Wednesday, May 30, 2012

IPL: ઈડિયટ પીપલ્સ લીગ!


ગળથૂથી:
કાર્લ માર્ક્સે સાચું  કહ્યું છેધર્મ  અફીણ છેઅને ભારતમાં ક્રિકેટ  ધર્મ છે, 
એટલે પ્રજાને  અફીણના નશામાં ડૂબેલી રાખો એટલે મોંઘવારીગરીબીબેકારીભ્રષ્ટાચાર
 બધું ભૂલી જાય!

નવા  ’અગ્નિપથમાં એક દ્રશ્ય છે જેમાં ઋષી કપૂર હીરોની બહેનને ઘસડતો એક ચૌરાહા પર આવેલા ઊંચા ઓટલા પર લઈ જાય છે અને પછી એની બોલી લગાવવા માટે હાજર લોકોને, પોતાની પાસેનામાલની ગુણવત્તાનું વર્ણન કરતાં કરતાં ઉકસાવે છે, સામે ટોળામાં ઊભેલા લંપટો પોતપોતાની શક્તિ મુજબ બોલી લગાવે છે, દરમ્યાન, છોકરી રડતી-કકળતી, ધમપછાડા કરતી, રાક્ષસના હાથમાંથી છૂટવા માટે હવાતિયાં મારતી હોય છે. મધ્યયુગમાં અમૂક દેશોમાં દ્રશ્ય બહુ સામાન્ય હતું અને આજે પણ જ્યાં સ્રીઓનો દરજ્જો એક વસ્તુ જેટલો છે એવા હજુ મધ્યયુગમાં જીવતા કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. એજ રીતે, જ્યારે અમેરિકા અને બીજા અમૂક દેશોમાં ગુલામીની પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે ત્યાં પણ ગુલામોની આજ રીતે હરરાજી કરવામાં આવતી અને નિર્જીવ વસ્તુની માફક વેચાયેલા માણસે, જેણે પોતાની સૌથી ઊંચી કિંમત ચૂકવી હોય એની સાથે જવાનું રહેતું. બન્ને પ્રકારની ઘટનાઓમાં એક વાત કોમન હતી, જે વેચાતા હતા મજબૂર હતા પણ એમને સ્વમાન હતું. રીતે સામાનની જેમ વેચાવું અપમાનજનક લાગતું હતું, એટલે ભલે વિરોધ કરવાની ક્ષમતા કે સ્થિતિ ના હોય પણ ચહેરા પર તો લાચારી ને ગ્લાનિ છવાયેલી રહેતી.

                છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં આવાં દ્રશ્યો દર વર્ષે નિયમિત રીતે જોવા મળે છે, બસ વાતાવરણ થોડું અલગ હોય છે, આલીશાન પાંચસિતારા કે સાતસિતારા હોટેલમાં ખરીદ વેચાણનું આયોજન થાય છે, ખરીદારો ફેશનપરેડમાં ભાગ લેવા આવ્યા હોય રીતે સજીધજીને આવે છે અને હાઈ પ્રોફાઇલ ગુલામોની બોલી લાગવાની શરૂઆત થાય છે! જે ગુલામો ઊંચા ભાવે વેચાય છે રાજી થાય છે, બીજા પોતાનો સારો ભાવ કોઈ બોલે એની રાહ જુએ છે, જેના ખરીદારો નથી મળતા અને એના ચાહકો પણ દુ:ખી થઈ જાય છે! હા, આઈપીએલ છે બોસ...જ્યાં ક્રિકેટની આડમાં ઘણા ખેલ ખેલાય છે!

