘરે ઘરે ગાંધી પેદા થશે તો પણ કાંઈ સુધારો નહિ આવે,આશા રાખું કે મારી આ વાત ખોટી પડે પણ મને ડર છે કે હું સાચો પડીશ."

    ReplyDelete
  30. A thought provoking article !
    --Krishnakant Vyas

    ReplyDelete