ગળથૂથી:
“બહારની ખુલ્લી હવા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, શર્ત એ છે કે આપણે એને શ્વાસમાં પ્રવેશવાની ઈજાજત આપીએ...”
_______________________________________________________________________________________
તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હતા સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી હતી. આ તૈયારી ચાલતી હતી તે દિવાળીની નહીં પણ કેરાલા ફરવા જવા માટેની હતી એટલે સવાલ થવો સ્વાભાવિક હતો કે કેરાલા ફરવા માટે જવાનું છે કે ખાવા માટે! પણ ભાઇ આપણે તો કોઈ પણ પ્રવાસની તૈયારી આ રીતેજ થાય, પછી એ કેનેડા જવાનું હોય કે કેરાલા...પહેલી પ્રાથમિકતા તો ખાવાપીવાની (અહીં ’પીવા’ નો બીજો કોઇ અર્થ ના કાઢવો!) સગવડને આપવાની નહીં તો આપણું ગુજરાતીપણું લજવાય!
મે મહીનામાં એક કૌટુંબિક પ્રસંગે ભેગા થયા ત્યાં વાતમાંથી વાત નીકળીને આમ કેરાલા જવાનું બીજ રોપાયું ત્યારે અમે બધા થઈને દસ લોકો તૈયાર થયા ત્યારે થયું કે જમાવટ થવાની. પણ ધીમે ધીમે જેમ નક્કી કરેલો સમય ઓક્ટોબર નજીક આવતો ગયો એમ વાજબી કારણો ને લઈને વિકેટો પડતી ગઈ ને પીચ ઉપર છેક સુધી અણનમ રહ્યાં અમે પાંચ, મોટી બહેન જ્યોતિ, બનેવી ચંદ્રકાંત, શ્રીમતીજી મીતા, અંશુલ અને બંદા પોતે!
પછી મગજમારી ચાલુ થઈ ટુરનો રૂટ અને પ્રવાસનાં સ્થળો નક્કી કરવાની, અમારા પાંચેયના ખાનદાનમાંથી પણ કોઇ ક્યારેય કેરાલા ગયેલ નહીં એટલે એક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!) નો સહારો. રાજકોટથી મુંબઈ થઈને ત્રિવેન્દ્રમ કે પછી કોચી, કે પછી સીધા અર્નાકુલમ જવું ઠીક રહેશે? પછી ત્યાં કોઈ એક સ્થળને હબ બનાવીને બધે ફરવા જવું કે સીધા દક્ષિણમાં જઈને ફરતા ફરતા ઉત્તર તરફ આવી, મુંબઈની ગાડી પકડી લેવી? ક્યા સ્થળને કેટલા દિવસ ફાળવવા? ત્યાં શું શું જોવા લાયક છે? ઉતરવા માટે કઈ હોટલ સારી? અગાઉથી બુકીંગ કરાવવું પડશે કે પછી પડશે એવા દેવાશે? આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો. એમાં ભળી રેલ ટીકીટ બુકીંગની લમણાઝીક. સ્ટેશને જવાનું, લાંબી લાઇનની વૈતરણી પાર કરને બારી આવે ત્યાં ’અવેલેબલ’ માંથી ’વેઈટીંગ’ થઈ ગયું હોય! ( ઓનલાઇન બુકીંગ? IRCTC મોટા ભાગે સવારના દસ વાગ્યા સુધી ઘેનમાં હોય છે એવો અત્યાર સુધીનો અનુભવ છે!) ને એમાંયે તારીખો અને મેમ્બરો ફરવાને લીધે કેન્સલ,રીબુકીંગ, કેન્સલ ચાલ્યું. છેવટે ફાયનલ પાંચની જે ટીકીટ હાથમાં હતી એ હતી વેઇટીંગ. પણ ત્રણ મહિનાનો સમય હતો એટલે ચિંતા નહોતી.
ઓલ્યો દોરો તો હજુયે ગુંચવાયેલોજ હતો અને ૩૦મી ઓક્ટોબર (જે તારીખે અમારે રાજકોટથી મુંબઈ રવાના થવાનું હતું) આડે અઠવાડિયું રહ્યું તોયે છેડો નહોતો મળતો એટલે છેવટે થાકી-હારીને પેકેજટુરની શરણાગતી સ્વિકારી (આ નિર્ણય ડહાપણભર્યો છે કે મુર્ખામીભર્યો એતો કેરાલા પહોંચીને ખબર પડવાની હતી!) અને આમ નક્કી થઈ કેરાલાની સેવન ડેઝ, સિક્સ નાઈટની ટુર.
