Tuesday, November 22, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪



ગળથૂથી
કોઈ વ્યકિત એવો દાવો કરે કે એણે જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, તો પ્રભાવિત ના થઇ જતા પણ એની દયા ખાજો કેમકે આનો અર્થ એ થાય કે એણે એના જીવનમાં કોઈ દિવસ કંઇ નવું કરવાની કોશીશ જ નથી કરી!
                            
                        કેરળની કુલ વિસ્તારની ૩૮ ટકા જમીન ઉપર નાળિયેરીના ઝાડ ઊભાં છે અને કેરળના અર્થ તંત્રમાં નાળિયેરના ઉત્પાદન નો બહુજ મોટો હિસ્સો હોવો સ્વાભાવિક છે, એટલે અમે પરત આવ્યા પછી અમેને જે સવાલ વારં વાર પૂછવામાં આવ્યો એ એ હતો કે તમે કેરલમાં નાળિયેર બહુ પીધાં હશે. આમાંથી કેટલાકનો ખ્યાલ તો એવો હતો કે કેરલામાં જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણીને બદલે નાળિયેર પાણી પીવા મળતું હશે! પણ ગમે તે કારણ હોય, કદાચ ટુરીસ્ટ્સ ના કારણે હોય પણ અહીં નાળિયેર રાજકોટ (કે જે ભારતના મોંઘામાં  મોઘા શહેરોમાં ક્યાંક ઉચ્ચ સ્થાને હોવાની બાદશાહી ભોગવે છે) કરતાંયે મોંઘાં હતાં. અમને હાઉસબોટમાં પણ અમે ૪+૧ હોવા છતાં ચાર જ નાળિયેર વેલકમ ડ્રિંક તરીકે આપવામાં આવેલાં!

                કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. ઠેકઠેકાણેથી આવી પડેલાં યાયાવર ટોળાંઓ પોતપોતાની હાઉસબોટમાં ઘુસીને જળવિહાર કરતાં હતાં અને એમનો આ જળવિહાર આ લેઇકના મૂળ માલિકીહક્ક ધરાવતાં બગલા, જલકૂકડી,બતક વગેરેના રોજીંદા કાર્યમાં વિક્ષેપરૂપ હતો પરંતુ બિચારાં કરે પણ શું? જેવો આ યાંત્રીક જળ રાક્ષસ એની બાજુમાં આવે એટલે ઊડી જઈને માર્ગ આપવા સિવાય બીજો માર્ગ ક્યાં હતો એમની પાસે? આ સરોવરમાં બગલાની અનેક પ્રજાતીઓ અને જાત જાતનાં બતક  થાય છે ઉપરાંત (આપણે જેનું અત્યારે લગભગ વાર્તામાં જ અસ્તીત્વ રહેવા દીધું છે એ) ઘર ચક્લી અને એવાં બીજાં અનેક પક્ષીઓ અહીં છે પણ આપણે એને એના કુદરતી નિવાસમાં પણ ક્યાં શાંતિથી રહેવા દઈએ છીએ?

