Saturday, December 07, 2013

બેગાની શાદીમેં ’અબ્દુલ્લા’ દિવાના!

 
  ગઈ કાલે ફારૂક અબ્દુલાનું નિવેદન મીડિયામાં સારું એવું ચર્ચામાં રહ્યું. ખુદ બેટા ઉમરે પણ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે પાપાએ માફી માગી લેવી જોઇએ. બધાં મીડિયામાં બન્ને પ્રકારના અભિપ્રાય જોવા મળ્યા, જેમાં મોટાભાગના લોકોનું કહેવું એવું હતું કે ફારૂક અબ્દુલ્લાએ બાફ્યું છે અને માફી માગવી જોઇએ જ્યારે કેટલાક લોકોને ફારૂકની વાતમાં કાંઇજ અજૂગતું હોય એવું લાગ્યું નહીં, અને ત્રીજી એક વચ્ચેની પ્રજાતી એવી હતી જે ’એતો મઝાકમાં એવું કહ્યું હશે....’ એમ કહીને છટકવા માગતી હતી.

     સ્વાભાવિક રીતેજ જે લોકોએ ખુલીને ફારૂકનો વિરોધ કર્યો એ લોકો યુપીએની બહારના હતા અને વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવો એ પોતાનો ધર્મ છે એવું માનીને વિરોધ કરનારા હતા. (આવું એટલા માટે લખવું પડ્યું કારણ કે જ્યારે પોતાના પક્ષની નીચે રેલો આવ્યો છે ત્યારે આ બધાજ મોઢું સીવી લે છે.)

     આશ્ચર્યજનક રીતે જસવંતસિંહ જે ભાજપમા દિગ્ગજ છે એમને ફારૂકની પડખે ઊભા રહેવાનું ઠીક લાગ્યું! અને કોંગ્રેસે ’બીચ વાલા’ રહેવામાં સલામતી જોઇ!

     તો આપણે સમજવાની કોશિશ કરીએ કે ખરેખર ફારૂકે કહ્યું એનો મતલબ શું થાય અને એમાં કશું વાંધાજનક કહી શકાય કે નહીં. ફારૂક અબ્દુલ્લાનું કહેવું એમ હતું કે ’હવે તો છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’

     પહેલી નજરે, ઉપર ઉપરથી જોતાં આ વાત બહુ સામાન્ય લાગે છે, એમાં કશું વાંધાજનક લાગતું નથી, પણ એ જે કાંઇ બોલાયું છે એની આગળ-પાછળના સંદર્ભોને સમજવાની કોશિશ કરીએ ત્યારે સમજાય છે કે કેટલી ગંભીર વાત છે અને એક પુરૂષવાદી માનસિકતાનો સ્ત્રી જાતિ પર કેવો ગંભીર આરોપ છે!

    ફારૂક અબ્દુલ્લાને આવું બોલવા માટે નજીકના ભૂતકાળની બે ઘટનાઓ જવાબદાર છે, એક, તરૂણ તેજપાલ નો લિફ્ટકાંડ અને બીજો જસ્ટીસ ગાંગુલી વાળી ઘટના. હવે જ્યારે ફારૂક આ બે ઘટનાને આધારે એમ કહે છે કે ’છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’ તો એનો સીધો અર્થ એવો થાય કે ફારૂક અબ્દુલ્લા એમ માને છે કે આ બન્ને ઘટનામાં બન્ને પુરૂષો બિચારા નિર્દોષ છે અને એ ભોળુડાઓને દુષ્ટ કન્યાઓએ ફસાવ્યા છે!

     હવે એક ક્ષણ એવું માની લઈએ કે ચાલો ફારૂકનો કહેવાનો મતલબ આવો નહોતો. તો બીજો શું મતલબ કાઢી શકાય? બીજો કોઇ મતલબ નીકળે છે ખરો? વિચારો...

    બીજો જે મતલબ નીકળે જ છે અને  અતિ ભયાનક નીકળે  છે! આ બયાનનો બીજો અર્થ એવી સીધી ધમકી છે કે જો સ્ત્રીઓએ નોકરી કરવી હોય, તો પુરૂષોને અડપલાં કરવાં દેવાં પડશે, નોકરી દાતા એ તમારો કૃષ્ણ છે તમારે પોતાને ગોપી સ્વરૂપ સમજીને સમર્પિત થઈ જવાનું છે! (ઓલ્યા બાપ-દીકરો મગજમાંથી જતા નથી એટલે ઉદાહરણ પણ આવાંજ સૂઝેને!)

     અલબત્ત, પછી ફારૂકે માફી માગી લીધી, કઈ રીતે માગી એ પણ બધાએ ગઈકાલે મીડિયામાં જોયું. માફી માગતી વખતે જે બળતરા, તકલીફ, ચીડ, ગુસ્સો દેખાતા હતા એજ સાબત કરતા હતા કે ફારૂક અબ્દુલ્લાએ જે કાંઇ પણ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કર્યું છે એની પાછળનું કારણ માત્ર ’ચોર કી દાઢીમેં તીનકા’ એટલું જ છે!

