ગળથૂથી:
જેના માથે દેવું નથી એજ સાચો પૈસાદાર છે –હંગેરિયન કહેવત
કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે? અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે? ન્યૂઝીલેન્ડના કવિ થોમસ બ્રેકનનાં કાવ્યોની એક બૂક ૧૮૯૦માં પ્રકાશીત થઈ, જેમાં પોતાના દેશ ન્યૂઝીલેન્ડ વિશે એક કાવ્ય હતું, જેનું શીર્ષક હતું. “God's Own Country” અને એ બુકનું નામ પણ હતું, ” God's Own Country and Other Poems” આમ આ શબ્દો પહેલવેલા ત્યારે વાપરવામાં આવ્યા એમ કહી શકાય. પરંતુ આ શબ્દોને લોકપ્રિયતા અપાવી ન્યૂઝીલેન્ડ ઉપર સૌથી વધુ સમય શાસન કરનાર વડાપ્રધાન રિચર્ડ જહોન સેડને વારંવાર ઉપયોગ કરીને. આ શબ્દોને કેરલાના લોકોએ પોતાના રાજ્ય માટે ક્યારે અપનાવી લીધા, એનો કોઈ ઈતિહાસ મળતો નથી અને ઇતિહાસમાં જવાની જરૂર પણ નથી. એકવાર કેરાલાની મુલાકાતથી જ ખ્યાલ આવી જાય છે કે એને God's Own Country શા માટે કહેવામાં આવે છે!
બેકવૉટરમાં પાર્ક કરીલી હાઉસબોટ
નેશનલ જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ સ્થળોમાંનું એક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે! ક્યાંક આભને આંબતાં તો ક્યાંક બેકવૉટર પર ઝળુંબતાં નાળિયેરીના વૃક્ષો, રબ્બર ટ્રી, જાત જાતના મરી મસાલા અને તેજાના ના વૃક્ષો અને વેલાઓ, દૂરથી કશ્મીરી ગાલીચા જેવા દેખાતા ચા ના બગીચાથી આચ્છાદિત ડુંગરાઓ ઉપરથી દડતાં પાણીના ઝરણાં અને એ ડુંગરાઓની ઓથે પકડદાવ રમતી વાદળીઓ...કેરલા ઉપર કુદરતે ભરપુર મહેર વરસાવી છે, ભૈ આખરે એની પોતાની ભોમકા જો છે!
અમારો પહેલો ઉતારો અલેપ્પી અથવા તો અલપ્પુઝામાં આવેલ પૅગોડા રિસોર્ટમાં હતો, રિસોર્ટ ખરેખર ભવ્ય છે, પહેલી નજરે જોતાં અંજાઈ જ જવાય. અમે અમારા ભાગે આવેલ કોટેજમાં ગોઠવાયા, ૨૪ કલાકની ટ્રેનની વત્તા દોઢ કલાકની ઈન્ડિકાની મુસાફરીનો થાક હતો, રૂમમાં ટીવી હતું પણ ટીવી જોવાની તેવડ ન્હોતી, પીવાનું પાણી મગાવ્યું અને આવે ત્યાં સુધી ટાઈમપાસ માટે ટીવી ચાલુ કર્યું, પણ મલયાલમ ચેનલોની વચ્ચેથી એકાદ હિન્દી અથવા અંગ્રેજી ચેનલ શોધવી એ ચેલેન્જીંગ કામ હતું! પાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા! શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું એટલે પછી પાણી અને મીઠાંને ભૂલીને નિન્દ્રાદેવીનુ શરણ સ્વીકારી લીધું. ૧૨ સુંદર કોટેજીસ, ૨ આલીશાન સ્યૂટ, ૨૧ ડીલક્સ રૂમ અને બીજા સ્ટાન્ડર્ડ રૂમ ઉપરાંત આયુર્વેદા સેન્ટર, સ્વિમીંગ પુલ અને બીજી ઘણી બધી સગવડો ધરાવતા આ રિસોર્ટને સર્વિસના નામે તો શૂન્ય જ આપી શકાય.
