Monday, November 14, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૨


ગળથૂથી
આપણી ઊંચાઇ આપણને કુદરત તરફથી મળેલી હોય છે, પરંતુ આપણી જાડાઈ આપણે સ્વયં નક્કી કરવાની હોય છે!
                                  મુંબઈથી મેંગ્લોર સુધીનો કોંકણ રેલ માર્ગ
             ૨૬મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ ખુલ્લી મૂકાયેલ કોંકણ રેલ એક અજાયબીની સાથે સાથે..ભારતના જ નહીં પણ વિશ્વના સુંદરતમ રેલમાર્ગોમાંનો એક છે. મુંબઈથી શરૂ થઈ ગોવાને વિંધીને મેંગ્લોર પુરો થતા આ ૭૬૦ કી.મી ના રેલમાર્ગમાં  ૨૦૦૦ જેટલા બ્રિજ જેમાં લાંબામાં લાંબો બ્રિજ ગોવાની જુવારી નદીપરનો  ૧૩૧૯ મીટર છે અને ૯૨ જેટલી ટનલ આવેલી છે, જે બધીજ ટલનની કુલ લંબાઇ થાય છે ૮૩ કિલોમીટર જેટલી, જેમાંની લાંબામાં લાંબી ટનલ  ૬૫૦૬ મીટર જેટલી લંબાઇ ધરાવે છે જે મહારાષ્ટ્રમાં આવેલી છે. વળી આજ માર્ગ બરાબર ગોવા અને કર્ણાટકની બોર્ડર ઉપર ગોવામાં ભારતનો પાંચમા નંબરનો સૌથી ઊંચો ધોધ દૂધસાગર, મંડોવી નદી ઉપર આવેલો છે. કોંકણ રેલનો આખો માર્ગ બન્ને બાજુ નાળિયેરી,આંબા, જેક ફ્રુટ, પામ ટ્રી, સાગ અને ઘાસના મેદાનોથી આચ્છાદિત છે, પણ બધું જોવાનું અમારા નસીબમાં ક્યાં હતું? ટ્રેનના સમયના કારણે જતી અને આવતી બન્ને વખતે અમે આમાંથી મોટા ભાગનું નીંદરમાં ગુમાવ્યું!
                                    ગોવાનો જુવારી નદી પરનો બ્રિજ           
         એમ તો નીંદર પણ ક્યાં નહોતી ગુમાવી! શરૂઆતમાં પેલા ભેંકડાસૂરે બે કલાક જેટલું પોતાનું કામ કર્યું, માંડ નીંદર આવી’તી ત્યાં ભર નીંદરમાં પડખું ફરવા જતાં ડાબા પગનીપાનીમાં કંઇક અણીદાર ખીલા જેવું ભોંકાયું અને ભયંકર પીડાને સહન કરી ચીસને નીકળતી જેમ તેમ રોકી રાખી. અંધારામાં પગની પાની ઉપર હાથ ફેરવીને જોયું તો લોહીની ભીનાશ અનુભવી... થોડીક વાર કશ્મક્શ અનુભવી ને મન મક્ક્મ કરી લીધું કે બીજા કોઈની નીંદર નથી બગાડવી. પીડા સહન કરતાં કરતાં પાછી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને પહેલ વહેલાં બે કામ કર્યાં એક તો કેવું ક વાગ્યું છે એ જોવાનું. જોયું તો સારો એવો અરધા ઈચ જેટલો ઘા હતો, અને બીજું કામ એ સંશોધન કરવાનું કે આ વાગ્યું છે શું? અગાઉ વાત કરી હતી એમ ગરીબરથમાં સાઈડમાં પણ ત્રણ બર્થ આવે છે, એમાં વચ્ચેની બર્થને ઉપર બાંધી રાખવા માટે સ્ટીલના હૂક હોય છે ખોલી નખાયા પછી એના અને દિવાલના વચ્ચે આ હૂકના લીધે ત્રણેક ઈંચ નો ગેપ રહે છે.( રેગ્યુલર વચ્ચેની બર્થ કરતાં આ થોડી અલગ પધ્ધતિ છે) આ હૂક અણીદાર હોય છે (અણી શા માટે? લાલુજીને ખબર!) રાત્રે પગ પૂરા ફોર્સથી આ હૂક પર જતો રહેલો! સવારે, “અરર..અને હાય..હાય..કેટલું બધું વાગી ગયું છે...અમને કેમ ના જગાડ્યા”..વગેરે વગેરે ઉદ્‌ગારો પછી પ્રાપ્ય સંશાધનોની મદદથી પાટાપીંડી કરવામાં આવી.( અને પછીના તમામ દિવસો લંગડાતા લંગડાતા જ પસાર કર્યા!)