                અમારૂં આજનું લંચ, ડીનર અને બીજા દિવસ સવારનો (હા ભૈ સવારનો જ!) બ્રેકફાસ્ટ આ બધું હાઉસબોટમાં જ. અમે હાઉસબોટના કૂકને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે અમે શુધ્ધ શાકાહારી છીએ, અમારા હાઉસબોટના કેરાલીયન કૂકે બપોરની રસોઇ ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનાવી હતી, પણ જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું!
                કેરાલા જવાનું હતું ત્યારે અમને સૌથી વધારે ચિંતા ખાવા બાબતની જ હતી, એક તો શાકાહારી ભોજન સહેલાઇથી મળશે કે નહીં અને મળશે તો આપણને ફાવે એવું હશે કે નહી, કેમ કે આપણે સિંગતેલમાં રાંધનારા જ્યારે એવું સાંભળેલું કે કેરાલામાં રસોઇમાં કોપરેલ તેલ વપરાય છે. આપણે રોજબરોજના જીવનમાં જાત જાતની માન્યતાનાં કેટકેટલાં બિનજરૂરી પોટલાં ઊંચકી ને ફરતા હોઇએ છીએ! રસોઇ તો અમુક તેલમાં જ થાય, અમુક ખોરાક ભારે કહેવાય અને અમુક હલકો, અમુક વાયડું પડે તો અમુક પચે નહી! અને આ બધીજ આપણી ધારણાઓને આપણે યુનિવર્સલ સત્ય ગણીને ચાલતા હોઈએ છીએ, પણ જો ખુલ્લા મને બહારની દુનિયામાં પગ મૂકીએ તો ઘણા બધાં પોટલાં નો બોજ( જો આપણી તૈયારી હોય તો) હલકો થઈ જાય છે, એક વરસ પહેલાંની એક વાત યાદ આવે છે હું જવાહર નવોદયમાં તાલિમ માટે ઓરિસ્સા ગયેલો. ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ચોખા, ત્યાંના પ્રિન્સીપાલ જે મારી સાથે જમવા બેસતા તે બપોરના ભોજન માં રોટલી ખાય નહીં પણ રાત્રે રોટલી ખાય એટલે મેં એમને કારણ પૂછ્યું તો કહે કે ચોખા એ ભારે ખોરાક કહેવાય અને ઘઊં એ હળવો ખોરાક એટલે રાત્રે હળવે ખોરાક લેવાય એ સારૂં! જ્યારે અહીં આપણે શું માનીએ છીએ? આનાથી બિલકુલ ઉલ્ટું, ચાલો અત્યારે કંઇક ભાત-ખિચડી એવું હલકું કરી નાખોને, રાત્રે સારૂં રહેશે! ( આ કિસ્સો મેં અહીં આવીને વડિલોને કહ્યો તો પણ એ લોકો હજુ પણ એમની વાત ઉપર અડગ છે કે ઘઊં એટલે ભારે ખોરાક અને ચોખા એટલે હળવો!)

                આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, પાણીમાં વચ્ચે વચ્ચે ઉગેલી તરતી વનસ્પતિ અને એના ઉપર માછલીનો શિકાર કરવા માટે ધ્યાનસ્થ થઈને બેઠેલા બગલાઓ, કિનારા ઉપરથી પાણીમાં ઝૂકીને પોતાનું પ્રતિબિંબ નિહાળતાં નાળિયેરીનાં વૃક્ષોનાં ઝૂંડ અને એ ઝૂંડની વચ્ચે સાવ કિનારે આવેલાં ગ્રામ્ય મકાનો જેના ઘરના ઊંબરાને આ પાણી પખાળતું હોય અને ત્યાં બેસીને જ આરામથી બહેનો કપડાં ધોતી દેખાય. ઘરનાં આંગણાં ને અડીને પાણીમાં એક નાનકડી હોડી પાર્ક કરેલી દેખાય જે આ લોકોને માટે અવર-જવરનું એક માત્ર સાધન છે. વચ્ચે વચ્ચે હલેસા વાળી હોડીમાં કોઈ માછીમાર માછલી લઈને જતાં દેખાય તો કોઇ હોડી કાચાં કેળાંની લૂમથી કે કંદથી ભરેલી દેખાય. બંગાળના ભાગલા માટે બદનામ લોર્ડ કર્ઝને આ વિસ્તારને પૂર્વનું વેનિસ કહીને કોઇ જ અતિશયોક્તિ નથી કરી! પરંતુ જો તમારે તમે જે આ હાઉસબોટ માટે આઠ-નવ હજાર ખર્ચ્યા છે એને બેક વોટરને બદલે ’પાણી’માં જવા દેવા હોય તો બોટમાં ઈડિયટ બોક્ષ પણ ડીશ કનેક્શન સાથે હાજર હોય જ છે!