     સામાન્ય રીતે મીડિયાને મસાલો જોઇતો હોય છે, આપણું મીડિયા અને આપણા પત્રકારો કોઇ પણ સીધાસાદા  સ્ટેટમેન્ટમાંથી મનગમતા અર્થો કાઢીને પોતાનું પેટિયું રળવા માટે કુખ્યાત છે, પણ ફારૂક અબ્દુલ્લાએ તો જે કહ્યું ને મીડિયાએ જે રીતે રજૂ કર્યું એમાં મીડિઆ સાચું હતું એમ મારૂં માનવું છે.

    અંતમાં,

     ફારૂકને એટલી તો ક્રેડિટ આપવી પડશે કે ભલે જે રીતે માગી હોય એ રીતે પણ એણે માફી તો માગી કે પછી માગવી પડી, પણ સ.પા. ના નફ્ફટ શિરોમણી નરેશ અગ્રવાલને તો આજ પ્રકારના નિવેદન પછી એવી જરૂર પણ નથી લાગી!

6 comments:

 1. https://www.facebook.com/photo.php?fbid=523740684388184&set=a.157860320976224.34060.100002567713681&type=1&theater

  ReplyDelete
 2. તેજપાલનું ભિનુ સંકેલાઇ ન શક્યું એનો અફસોસ. વધુ જણાય છે. તેજપાલ સાથે દગો થયો છે એવું માનતા હોય તો પણ નવાઇ નહી.

  ReplyDelete
 3. જે લોકો ની નીયતમા ખોટ હોય ને એને ડર લાગે.

  ReplyDelete
 4. મુકુલ'દા, આપણે અબ્દુલ્લા તરીકે કે ઉંમર તરીકે વાત ન કરીએ, અને તદ્દન ત્રાહિત તરીકે ઇચારીએ તો, આ કાયદામાં પુરાવાની જવાબદારી આરોપી ઉપર નાંખવામાં આવી છે, ફક્ત આક્ષેપ જ ફરિયાદ માટે પુરતો છે, અને એ આક્ષેપ ખોટો છે એના પુરાવા આરોપીએ આપવાના છે,
  ઉપરોક્ત સંજોગોમાં એક ફરિયાદી સ્ત્રી આક્ષેપ કરે અને પૂરશે સાબિત કરવું પડે અને એ પણ પુરાવા સાથે કે પોતે એવું કઈ કર્યું નથી, સામાન્ય રીતે આરોપ મુક્નારે -- પોલીસે પુરાવા રજુ કરીને અશેપ પુરવાર કરવાનો હોય છે જયારે આમાં એનાથી વિપરીત છે, આવી જ પરિસ્થિતિ એટ્રોસિટી અને દહેજ વિરોધી કાયદામાં સરકારે-કાયદો ઘડનારે ઉભી કરેલી છે, અને આપણે બધા જાણીએ છીએ કે આ બંને કાયદાનો દુરુપયોગ કેટલો થાય છે, અને હવે જો આ કાયદામાં આવો દુરુપયોગ નહિ થાય એની કોઈ વ્યવસ્થા ખરી? આ સંદર્ભમાં જોશો તો આપને શ્રી ફારુક અબ્દુલ્લાની ટીપ્પણીમાં તથ્ય જણાશે, ( આ ટિપ્પણીને શ્રી તરુણ તેજપાલ કે જસ્ટીસ ગાંગુલીના કેસ સાથે જોડશો નહિ,- આભાર)

  ReplyDelete
 5. Agree with Kabir ,...

  Mukul'da ,.. Problem arises when a LAW works against any innocent one. I being a male would support statement done by FA, coz now a days its really getting tougher to walk on the street without being accused. LAW says starring also can be considered as an offence. See the irony.

  Where will one go and prove that he didnt stare the girl, or even gave her a on the fly look like i could give to any other man walking besides me.

  Next thing is when its charged, its always on HIM to prove himself innocent. There is no other way out. It is being used in corporates and even in some govt organisation as a weapon to threat any superior officer when a woman/girl is not doing her own given job properly. Sorry but when one talks about gender equality , laws have to be equal.. I m still looking for a protection net in such charges.

  Regards,,
  Darshit

  ReplyDelete
 6. હું ફારુખની વાતને જરાય ખોટી નથી માનતો કારણકે જેમ દહેજ્વીરોધી કાયદાને લઈને અમુક મહિલાઓ દ્વારા થયેલો દુરુપયોગ સામે આવ્યો છે એવીજ રીતે એક બીજો કાયદો પણ છે જેને એટ્રોસિટી એક્ટ કહીએ છીએ જેને કરને એક ઓફિસરને પણ અમુક કર્મચારીઓની સામે મ્યુટ થઇ જવું પડતું હોય તો આમાં પણ એજ ભયસ્થાન રહેલું છે !!
  ફરક એટલોજ છે કે દહેજ વિરોધી કાયદાને કારણે કોઈ પરણવાનું બંધ નથી કરતા કે નોકરીમાં કોઈ ફેરફાર નથી કરી શકતો ,પણ ફારૂખે કહ્યા મુજબ કોઈ મહિલાને નોકરી આપ્વીકે નહિ એ માલિક પર નિર્ભર છે એને તમે બદલી શકો છો !! અને આવા કાયદાથી આવું થઇ શકે એની ફક્ત સંભાવના દેખાડી છે અને હું માનું છું ત્યાં સુધી આમ કોઈ પુરુષવાદી વલણ નથી જ !!!

  ReplyDelete