બીજા દિવસે સવારે ગરમ પાણીના નામે પણ એજ હાલત એટલે ગરમ પાણીના નામનુંજ નાહી નાખ્યું! હા સવારનો બ્રેકફાસ્ટ (કોમ્પ્લીમેન્ટરી હતો એટલે જ નહીં પણ ખરેખર) સારો હતો. ચેકઆઉટની વિધી પતાવી અને અમારા પાયલટ સેલ્વમના માર્ગદર્શન હેઠળ અલ્લપુઝા બીચ જવા નીકળ્યા, બીચ ઉપર અરધો કલાક જેવું ધમાલ મસ્તી કરી કુમારકોમના માર્ગે ઈન્ડિકા દોડતી હતી જ્યાં દોઢેક કલાકની મુસાફરી પછી અમારે હાઉસબોટ પહોંચવાનું હતું, રસ્તામાં ટુર ઓપરેટરની ઓફિસે બાકીનું પેમેન્ટ પતાવવાનું હતું. રસ્તામાં સેલ્વમભાઇએ એક બહુજ અગત્યની (એની દ્રષ્ટિએજ સ્તો!) માહિતી આપી કે અહીં એક ખાસ પ્રકારની ફીશ થાય છે જે બહુજ મોંઘી હોય છે અને એની કરી બહુજ સ્વાદિષ્ટ હોય છે જે બહાર ખાવા જઈએ તો બહુજ મોંઘી પડે પણ હાઉસબોટમાં તમને લોકોને તદ્દન ફ્રી માં પિરસવામાં આવશે! મેં એને કહ્યું કે ભાઇ અમે બધા જ સંપૂર્ણ શાકાહારી છીએ અને ફીશ તો શું પણ ઈંડું પણ નથી ખાતા, ત્યારે એના મોઢામાંથી અફસોસની સાથે “ઓ...” એટલો જ ઉદ્ગાર નિકળી શક્યો પણ એના ચહેરાના ભાવમાં મને “બંદર ક્યા જાને અદ્રક કા સ્વાદ...!” એ ડાયલોગ બહુ સ્પષ્ટ દેખાતો હતો!
વેમ્બનાડુ લેઇક એ ભારતનું લાંબામાં લાંબુ અને કેરલનું મોટામાં મોટું સરોવર છે જેની કુલ સપાટી આશરે ૨૦૩૩ સ્ક્વેર કિલોમીટર જેટલી છે અને કેરાલાના ઘણા જીલ્લાઓને સ્પર્શે છે તથા અલગ સ્થળે અગલ અલગ નામે ઓળખાય છે જેમકે કુટ્ટાનાડમાં પુન્નામડા લેઇક અને કોચીમાં કોચી લેઇક. કોચી પોર્ટ પણ આ લેઇક ઉપરજ આવેલ છે. કેરલાની વિશ્વવિખ્યાત બોટ રેસ પણ આ લેઇકમાંજ થાય છે. અમારે પહોંચતાં મોડું થયું હતું એટલે અમે રસ્તામાં હતા ત્યારેજ હાઉસબોટ વાળાનો મારા ઉપર ફોન આવ્યો, પણ હરામ બરોબર તો એક અક્ષર પણ પલ્લે પડે તો! કારણ કે એ બંદાને મલયાલમ સિવાય બીજી કોઈ પણ ભાષા સાથે બાપે માર્યાં વેર હતાં. દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ! સારૂં હતું કે અમારા સેલ્વમને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી અને હિન્દી આવડતું હતું એટલે અમારૂં ગાડું ગબડી જતું હતું એટલે હાઉસબોટ વાળાનો ત્યારે અને પછી પણ જેટલી વાર ફોન આવ્યો ત્યારે મેં સેલ્વમને જ પકડાવી દીધો.
સાડાબારની આસપાસ અમે અમારા માટે પાર્ક કરેલી હાઉસ બોટ ’આદિથ્યાન’ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા સ્વાગત માટે હાઉસબોટના ત્રણ કર્મચારીઓ હાજર હતા. બોટમાં પ્રવેશતાંજ અમારૂં સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવ્યું, સ્વાભાવિક છે એક કેરાલામાં વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પાણી જ હોય! પણ અમે એ વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પીધું એક કેરાલામાં પહેલું અને છેલ્લું પણ હતું!