                હાઉસબોટના યાદગાર ૨૧ કલાક પછી બીજા દિવસની સવારે ફરીથી પાછા કિનારે આવ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે અમારા સેલ્વમભાઇ રાહ જોઇને બેઠા હતા. ફરી પાછી એજ ઈન્ડિકાની સફર અને ઈન્ડિકા દોડવા લાગી ૧૪૧ કિલોમીટર દૂર આવલા મુન્નાર તરફ, મુન્નારમાં અમારા બે દિવસ પ્લાન કરેલા હતા એટલે એક નિંરાંત હતી કે ચાલો બધું શાંતિથી જોવાશે અને આરામ પણ થશે, પણ ત્યારે ક્યાં ખબર હતી કે મુન્નારમાં એકજ રાત શાંતિથી જવાની હતી અને બીજા દિવસે અરધી રાત્રેજ ઉચાળા ભરવા પડશે!



ગંગાજળ

બકરી અને રાજકોટની ઓટોરીક્ષામાં શું સમાનતા છે?
.
.
.
બકરીના ગળામાં આંચળ હોય છે એમ રાજકોટની ઓટોરીક્ષામાં મીટર હોય છે!

29 comments:

  1. પરંતુ જો તમારે તમે જે આ હાઉસબોટ માટે આઠ-નવ હજાર ખર્ચ્યા છે એને બેક વોટરને બદલે ’પાણી’માં જવા દેવા હોય તો બોટમાં ઈડિયટ બોક્ષ પણ ડીશ કનેક્શન સાથે હાજર હોય જ છે!..waah waah...enjoyed reading you :)- waiting for munnar, which is declared at second place in top 25 "must see" places in asia..

    ReplyDelete
  2. યોગેશ જોગસનNovember 22, 2011 at 11:23 AM

    વાહ.... મજા પડી ગઈ.... માણસ ઘરે થી બારે નીકળે એટલે જમવાનું ક્યાં? ક્યારે અને કેવું મળશે, એના જ વિચારોમાં હોઈએ છીએ તેનું આડકતરી રીતે સારું આલેખન કર્યું છે.....

    ReplyDelete
  3. Really good and informative travel Diary

    વેમ્બનાડુ લેઇકનું સરસ વર્ણન, હવે ત્યાં જવામાં આવશે. તમારા બધા બ્લોગ વાચ્યા છે, અને નજીક ના ભવિષ્ય માં કેરલા જવાનું થાય તો તમારી ટ્રાવેલ ડાયરી નો ઉપયોગ પ્લાનિંગ કરવા માં થશે..... ફોટો સરસ છે.... ગળથૂથી અને ગંગાજળ બંને સરસ.....

    ReplyDelete
  4. આપણે રોજબરોજના જીવનમાં જાત જાતની માન્યતાનાં કેટકેટલાં બિનજરૂરી પોટલાં ઊંચકી ને ફરતા હોઇએ છીએ!

    ---બહુજ સરસ વાત, મુકુલભાઈ, જો આ પોટલા નો ભાર ઓછો કરી શકીએ તો કૈક નવું જાણવાની જીજ્ઞાશા, માનવાનું મન થાય અને એ ચોકસ પણે ભૌતિક પ્રગતિ માં મદદ રૂપ થાય.. પણ... પેલી બિલાડી ના ગળા ની ઘંટ જેવી વાત છે, પોટલા ઉતારે કોણ ???

    ReplyDelete
  5. મુકુલભાઈ, અમે બધા તો સીધા દુબઈ થી કેરાલા જવાના છીએ... અને કેરાલા થી સીધા દુબઈ આવી જઈશું, થેપલા તો ઉપાડી ને લઇ જવા રહ્યા... :પી

    ReplyDelete
  6. sir...khub sunder...keralni yatra...nariyel oil ma rasoi banave a navin janyu...amare aabaju sarso nu oil...(raido)vapre...khas to tmara lekhma navodaya no ullekh kri ati aanand thayo.....aama je photao 6 te tme tmara kachkdama kandarela 6?k bijethi lidhela 6...?

    ReplyDelete
  7. pote safar kari hoi ame evu lage che maja ave che pan tukda tukda karta sathe apo to vadhu aja pade...

    ReplyDelete
  8. pote safar kari hoi ame evu lage che maja ave che pan tukda tukda karta sathe apo to vadhu aja pade...

    ReplyDelete
  9. Sir, Aapna pravash nu sunder vernan kar'u che.
    Khubaj saras..