                મને ચોક્કસપણે ખાતરી છે કે લેખનું શિર્ષક વાંચીને ઘણા બધા ક્રિકેટ ચાહકોના ભવાં ચડી જવાનાં છે, છતાં જોખમનો ખ્યાલ રાખી, સમજી વિચારી, જાણીજોઈને શિર્ષક રાખ્યું છે, કારણ કે શિર્ષક રાખવા પાછળ કોઈ એક-બે નહીં પણ ઘણાં પ્રેરકબળ છે! એને સમજવા માટે થોડાં વરસ પાછળ જવું પડશે, આશરે સાડત્રીસ વરસ જ્યારે ૧૯૭૭માં ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સર્વેસર્વા ગણાતા ચેનલ નાઇન ના માલિક કેરી પેકરે સૌ પ્રથમ જેન્ટલમેન્સ ગેમ ગણાતી રમતના પાયામાં પૈસાનો લૂણો લગાડ્યો! વાત જાણે એમ બની કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ૧૯૭૬માં ઑસ્ટ્રેલિયા દ્વારા રમાનારી ટેસ્ટ સિરીઝના સુવાંગ હક્કો આપવાની માગણી નકારી કાઢી તો વિફરેલા કેરી પેકરે પોતાના પૈસાની તાકાતના જોરે વિશ્વ ક્રિકેટના દિગ્ગજો ગણાય એવા કેટલાક ક્રિકેટરો જેમકે ક્લાઇવ લોઈડ(વેસ્ટ ઈન્ડીઝ), ઈમરાનખાન(પાકિસ્તાન), ચેપલ બંધુઓ(ઑસ્ટ્રેલિયા) જેવાની સાથે મોટી રકમના કરારથી, પોતાની સાથે રમવા સમજાવી પોતાની ક્રિકેટ સિરીઝ શરૂ કરી વિશ્વ ક્રિકેટમાં હાહાકાર મચાવી દીધો. ક્રિકેટ રમતા દેશોએ કેરી પેકર સાથે જોડાયેલા ક્રિકેટરોને અસ્પૃશ્ય જાહેર કરી ને પેકરની સિરીઝને ઉતારી પાડતું નામ આપ્યુંકેરી પેકરનું ક્રિકેટ સર્કસ’ (મોહિન્દર અમરનાથે સિલેક્ટરો માટે વાપરેલ શબ્દબંચ ઓફ જોકર્સને સર્કસ સાથે કોઇ સંબંધ નથી, એની લાગતાવળગતાએ નોંધ લેવી!)  છેવટે બે વર્ષમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું ને કેરી પેકરે પોતાનું સર્કસ સંકેલી લીધું પણ જેમ જમ ઘર ભાળી જાય એમ ક્રિકેટમાં ધીમે ધીમે પૈસાએ પોતાની તાકાત પ્રસારવાની શરૂઆત કરી દીધી. અહીં એક વાતની  નોંધ લેવી જરૂરી છે કે કેરી પેકરના ક્રિકેટને સર્કસ કહી ઉતારી પાડનારા લોકોએ, પેકરે ક્રિકેટમાં શરૂ કરેલી કેટલીક નવી પ્રથાઓ જેમકે, રંગીન કપડાં, સફેદ બોલ, રાત્રી ક્રિકેટ વગેરે અપનાવી લીધી!

                એકવીસમી સદીના પહેલા દશકાની શરૂઆતના વર્ષોમાં ભારતીય ક્રિકેટ જગતમાં કેરી પેકર વાળા પ્રકરણના પુનરાવર્તનની શરૂઆત થઈ, એજ રીતે, અહીં પણ કહાનીમાં એક મીડિયા મહારથી, એક ક્રિકેટ બોર્ડ અને રીતે પ્રસારણના હક્કને લઈને વિવાદ! બસ, ચેનલ નાઇનના કેરી પેકરની જગ્યાએ અહીં નામ હતું ઝી ટેલીફિલ્મસના સુભાષચંદ્રાનું અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ. સુભાષ ચંદ્રાની સાથે જોડાયા કપિલદેવ અને સંદીપ પાટીલ જેવા નિવૃત મહારથીઓ અને અને ૨૦૦૭ માં  Zee Entertainment Enterprises ના નેજા હેઠળ ICL (ઈન્ડિયન ક્રિકેટ લીગ)ની શરૂઆત થઈ. અલબત્ત, સુભાષ ચંદ્રાની આઈસીએલની પિપૂડી બહુ વાગી નહીં પણ એમાંથી ભારતીય ક્રિકેટ બોર્ડને સોનાના ઈંડા આપતી એક મૂર્ગીનો આઇડિયા મળી ગયો જે છે આજની IPL !