વેલકમ ડ્રિંક
ગંગાજળ
મિત્ર હાર્દિક ગોસ્વામિના મોઢે સાંભળેલો એક સાચો કિસ્સો,
એક કાઠિયાવાડી મમ્મીનો પોતાની ઈંગ્લીશ મીડિયમ ઓલાદ સાથે સીડી ચડતી વખતનો ડાયલોગ: “પિન્ટુ, મારી ફિંગર કેચ કરી લે...નહીંતર ફોલ થઈ જઈશ...!”
me finger catch nahoti kari etle fall thai gayelo bolo....mast chale che, chalva do
ReplyDeleteલાગે છે કે રુઝાયેલા ઘા ખોતરાઈ રહ્યા છે....બહુ કસ્ટ પડ્યું લાગે છે ત્યાં... મુકુલભાઈ ...સૌ સારાવાના થયા નું પણ કૈક લખો ...
ReplyDeleteઅહીં "સેવન ડેઝ, સિક્સ નાઇટ" શીર્ષક હેઠળ જે કંઇ પણ લખાય છે એ એનું મથાળુ દર્શાવે છે એમ માત્ર અને માત્ર આ દિવસો ના અનુભવો જ છે અને જે છે એજ છે એમાં વાંચનારના ગમા-અણગમાને ધ્યાનમાં લઈ અને સત્યને તોડવા મરોડવા કરતાં હું લખવાનું બંધ કરવાનું બહેતર સમજીશ.
ReplyDeletethodu lambanpurvak lakho....
ReplyDeleteવાહ..... થયેલા અનુભવમાં આત્મીયતા નાં આવે એવી રીતે વર્ણવવું એ ખુબ જ અઘરું કાર્ય છે, આવા પહાડ જેવા સખ્ત કામને આપ આસાનીથી કરી શકો છો, લખી શકો છો તે માટે અભિનંદન......
ReplyDeleteaa blog pramane tamne thodi taklif padi mukulbhai i hope part - 4 happy hase.......
ReplyDeleteમુકુલભાઇ, આ અનુભવ છે અનોખો. આપણી કેટ્લીક ટેવો (આમ જુવો તો ખાવા પીવા (ચા-પાણી)) બાબતે ઘણા જ અલગ ટેસ્ટ ધરાવીએ છીએ. પણ તમે તો ૭ દિવસ ની વાત કરો છો. હુ ત્યા આજ થી ૨૫ વરસ પહેલા (જ્યારે આટ્લી ટુરીસ્ટ સર્કીટમાં કેરાલાને આપણા ગુજરાતી આટ્લુ મહત્વ ન આપતા.... રોટ્લી જોઇને અમારા બે મિત્રોની આંખમાં કાયદેસર આંસુ આવી ગયા હતા. એ પણ કન્યાકુમારી માં. પણ તમે જે કુદરતની વાત કરો છો તે બાબત ખરેખર ભગવાન નો સિધે સિધો આર્શીવાદ છે.
ReplyDeleteમિતેશ પાઠક
આ સાથે હું ઉટી ગયો હતો એ યાદ તાજી થઈ ગઈ...ત્યાં ની "પરોણાગત" તમે લખ્યુ એવી જ હોય છે;ઉપરથી સારુ-સારુ; માહે પોલંપોલ...એ તો માહિ પડ્યા તે મહાસુખ માણે તેવું છે...હા; પણ કુદરતી સૌંદર્ય આ બધું જ ભુલાવી દે તેવુ છે...આગે બઢો...
ReplyDeleteઆટલી બધી ચીડ કેમ? south indiana food સામે જ્યાં જાવ ત્યાંનુ ફુડ એન્જોય કરો હુ બેંગ્લોર ગઈ તો રોજ સાંજે ખાસ ઢોસા ખાવા જાતી ત્યાં જેવી ફીલ્ટર કોફી ક્યાંય ના મળે
ReplyDeletetamari najare fari kerala farvani alag maja maahnu chhu :)
ReplyDeleteબેંગલોર ની છેલ્લી મુલાકાત વખતે ટ્રેન માં એક મુળ રાજસ્થાની/મારવાડી પરંતુ બેંગલોર માં સ્થાયી એવાં એક મિત્ર બન્યા.