    ReplyDelete
  10. ચા..આઆઆ...લો....આ હપ્તો વાંચી ને એક રીતે ખુબ આનંદ થયો;કે તમને સફરમાં થતું/થયેલુ "સફરીંગ" આ(હપ્તામાં)માં નથી...
    ભારત દેશ માં દરેક બાબતે બેશૂમાર વિવિધતા જોવા મળશે;ખોરાક તેમાં ની એક છે.અહિંના(ગુજરાત ના) એ ડાયેટિશ્યનો ફક્ત અહિં(ગુજરાત મા) જ ચાલે;જે એમ કહે છે જે ભાત ખાધે 'ચરબી'વધે!!!!તમે કોઈ કૅરાલિયન(કે સાઉથઈંડીયન) 'ભાત' ના લીધે જાડો જોયો? હા;એક રસિક વર્ણન(કે જે તે બાજુ ગયેલા લગભગ દરેક પાસેથી સાંભળ્યું છે)છે એ લોકોને ભાત ની સાથે 'સાંબર(અરે ભૈ સંભાર!!!)'અને 'રસમ' ખાતા જોયાનું...જે મેં જાતેય જોયું છે;ઉટી માં અને ત્યાં જતા...એ દ્રશ્ય જેણે જેણે જોયું-જાણું ને સાંભળ્યું છે એ લોકોએ કમ-સે-કમ ૧-૨ અઠવાડિયા માટે દાળ-ભાત નથી ખાધા!!!!!એ 'સીન' અત્રે નથી!!!? કે હજુ વાર છે?...રાહ જોઈએ છીએ;કારણ-પિક્ચર અભી બાકી હૈ દોસ્ત...

    ReplyDelete
  11. મુકુલભાઈ, તમારા વ્યક્તિત્વ અંગે બાંધેલી થોડી ધારણા ઓ ખોટી પડી. વાહ .....અદભુત લેખન શૈલી છે....

    ReplyDelete
  12. મારે આ કોમેન્ટ ફરી લખવી પડે છે . શું કામ રદ થઈ હશે ?????

    તમે તો એક ફિલોસોફરની રીતે શરુ કર્યું. અને પાછું ગુજરાતી વૈષ્ણવોને રસોડાદર્શનની મનાઈ ફરમાવીને પ્રમાણપત્ર પણ લીધું. પણ તરત કેરલ પહોચી ગયા એટલે અમે રાજી રાજી ....
    " પાણીમાં વચ્ચે વચ્ચે ઉગેલી તરતી વનસ્પતિ અને એના ઉપર માછલીનો શિકાર કરવા માટે ધ્યાનસ્થ થઈને બેઠેલા બગલાઓ, કિનારા ઉપરથી પાણીમાં ઝૂકીને પોતાનું પ્રતિબિંબ નિહાળતાં નાળિયેરીનાં વૃક્ષોનાં ઝૂંડ અને એ ઝૂંડની વચ્ચે સાવ કિનારે આવેલાં ગ્રામ્ય મકાનો જેના ઘરના ઊંબરાને આ પાણી પખાળતું હોય અને ત્યાં બેસીને જ આરામથી બહેનો કપડાં ધોતી દેખાય. ઘરનાં આંગણાં ને અડીને પાણીમાં એક નાનકડી હોડી પાર્ક કરેલી દેખાય જે આ લોકોને માટે અવર-જવરનું એક માત્ર સાધન છે. વચ્ચે વચ્ચે હલેસા વાળી હોડીમાં કોઈ માછીમાર માછલી લઈને જતાં દેખાય તો કોઇ હોડી કાચાં કેળાંની લૂમથી કે કંદથી ભરેલી દેખાય. " વાહ; સરસ. લલિત લલિત પ્રવર્તન. પ્રવાસવર્ણનમાં ભાવક પ્રવાસી થઈ જાય અને પ્રવાસી ઉત્તમ કોટિનો ભાવક ..... અમારું આ વિધાન તમે સાંભળી {ભલેને અમે પહેલીવાર કર્યું હોય } ગયા લાગો છો. તો પછી હવે પછી આવનારા કાળમાં અમે જે વિધાનો કરવાના છીએ એ પણ સાંભળતા રહો. પણ એના માટે તમારે પ્રવાસીભાવક થવાનું છે હો .......