૩૦મીએ રાજકોટથી મુંબઈ અને ૩૧મીએ મુંબઈથી બેન-બનેવી સાથે અર્નાકુલમ માટે ગરીબરથ પકડવાનો હતો, વેઇટીંગ હવે આરએસીમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું પણ હજુ કનફર્મ ને છેટું હતું. જે છેક છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં થયું. ને આ બધી માયાજાળ ને કારણે અમે G-3 અને G-9 (G ફોર ગરીબરથ) માં વહેંચાઇ ગયા.
આ ગરીબરથ ખરેખર નામ એવાં લક્ષણ ધરાવતો હતો અને થર્ડ એસી હોવા છતાં કંપાર્ટમેન્ટની હાલત લગભગ સામાન્ય સ્લીપર ક્લાસ જેવીજ હતી બલ્કે અમુક બાબતમાં તો એનાથીએ બદતર, જેમકે સામાન્ય સ્લીપર ક્લાસમાં પણ મેં ક્યારેય સાઈડ બર્થ ત્રણ નથી જોઈ! અને છેલ્લી ઘડીએ જેની ટીકીટ કન્ફર્મ થાય એના લમણે સામાન્ય રીતે આ સાઈડબર્થ જ લખાય છે! આ સિવાયની પણ નામને સાર્થક કરતી બીજી ઘણી અજાયબી હતી જેમકે ટીટી ચાર પાંચ ડબ્બા વચ્ચે એકજ, ( અમારી બાજુની બર્થ ઉપર એક યુવાન જે ગોવા ભણતો હતો એણે કહ્યું છે હું આજ સુધી ઘણી વાર આ ગાડીમાં ગોવા ગયો છું પણ હજુ સુધી ટીટી નામનું પ્રાણી જોયું નથી!) વળી રાત્રે ઓઢવા માટેની કંબલ (જે દર્દીને ટોપી સુંઘાડવાની અવેજીમાં ચાલે એવા હતા) અને ઓશીકાં ભાડે મળતાં હતાં જે પેસેન્જરોના પ્રમાણમાં ઘણાં ઓછાં હતા, અને જો પેન્ટ્રીકાર આ ગાડીમાં હોય તો એને ફાઇવસ્ટાર લકઝરી જ માની શકાય!
ટ્રેનનો ઉપડવાનો સમય સાંજના પાંચનો પણ એમાંયે ગરીબી બતાવીને એક કલાક મોડી ઉપડી. રાત પડી બધાં પોતપોતાની બર્થ ઉપર ગોઠવાયાં ને જ્યાં ઊંઘ આવવાની થઈ ત્યાં બાજુની બર્થ ઉપરથી એક દોઢ બે વરસના ટેણીયાએ ભેંકડો તાણ્યો, મમ્મી કેટલું પટાવે પણ કોઇ વાતે નમતું ના આપે, “બાબા...બાબા...” કરીને રડ્યેજ રાખે! આમ અડધી કલાક ચાલ્યું પછી બાજુની બર્થ ઉપર લાંબા થયેલા એના પિતાશ્રીને એની (અને અમારી પણ!) દયા આવી એટલે બાળક ને પોતાની પાસે લીધો, ને પરિણામ ફક્ત એટલું જ આવ્યું કે એ અમારી નિન્દ્રાના દુશ્મને પોતાનો સૂર બદલ્યો અને હવે “માં...” નો રાગ આલાપતાં રડવાનું ચાલુ રાખ્યું! ત્યારે અમને એના દરદનું કારણ પકડાયું, હકીકત જાણે એમ હતી કે એને ઘરે રોજ જે રીતે એક પથારીમાં મમ્મી-પપ્પા સાથે સુવાની ટેવ હતી એ જ અહીં જોઈતું હતું! (જે અહીં ટ્રેનની બર્થ ઉપર કોઈ પણ રીતે સંભવ નહોતું!)
છેવટે એ બાળક કંટાળીને સુઈ ગયો અને અમે પણ. પરંતુ આ ગરીબરથનો હજુ સૌથી ખતરનાક અનુભવ તો હજુ રાત્રે ઊંઘમાં થવાનો હતો એની ત્યારે ક્યાં ખબર હતી!