                તો હે સુજ્ઞજનો, સુણજો હવે અથ: શ્રી આઇપીએલ કથા! કથામાં ડ્રામા છે, સસ્પેન્સ છે, સેક્સ છે, રોમાન્સ છે, ગ્લેમર છે, એક્સન છે, ગેમ્બલ છે, હીરો છે, હીરોઈન છે, વિલન છે અને સાથે થોડું ક્રિકેટ પણ છે! ૨૦૦૮થી ચાલુ ક્રિકેટના નામે શરૂ થયેલા તમાશાએ હીરોને વિલન બનાવી દીધા છે અને વિલનને હીરો તો અમુક ગંગુ તેલીને રાજા ભોજ બનાવી દીધા છે, એનું સૌથી મોટું ઉદાહરણ શરૂઆતના ત્રણ વર્ષ IPL ના કમિશ્નરની ખુરસી સંભાળનાર લલિત મોદી છે. રાજસ્થાનના ઉદ્યોગપતિ અને રાજકારણી ના દીકરા લલિત મોદીએ IPLકમિશ્નરની ખુરશી સંભાળી પહેલાં એના ખાતે શ્રીપુરાંત સિલક ના નામે કેટલાક નિષ્ફળ પ્રોજેક્ટ સિવાય કશું નહોતું, ને ત્રણ વર્ષ પછી એની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ, એક લકઝરી યૉટ, મર્સીડીઝ એસ ક્લાસ કારનો કાફલો(એક કારની કિંમત-આશરે એક કરોડ) અને કેટલીક બી.એમ.ડબ્લ્યૂ તથા દેશ અને વિદેશમાં બીજી ઘણી ચલ અને અચલ સંપત્તિ. તમે શું માનો છો, IPLકમિશ્નર તરીકે જે પગાર મળ્યો હશે એમાંથી ત્રણ વર્ષમાં આટલું બધું ભેગું કર્યું હોઈ શકે? કે પછી IPLના કમિશ્નરની ખુરશી ભારતના કોઈ પ્રધાનની ખુરશી છે જ્યાં બેસીને આરામથી કોભાંડ કરી આટલા રૂપિયા બનાવી શકાય? જો ઉપરોક્ત બન્ને સવાલના તમારા જવાબ ના માં હોય તો પછી રૂપિયા છાપવાનો એક ઑપ્શન વધે છે જેના માટે આજે ક્રિકેટ વારંવાર બદનામ થઈ રહ્યું છે અને IPL નું ગતકડું ખાસ જેના માટે ચાલુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે . કોઈ સ્પષ્ટતાની જરૂર છે ખરી? કહેવાય છે કે IPLની ત્રણ ટીમો, RR, KKR અને K11Pમાં પરોક્ષ રીતે લલિત મોદીનો હિસ્સો હતો જેના સહારે બધા ખેલ ખેલી લીધા. જે વહેલું ઊગે વહેલું આથમે કુદરતનો નિયમ અહીં પણ લાગુ પડ્યો, સફળતાના મદમાં ચૂર લલિત મોદીએ ૨૦૦૮માં ભારતની સામાન્ય ચૂંટણીને કારણે IPLની તારીખોમાં આઘાપાછું કરવાની સરકારની વિનંતી પણ ઠુકરાવી દીધી અને અહીં પરવાનગી મળી તો .આફ્રિકામાં જઈને આયોજન કર્યું. બસ અહીંથી સરકારે લલિત મોદી પર નજર રાખવાની શરૂઆત કરી અને મોકો મળ્યો એટલે ઘડોલાડવો કરી નાખ્યો! પરંતુ પહેલાં મોદી સાથેના એક વિવાદમાં કેન્દ્રના એક પ્રધાન શશી થરૂરનો પણ ભોગ લેવાઈ ચૂક્યો હતો.