    ReplyDelete
  13. મુકુલભાઈ, અમને બોટવાળા ભાઈ એમના ઘરે લઇ ગયા હતા, એમનો થોડો સમાન લેવાનો હોવાથી. ત્યાં રસદાર તાજા નારિયળ ઝાડ ઉપર થી ઉતારી ને આપ્યા અને જે જલસો પડ્યો છે, અમને તો ખરો જ પણ છોકરાઓ ને ખાસ. મારી એક ટેવ રહી છે, સાથે નાસ્તા કે બિસ્કુટ વગેરે રાખવા એટલે બોટવાળા ભાઈ ના છોકરાઓ ને આ બધું આપ્યું એટલે એ ભાઈ ના માતાજી અમારી પાસે થી પૈસા લેવાની ના પાડવા લાગ્યા. વાહ! એટલા તો માલદાર આપડે પણ નથી.

    આવોજ અનુભવ દક્ષીણ ની સફર દરમ્યાન હૈદરાબાદ પાસે થયો છે. એક ખેતર પાસે ગાડી રોકી ને જમવા બેઠા કારણ ત્યાં કુવો હતો. આંબા ઉપર લચકદાર કેરીઓ જોઇને દાઢ સળકી. એ લોકો ને ઈશારા થી સમઝાવ્યું કે થોડી કેરી પડી આપો. એ સમઝ્યા કે કોથળો ભરીને જોઈએ છે. મેં કહ્યું આ છોકરાઓ માટે જોઈએ છે ૨ કે ૩. છોકરા નું સાંભળી ને પીગળી ગયા અને ૧૦-૧૨ કેરી ઉતારી આપી. હાફૂસ જેવી મીઠીમધ..આહ! મેં ત્યાં પણ એમના છોકરાઓ ને નાસ્તા આપ્યા અને જબરદસ્તી થી થોડા પૈસા.

    જેસલમેર જતા રસ્તામાં આવીજ એક જગ્યા એ (ગુજરાતમાં) બપોરે જમવા રોકાયા (કુવો જોઈ) ગામઠી લોકો આખી દોણી ભરીને તાજી છાસ આપી. જમ્યા પછી વાતો એ વળગ્યા અને ઘરવાળા ને કહે - ચા મુકો મેમાન માટે, આહા! મુકુલભાઈ, અમે મિત્રો કાયમ પોતાની કર લઈને જ સફર કરી છે. ઉત્તર થી દક્ષીણ બાજુ. કારણ સાદું છે. આવા કુદરતી માહોલ માં થોડું રાકવ અને જમો, થાક ઉતારો એટલે ૭ સ્તર હોટેલ જખ મારે છે. અને એમાં આવા દિલદાર લોકો મળે (મળે જ) એટલે ભારત કોને કહેવાય!! એ સમઝાઇ જાય.

    પ્રવાસ એ ફક્ત જોવા લાયક સ્થળો ની મુલાકાત નથી. એ તો હિન્દી સિનેમા વાળા આપડી ખુબ સેવા કરે જ છે ને.

    ReplyDelete
    Replies
    1. "આવા કુદરતી માહોલ માં થોડું રાકવ અને જમો, થાક ઉતારો એટલે ૭ સ્તર હોટેલ જખ મારે છે." sachi vaat.

      Delete
  14. વગર યાત્રાએ મોજ કરાવી દીધી..જાની દાદા...!

    ReplyDelete
  15. Beautiful post! I have been fantasizing about visiting Kerala since ages. Now your post has intensified my desire!