ReplyDeleteખરેખર સાઉથ ઇન્ડીયન ફ઼ૂડ સારું ખાવું હોય તો ત્યાંના લોકલ રહેવાસી ને પુછાય. એ મિત્ર મને પોતાની ગાડી માં બેસાડી ને એક લારી એ ફ઼ૂડ માટે લઈ ગયેલો. એ સ્વાદ તા-ઉમ્ર યાદ રહેશે. બાકી સ્પોન્સર ની દયા થી મારો ઉતારો તો સ્ટાર કેટેગરી ધરાવતી હોટલ માં હતો. પણ ખાવા ની મજા લારી પર આવી ( જો કે એ લારી ની આસપાસ મર્સીડીઝ કે અન્ય લક્ઝરી કાર જોઇ ને નવાઇ નહોતી લાગતી ( જગ્યા નું નામ ભુલી ગયો છું. )
મુકુલભાઇ , કેરલ યાત્રા ચાલુ રાખો... મજા આવે છે... અગલા એપીસોડ કબ ??
Mukulkaka Lakhvanu bandh na karta bahu SARU ane SACHU lakho chho... ame khubaj enjoy karie chhe 7day6night..
ReplyDelete" વેમ્બનાડુ લેઇક એ ભારતનું લાંબામાં લાંબુ અને કેરલનું મોટામાં મોટું સરોવર છે જેની કુલ સપાટી આશરે ૨૦૩૩ સ્ક્વેર કિલોમીટર જેટલી છે." વાહ ખુબજ સરસ આ સરોવર વિશે તમારી પાસેથી નવું જાણવા મળ્યું. બાકી હું પણ કેરળમાં ફરું છું તમારા લેખ સાથે.
ReplyDeleteમુકુલભાઈ , ખૂબ મજા પડી ત્રણેય ભાગ વાચવાની
ReplyDeletevah mne kakasaheb kalelkr yad aavi gya...!!farva jayiye ane mushkelio na hoy to maja j na aave...barabr ne...mukul bhai...?mane maja aavi...keral frvani...vishesh mahiti pn mali...
ReplyDeleteઆંખે દેખ્યો અહેવાલ લાગે, વાંચવાની તો મજા પડેજ પણ સાથે સાથે એમાંથી પડતી ટીપ્સ નોંધતા જઈ તો ખુબ ઉપયોગી થાય.
ReplyDeleteકુલ કેટલા ભાગ થશે ? અને ચોથો કયારે આવશે.
અને હા ખાસ તાકીદ ઈ કરવાની કે રાજકોટ પરત પહોચ્યા ત્યાં સુધી નું વર્ણન જોઈશે ભલે એકાદ ભાગ વધી જતો.
Mukulbhai: i heard houseboats having mosquito problem?? Aam to Rajkot vala ne nade nahi... to pan kevu rahelu?? :)
ReplyDeleteમુકુલભાઈ મજાનું સચોટ પ્રવાસ વર્ણન. મારા મોટાભાઈ બેંગલોર વર્ષોથી રહે છે.સાઉથ ઇન્ડિયન ફૂડ કોઈવાર ટેસ્ટ માટે સારું લાગે બાકી રોજ રોજ મજા આવે નહિ. એક મિત્રના દીકરાને કાલીકટમાં આવેલી રીજીયોનલ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળતા એમની સાથે હું પણ કેરાલા ગયેલો. ગુજરાતી ખાવાનું મળે નહિ. જ્યાં જઈએ ત્યાં રાઈસ અને સંભાર. વળી આખી થાળી ભરીને રાઈસ અને દૂધ ભરવા ડેરીવાળા વાપરે છે તેવા માપીયા ભરીને સંભાર રેડીને આપે.આટલો બધો ભાત ક્યારે થાળીમાં જોએલો નહિ.એટલા ભાતમાં તો આખું ઘર ખાઈ લે. વળી સુરતમાં પ્લેગ ફાટેલો તે દિવસોમાં અમે ગયેલા ગુજરાતથી આવ્યા છીએ જાણી કોઈ હોટેલમાં રૂમ પણ આપે નહિ. વળતા બેંગલોરમાં ફરેલા. મારા મિત્રને બરોડામાં કોઈ વાર કડક કમસક્કર કોફીના ઓર્ડર કરવાની ટેવ. તેઓ તો ખુશ થઇ ગયેલા.બેંગ્લોરમાં આખો દિવસ જ્યાં મળે ત્યાં કોફી ઢીંચે રાખી. બસ પછી તો નીચેનો વાલ્વ એવો જામ થઇ ગયો, કે નોર્મલ ડીલીવરી થાય જ નહિ. ત્યાર પછી કદી કોફીનું નામ લેતા નહિ. બાકી કેરાલા બહુ મજાનું.