                શરૂઆતથી, પહેલી સીઝનથીજ IPL સટ્ટાખોરી અંગે તો શંકાના દાયરામાં રહ્યું જે છે પણ બીજાં પણ ઘણા કારણો છે જેના કારણે મીડિયા એને, ’નંગોકા સબસે બડા હમામ’, ’ ગ્રેટ ઈન્ડિયન કેસિનો’, ’ઈન્ડિયન પાપ લીગકે પછીઈન્ડિયન પોર્ન લીગ જેવા વિશેષણોથી નવાજતું રહ્યું છે. તો ક્યાં છે કારણો જેના લીધે IPL હમેશા વિવાદાસ્પદ બની રહ્યું છે? બધીજ બાબતો ઊંડાણથી તપાસવામાં આવે તો કોઈ વ્યક્તિ આસાનીથી પી.એચ.ડી કરી શકે એટલી સામગ્રી અહીં ઉપલબ્ધ છે, પણ આપણે એટલું બધું તલસ્પર્શી રીતે નહીં જોતાં એક ઉપરછલ્લી નજરે IPLની પાંચ સીઝનનું જમા-ઉધાર જાણવાની કોશીશ કરીએ,
•             IPLમાં ઠલવાતા હજારો કરોડ રૂપિયાના સ્રોત મોટાભાગે શંકાસ્પદ રહ્યા છે, હવાલા, વિદેશી ધન, કાળું નાણું, ટેક્ષને લઈને ગરબડો વગેરે..વગેરે..
•             ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલ ની દીકરી કે પછી શરદપવારની દીકરી સુપ્રિયા સૂળેના નામો પુણેની ટીમની ખરીદીને લઈને વિવાદોમાં રહ્યાં.
•             શશી થરૂર વિવાદ.
•             IPLની બીજી સીઝનમાં પંજાબ સામેની હાર હજમ ના થતાં હરભજને શ્રીસંતને થપ્પડ ઝીંકી દીધી.

એમાંયે પાંચમી અને હમણાં પૂરી થયેલી સીઝને તો વિવાદના નવા શિખરો સર કર્યાં, જેમાં સામેલ છે સ્પોટ ફિક્સીંગમાં પાંચ ખેલાડીઓનું પકડાવું, શાહરૂખનો વાનખેડે પરનો બખેડો, RCBના ખેલાડી દ્વારા વિદેશી મહિલાની છેડતી, બડે બાપની બિગડેલ ઔલાદ સિદ્ધાર્થ માલ્યાના બેજવાબદાર ટ્વીટ અને રેવ પાર્ટીમાંથી ખેલાડીઓનું પકડાવું.

સિવાય પણ ઘણી બાબતો એવી છે જે બહુજ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે IPLના લીધે ક્રિકેટને નૂકશાનજ થયું છે, જેમ કે IPLમાં મળતી મોટી રકમની લાલચે માલિંગા અને સુનિલ નારાયન જેવા ખેલાડીઓએ કારકિર્દીના મધ્યાહ્નને પોતાના દેશ માટે રમવાનું છોડી દીધું, ખેલાડીઓમાં ઈજાનું પ્રમાણ વધ્યું, પ્રતિસ્પર્ધા વધવાને લીધે સંઘભાવના ઘટી. IPLના કેટલાંક જમા પાસાં પર નજર નાખીએ તો નવા નવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક અને સારી એવી રકમ મળતી થઈ અને નિવૃત થઈ ચૂકેલા ખેલાડીઓને કામ મળ્યું, પણ થયો વ્યક્તિગત ફાયદો, એનાથી ક્રિકેટને શું? ખરેખર જોવા જઈએ તો જે બહાના હેઠળ તમાશો શરૂ કર્યો કે નવી પ્રતિભાની શોધ, તો એમાં પાંચ સીઝન પછી, એક રવીન્દ્ર જાડેજા સિવાય કોઇ નામ મને યાદ નથી આવતું કે જેને IPLના કારણે ભારતની ટીમમાં તક મળી હોય!

કાર્લ માર્ક્સે સાચું કહ્યું છે, ધર્મ અફીણ છે, અને ભારતમાં ક્રિકેટ ધર્મ છે. એટલે પ્રજાને અફીણના નશામાં ડૂબેલી રાખો એટલે મોંઘવારી, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર બધું ભૂલી જાય!