ગંગાજળ
અમે ગુજરાતીઓ વિશ્વની એકમાત્ર એવી પ્રજાતિ છીએ જે બપોરનું ભરપેટ લંચ કર્યા પછી પણ સાંજે ’બ્રેક્ફાસ્ટ’ કરી શકીએ છીએ! (ગિનેસબુક, સાંભળો છો?)
ગરીબ રથમાં ગયા પછી ગરીબી મહેશુશ કરાવી રેલ્વે એ પોતાનું વચન પાળી બતાવ્યું.... :) :)
ReplyDeleteવાહ,,, કડવાશની પળો માં હળવાશથી રહી શકો એ આપની માનસિક મજ્બુતાય બતાવે છે,,,, ગરીબ રથની વાત સચોટ કરી છે,, મેં પણ તિરુપતિ સુધી હમણાં ૨૧-૨૨ ઓક્ટોબર ગરીબ રથમાં મુસાફરી કરી મુસાફરીના ત્રાસ કરતા માંગણ નો ત્રાસ વધુ લાગ્યો.... કડવી પળોને પણ આપ સવળી બનાવી દયો છો...
ReplyDeleteNice description. Our experience with IRCTC site is good. Suspense retained about Tour Operator may be provided later with name, if possible, as guidance to others. Await your next posting.
ReplyDeleteઆવી રી તે નિયત સ્થળે પહોંચો પછી તમે તમારી જાત ને "હવાફેર માટે આવેલા દર્દી" જેવા માનવા લાગો...ખરુ ને?....
ReplyDeleteગરીબરથની મુસાફરીનો સુંદર (!!!) અનુભવ મેં પણ એક સમયે કરેલો જ છે પણ આપના મજ્જાના અનુભવનો ઇંતઝાર રહેશે...
ReplyDeleteટ્રેન(લોકો)માં મોડા પડવું એ DNA માં વણાયેલું છે એટલે તેનો હરખ-શોક હવે નથી થતો... છતાંયે અમદાવાદથી સમયસર ઉપડતી કેટલીક ટ્રેન વિશે માન છે.
India has two Kashmir.. Kerla is a Kashimr or South India..
ReplyDeleteNice lucid description of your experiences on your way to Ernakulam.
ReplyDeleteમુકુલભાઈ, પ્રથમ તો અભિનદન.
ReplyDeleteજબરદસ્ત શરૂઆત. પ્રથમ દડે જ બેટ્સમેન સેટ છે. અને લાંબી રેસનો આ ખેલાડી જેવી શરૂઆત છે.
ગરીબ રથ સાચા અર્થમાં તમે વર્ણવી છે. ભારતીય રેલ અને તેનો વારસો તમને ક્યારેય નવો અને જુદો જ અનુભવ નહિ થવા દ્યે.
લગે રહો. ખુબ શુભેચ્છા.
મિતેશ પાઠક
ગરીબ રથમાં સવાર થવાનો હજુ સુધી તો મોકો નથી મળ્યો પરંતુ તમારી કલમમાં એ તાકાત છે કે એક એક દ્રશ્ય નજર સમક્ષ આવતા જાય છે.
ReplyDeleteતમે આખરે તો મીડીયા ના માણસ રહ્યા ને , પેલી એકતા કપૂર ની સીરીયલો માં બને છે એમ કે હર એપીસોડ પુરો થવાનો હોય એનાં અંતે કંઇક સસ્પેન્સ મુકી દેવું એટલે માણસ એ સસ્પેન્સ જાણવા નેક્સ્ટ એપીસોડ જુએ.
હવે, અમારે પણ ટીંગાઇ ને બેસવાનું કે ક્યારે તમે તમારી મુસાફ઼રી આગળ વધારો છો.. ( આશા છે સુખદ જ રહી હશે. ) પાર્ટ ટુ ક્યારે અપડેટ કરો છો દાદા,..??
vah mukulbhai, tame jane koi dharavahik katha vanchta hoie evi saras jamavat kari chhe. kharekhar maja padi ane utsukta vadhi :)
ReplyDeleteમામા હવે આગળની વાત રુબરુ જ કહેજો
ReplyDeleteએ પાર્ટ ૨ જલ્દી મુકવા વિનંતી.