ReplyDeleteતસવીરો સરસ ... પ્રત્યેક ભાગ 1,2 અને 3 સાથે નાની પણ વધારે તસવીરો હોત તો વાંચવાની મજા અનેક ગણી વધી જાત.
ReplyDeleteઆવા પ્રકારના પ્રવાસ દરમ્યાન ઘણું ખરું ફોટા કોણ પાડશે ? કેવા પાડશે ? કયા વિષયને સમાવી લેવા બાબતે .... પ્રવાસીઓ (કે પરીવારના સભ્યો) પોતાને કેન્દ્ર્માં રાખે ત્યારે પાડેલા ફોટા આવા જાહેર માધ્યમ પર મૂકવાની હિંમત ના થાય અને પછી બાકી બચતા ફોટાઓથી જ કામચલાવી લેવું પડે. અમે પ્રવાસમાં બે કેમેરા રાખીએ ... એક મોબાઇલ ફોનમાં ફેમીલી ફોટા લેવાના અને બીજો નિકોન ડી7000 .... થાનગઢના સુલેમાનભાઇ પટેલની સલાહ મુજબ ‘માણસ’ સીવાયની માત્ર અને માત્ર જીવસૃષ્ટિ તેમજ પ્રકૃતિ !!!
સરસ. મઝા. પ્રવાસવર્ણન એ પણ આમ તો લલિત નિબંધના દાયરામાં જ આવે, એમાં માત્ર સ્થળની માહિતીઓં અને અહેવાલ હોય તો તે નિરસ બની જાય. એટલે તેને રસિકતા આપવા માટે સાહિત્યનો આશરો લેવો પડે. તમારી ભાષામાં હળવા વ્યન્ગ્યની મીઠાશ છે એટલે એ ગમે. એ પણ એક રસબિંદુ છે. પેલા ન્યૂઝીલેન્ડના કવિ થોમસ બ્રેકનનાં કાવ્યોની થોડીક અનુવાદિત અને રસિક લ્હાણ પણ કરવો . મઝા પડી .
ReplyDeletenice it is....
ReplyDeletekhub j sari rite tasveero no use karyo chhe.. khub j sarar..
ReplyDeleteseems like a tough tour mukulbhai.
ReplyDeleteપાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા! khub saras use of language.....really liked it
ReplyDelete“બંદર ક્યા જાને અદ્રક કા સ્વાદ...!” એ ડાયલોગ બહુ સ્પષ્ટ દેખાતો હતો!.. મુકુલકાકા તમારે અદ્રક નો સ્વાદ માણી લેવો હતો ને ! બહુજ મોંઘો સ્વાદ અહીં સાવ કાનામાતર વગર નો હતો .. !
ReplyDeletesouth ma javano language sauthi moto problem kare, ae bole shu and aapde samjiye shu..
ReplyDelete"પાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા!"
ReplyDeleteમીઠાનો પ્રસંગ પણ સુંદર. અને એમ કહી શકાય કે સેલ્વામ તમારા માટે ભગવાનનો દૂત બનીને એના રાજ્યમાં ફેરવવા નીકયો હતો. સરસ.