ગંગાજળ:
સાંભળ્યું? આઈ.પી.એલ.માં પાંચ ક્રિકેટરો સ્પોટ ફિક્સીંગમાં પકડાયા..!”
તો ? દિવમાં દારૂ વેચાય એની નવાઈ લાગે? આમાં આટલી નવાઈ શાની લાગે છે?”
દિવમાં કોઈદિ રેડ પાડીને કોઈને પકડ્યાનું સાંભળ્યું છે?”
હા, વાત સાચી! એવું થાય તો નવાઈ લાગેજ!”


લખ્યા તારીખ: ૨૮/૦૫/૨૦૧૨.

11 comments:

  1. દાદા બહુ સરસ કર્યું. આવા ગતકડા અફીણના નશામાં બહુ ચાલે. અહીં વાતે વાતે ધાર્મિક(ક્રિકેટ) લાગણી દુભાઈ જાય છે.

    ReplyDelete
  2. बिलकुल सही हर बात....हर मुद्दा....बढ़िया संकलन.

    ReplyDelete
  3. .....અને સાથે થોડું ક્રિકેટ પણ છે!.....ક્રિકેટ મા સિક્ષર થી આગળ નો કોઇ શોટ નથી એટ્લે આને સિક્ષર કહેવી પડે....!કેરી પેકર ને ઠીક યાદ કર્યો,તેના ગયા પછી ઘણા કેરિ પેકરો બની ગયા..! એક ભજન ની પંક્તિ ઃએ..જે પુરિ યાદ નથી આવતી પણ ..વાલા તારા ...વખણુ કે પછી... આવુ કાઈક છે ,તે રીતે મુકુલ ભૈ તમારી "ગળથુથી" વખાણુ કે પછી "ગંગાજળ" વખાણું એમ ગાઇ શકાય...!

    ReplyDelete
  4. વાહ મુકુલભાઇ - ખુબ સરસ. એક્દમ રસાળ શૈલી અને મુદ્દાસર લેખ. લોકોને હવે ક્રિકેટનો નશો કાયમી ચડી ગયો છે. જેમ વરસો પહેલાં ચીન અફીણની નાગચુડમાં હતું એમ અત્યારે ભારત ક્રિકેટની નાગચુડમાં છે અને ક્રિકેટ સ્થાપીત હીતના હાથમાં છે.

    સુંદર લેખ બદલ અભિનંદન,

    ReplyDelete
  5. સાચે જ આ તમાશાએ હીરોને વિલન બનાવી દીધા છે અને વિલનને હીરો તો અમુક ગંગુ તેલીને રાજા ભોજ બનાવી દીધા છે! પણ આ બધું ચાલે છે એ પાછળનું કારણ માત્ર એ કે આપણા દેશના લોકોને ફળનો બગડેલો ભાગ છોડીને બાકીનો સારો ભાગ ખાવાની ટેવ પડી ગઈ છે!
    સુંદર છણાવટ મુકુલ ભાઈ!

    ReplyDelete
  6. તો હે સુજ્ઞજનો, સુણજો હવે અથ: શ્રી આઇપીએલ કથા! આ કથામાં ડ્રામા છે, સસ્પેન્સ છે, સેક્સ છે, રોમાન્સ છે, ગ્લેમર છે, એક્સન છે, ગેમ્બલ છે, હીરો છે, હીરોઈન છે, વિલન છે અને સાથે થોડું ક્રિકેટ પણ છે!
    Superb article,
    પણ ક્રિકેટરો ને સ્ત્રી ને વેચવા સાથે ની સરખામણી સાથે સહમત નથી, સ્ત્રી ને એનો માલિક રૂપિયા દઈ ને કાયમી વેચી દેતો હોય છે, પછી સ્ત્રી પોતાની ઈચ્છા થી ત્યાં થી છૂટી શક્તિ નથી,
    અને માલિક તેને બીજા ને વેચી શકે છે, અહી ભાવ / ફી વગેરે કળા નું જ, તેમાં કોઈ ક્રિકેટરો કોઈ માલિક નો કાયમી ગુલામ બની જતો નથી, એમ જ લેખકો પણ રૂપિયા માટે છાપા અને મેગઝીન બદલાવે જ છે ને ., ઘણા ને ઓળખીએ છીએ, ગુજરાત સમાચાર કે સંદેશ માંથી દિવ્ય ભાસ્કર માં સ્થળાંતર શું ફક્ત રૂપિયા માટે હતું ? ના એવું ના કહી શકાય,
    દરેકે દરેક કલાકાર પોતા ની કળા ના વધુ રૂપિયા મળે તો ખરીદનાર ની ઈચ્છા મુજબ નું કામ કરે જ છે, એની સાથે કોન્ટ્રેક્ટ કરે જ છે, અહી પર તેજ વસ્તુ છે, ટેમ્પરેરી કોન્ટ્રેક્ટ, નોટ પરમેનેન્ટ સેલ...
    -ઉપર નો મુદ્દો મારી નજરે