    ReplyDelete
  16. મુકુલ ભાઇ ,..
    આ ગુજરાત માં જ નોન વેજ નાં લફ઼ડા છે .. બાકી બધે ધબધબાટી ચાલે છે.
    કેરળ માં કુદરત ખરા અર્થમાં મહેરબાન છે. ( મારે હજુ ત્યાં જવાનું બાકી છે ) તમારો આ અનુભવ ઘણો કામ લાગશે....
    તમારી કલમ માં એ તાકાત તો ખરીજ કે અહિંયા બેઠા બેઠા પણ કેરળ ની યાત્રા કરતાં હોય એવું લાગે... એ સેલ્વમ સાથે ના અનુભવ હોય કે હાઉસબોટ નો...
    લખતાં રહો... અને અમને કેરળ ફ઼ેરવતા રહો...

    ReplyDelete
  17. વાહ મુકુલભાઇ... શું સરસ જમાવટ કરી છે. એક વાત તો આપે આપણી પ્રજા (ગુજરાતી) માટેનું સચોટ બાબત કરી છે. ખાસ કરીને ખાવા ’પીવા’ માટે. મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે. પ્રવાસમાં ફ્ક્ત સગવડ નહી મનની મોક્ળાશ પણ જોઇએ. હવે આગળના ભાગની રાહ જોઇએ.

    મિતેશ પાઠક

    ReplyDelete
  18. kharekhar bov j maja aavi... have january jaldi aave to saru..

    ReplyDelete
  19. Write up has revive my honeymoon at kerala.
    "NAAL WRITE UP"

    ReplyDelete
  20. lage che ke kerala ek var to javu j padse

    ReplyDelete
  21. લેખની બાંધણી રસપ્રદ છે.
    અમે ત્રણ સખીઓ કેરલ મુલાકાતે ગઈ ત્યારે અમને ભોજનનો જલસો પડ્યો હતો. શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં શોધતા વાર લગતી હતી પણ ભોજન ખુબ સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર મળ્યું'તું. ચટણીઓની વેરાઈટીઝનો ટેસડો પડી ગયો તો. અમે back water કિનારાના એક ગમે paying guest તરીકે રહ્યા હતા અને સ્થાનિક જીવન નજીકથી માણ્યું હતું.

    કેરલ આગવી રીતે સુંદર છે. દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો એના ડાંગરના ખેતરો સહીત ચોમાસા પછી કેરલ સાથે હરીફાઈ કરે એવા હોય છે.

    જુદા સ્થળોની મુલકાત-પ્રવાસ આપણા વ્યક્તિત્વને વિસ્તારવા માટે મહત્વના લાગે છે મને.
    તમારા વ્યક્તિત્વમાં ઉમેરાયેલા એવા કોઈક મુદ્દા ધાને આવે તો એ પણ share કરજો.

    ReplyDelete
  22. Your experience reminded me one thing for sure - "Ability of a person is not how he has planned his task or even life. But how he stands and faces the challenges of it when things he planned has gone wrnog"
    Don't take it as GYAN but I enjoyed all small chellenges like kitchen in the boat house, Heavy or Light diet...etc more lovingly....

    ReplyDelete
  23. .... ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં!... મુકુલકાકા ૫ તારક હોટેલ ના રસોડામાં માં પણ ક્યારેય જતા નહીં ત્યાં પણ આવી જ હાલત હોય છે.. ૨ દીવાસ પહેલા જ નાઇરોબી મા અમારી નવી હોટેલનું ઓપનીંગ હતુ.. મારા લાયક ખાવા માટે પાસ્તા એકજ વેજ. આઇટમ હતી.. પણ એ પાસ્તા ચીકનના વાસણ ની = બાજુ મા મુકેલા અને ચીકન અને પાસ્તા લેવા માટે નો ચમચો ૧ જ હતો.. ! સવાર થી બીજી સવાર સુધી પાણી પિય ને ચલાવવું પડેલુ...

    ReplyDelete
  24. Fido pay as you go?????? I cant log into any website?

    ReplyDelete
  25. ha ha ha kitchen na joiae aemaj aapsi bhalai baki jamvanu gadani niche na utre , and bhukha rehvu posai nai

    ReplyDelete
  26. આ યાયાવર ટોળું બહુ સારી રીતે ફરે છે, ફોટ ખૂટે છે મુકુલભાઈ, રાખો વધુ.

    ReplyDelete