ReplyDeleteએક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!) નો સહારો. વાહ સર. અહિંયા મારો એક અભિપ્રાય રજું કરું છુ. તમે આ બ્લોગના લેખો ફૅસબૂક અથવા ગુગલ+ પર શેર કરો તો વધુ મજા આવે કારણકે ફૅસબૂક અને ગૂગલ+ નો ઉપયોગ કરનારા વધારે છે. જેથી કરીને લોકો તમારા બ્લોગથી માહિતગાર થશે.
ReplyDelete- સત્ય ઓઝા
કોઇ પણ પ્રવાસ નિબંધ/વાર્તા/લેખ માત્ર informative હોય તો ક્યારેય વાંચવાની મજ્જા ન આવે કેમ કે માહીતી જ જોઇતી હોય તો ગુગલ દેવતાના શરણે જતુ રહેવું પડે પણ સાથે હાસ્ય પણ પીરસાતા આગળ વાંચવાની ઇચ્છા રોકી શકાતી નથી.
ReplyDeletethanks, journey ma aa badhu bahu j common chhe..
ReplyDeleteહ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ તમે આટલા દિવસ નેટ થી આઘા રહ્યા એટલે શાંતિ થી ફરી શક્યા યુ મસ્ત થેન્ક્ષ્ ફોર બીએસએનએલ હા હા હા હા હા ગુડ લેખ
ReplyDeleteઅમે ગુજરાતીઓ વિશ્વની એકમાત્ર એવી પ્રજાતિ છીએ જે બપોરનું ભરપેટ લંચ કર્યા પછી પણ સાંજે ’બ્રેક્ફાસ્ટ’ કરી શકીએ છીએ! (ગિનેસબુક, સાંભળો છો?) lolz... ha ha ha... bahu saras lekh...
ReplyDeleteI am planning to fly from dubai to kerala for 5 nights 6 days in january end... your remaining Part of this article will help a lot, plz post asap... ;)
garib rath to laluji ki sogath hai...so what more to expect from it !!!
ReplyDeletegoogle devta ni story mari daughter ne jaroor kahish !!!!
ReplyDeletehahaha.. aaj na maanvi ne jat sawaal pat jawaab joye chhe. have bhagwan pase aapna jeva general category na maanso mate time nthi atle jay ho google dev...
ReplyDeleteગરીબ રથ નામ જ insulting છે. એની 'સેવા' તો ભારતીય રેલની છાપ જેવી જ.
ReplyDeleteઆ પ્રવાસ નિબંધ છે. ફક્ત શુષ્ક માહિતી હોત તો કંટાળો આવત. પણ મુકુલ ભાઈ, તમે તમારી સાહજિક શૈલીમાં બીટવીન ધ લાઈન્સ જે હ્યુમર મૂકી છે, અને પ્રામાણિકતા સાથે જે વર્ણન કર્યું છે તે બહુ ગમે એવું છે. મેં આ મોડું વાંચ્યું તેનું થોડું દુખ છે. મજા આવી.
ReplyDeleteકેરેલા જવા માટે નુ અંદાજપત્ર = બની ગયુ ... પણ ભારત ના નાણામંત્રી ના અંદાજપત્ર ની માફક.... હકીકત અલગ જ હોય ... પણ મુકુલકાકા તમને ગરીબરથ જોઇ ને નવાઇ ના લાગવી જોઇએ, કારણ તમે છારા-કોડીનાર-છારા ’છારીયારથ’ ની મુસાફ્રરી બહુ કરી છે... એની વે ૭ દીવાસ,૬ રાત્રી ભાગ- ૧ ની ખુબજ સુંદર શરુઆત... ’મુકુલકાકા ના સીધ્ધા ચશ્મા’ સીરીયલ નો ૧ અધ્યાય જોવા ની (આંખો થી વાંચતા હતા, પણ જોતા હોય એવો અનુભવ થતો હતો..) મજા આવી...
ReplyDeletelalu ni den garib rath ma javanu jokham khedo to aavaj pari namo aave
ReplyDelete"આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો."
ReplyDeleteએકદમ સચોટ, અમારે કાયમ આવી જ મુશ્કેલી નડે, ક્યાંથી કેમ જવું એ જ કઈ ખબર ન પડે અને એના લીધે અમારે ઘણી વાર કેન્સલ પણ થયું છે. ગુજ્જુઓ માટેની ગળથુથી એકઝેટ.
ગરીબ રથ લાલુપ્રસાદ ની દેન છે ને ??
ReplyDelete