    ReplyDelete
  7. સરસ લેખ
    કોઈ પણ ચીજ જયારે ધંધાદારીના હાથમાં જાય ત્યારે આવા જ હાલ હવાલ થાય

    ReplyDelete
  8. વાહ ભાઇ તમે મારા મનની વાત કરી,,, અત્યાર ના આપણાભાઇઓ માટે ક્રિકેટરો ભગવાન સમાન છે,, ગળથુથી ની વાત અલગ ભાઇ પણ અભિમન્યુની જેમ જ અત્યારના બાળકો 9માસ માતાના ગર્ભમાંથી જ ક્રીકેટ ના 6 કોઠા શીખી ને જન્મે છે... કારણ ... 9 માસ ધાર્મિક વાંચન નહિ પણ માતા પિતા બન્ને ક્રિકેટ જ જોતા હોય છે..!!!..અને તેનો જ લાભ બીજનેસમેનો,ક્રિકેટરો રાજકારણીઓ ઉઠાવે છે...આભાર ભાઇ..

    ReplyDelete
  9. વરસ પછી પણ એમ જ લાગે છે કે આ આજની IPL ને અનુસંધાને જ છે. અત્યંત માર્મીક અને તટસ્ઠ લખાણ. ટુંકમાં એક વાત સુનિશ્ચીત છે કે કોઈને કાંઈ થશે નહી (ઉપર બેઠેલા) અને જે માઈ-બાપ વગરના હશે, જેમની કારકીર્દી સમાપ્તી કરવાની હશે તેવા ગણ્યા ગાંઠ્યા બલીના બકરા પકડાશે. ધેટ્સ ઓલ.

    ReplyDelete
  10. Mukulbhai - ઈતિહાસથી હાસ સુધીની બુકી-પૈસા-લાલચ-પૈસા-ફિક્ષિન્ગની યાત્રા તમારી કલામે અદ્ભુત રહ્યી ... ઘણી જૂની પાયાના લાલચ-ઝેર-વાત ભુલાઈ ગયેલી યાદ આવી ... અને પસ્તાવો થયો કે ... કેટલા કલાક મારા કીમતી બગાડ્યા મેં ... છી ...!!! ... અને ભારતીયોનાં નવરી-બજાર-ટીવી સામેનાં કલાકોનો સરવાળો? - Jayendra Ashara

    ReplyDelete
  11. There is a fundamental error in initial comparision. During the auction of slaves and women, the person being sold do not get any benefit (money). In IPL, the players being auction get money them selves and that's the reason they donot present sad faces like slaves. Although some bad things always come with glory, there are positives for that too. In indian cricket team, only 15 players can be accommodated and hence many good players do not get chance to show their talent. This has become possible because of IPL. Although Other domestic tournamnets are there like Ranji Trophy etc, it is IPL which has glorified cricket and I dont see anything wrong in having crazyness for a game. Other countries are crazy for other games. US is crazy after basket ball and rugby. Europian countries are crazy after soccer. So are indians after cricket. It helps keep us fit. Also entertainment is an essential part of life. IPL provides it. And betting and fixxing is associated with almost every game from ancient time. It's not the IPL which has introduced fixing into the cricket. It has been there since decades. If fixing in IPL is cancer, we should try to remove the cancer instead of killing the patient himself.

    ReplyDelete