             અમે રસ્તામાં હતા ત્યારેજ ટુર ઓપરેટર સતત ફોનથી અમારા સંપર્કમાં હતા વળી અમારા ડ્રાયવરનો મોબાઇલ નંબર અને ગાડી નંબર પણ અમને એસ એમ એસ કરી દીધો હતો એટલે અજાણી જગ્યાએ ઉતરીને શું કરવું એની કોઈ ચિંતા નહોતી. ૩૧ ઓકટોબરે સાંજે ૬ વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ( આ ટર્મિનસ જેણે જોયું હશે એને એની ગરીબી ખબર હશે, સમગ્ર ભારતમાં આટલાં ગંદા અને ઢંગધડા વિના ના સ્ટેશન ઓછાં હશે) થી ઉપડેલી ટ્રેન બીજા દિવસે સાંજે ૬;૩૦ની આસપાસ નિર્ધારીત સમયે અર્નાકુલમ સ્ટેશન પર પહોંચી ગઈ એકદમ રાઈટ ટાઈમ! આ ગાડીની સૌથી મજાની વાત એ હતી અથવા તો છે કે એનું ભાડું બીજી ટ્રેનની સરખામણીમાં લગભગ ૪૦% જેટલું ઓછું છે! (ભલે ખીલો વાગ્યો પગમાં, હજી જરૂર હોય તો બીજો પગ પણ છે!)
             ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઉતર્યા ત્યારે વરસાદ ચાલુ હતો, અને અમારા ડ્રાઈવર ભાઈ હજુ આવ્યા નહોતા જે થોડીજ વારમાં આવી ગયા,સામાન ગાડીમાં ગોઠવાયો, અને લશ્કર ઉપડ્યું. અમારા ડ્રાયવરનું નામ સેલ્વમ, પણ એનો સાચો ઉચ્ચાર શીખતાં અમારી અરધી ટુર પૂરી થઈ ગઈ હતી! કેમ કે એ મલયાલમ બંદો શું ઓચરે છે એ સરખું સમજાય જ નહીં! મેં પહેલેથી જ આગ્રહ રાખેલો કે અમને શક્ય હોય ત્યાં સુધી હિન્દી બોલી સમજી શકે એવો જ ડ્રાયવર આપવો, એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આવેલ! જેટલું ખરાબ હિન્દી એટલું જ ભંગાર ઈંગ્લીશ! ( ને આપણેય ઈંગ્લીશમાં તો કયાં ઓછા ઊતરીએ એમ હતા!) પછીના એક અઠવાડિયા સુધી મેં અને સેલ્વમભાઇએ જે રીતે અંગ્રેજીમાં ચલાવ્યું છે...જે ચલાવ્યું છે એ જોઈને શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે!
             અહીંથી સીધા અમારે ૭૦ કિલોમીટર દૂર આવેલ એલ્લેપી, પૅગોડા રિસોર્ટ જવાનું હતું જ્યાં અમારો આજની પ્રથમ રાત્રીનો સ્ટે હતો. સેલ્વમભાઈએ ભાંગી તૂટી હિન્દીન્ગ્લીશમાં અમને સમજાવ્યું કે ત્યાં રિસોર્ટમાં જમવાનું ઘણું મોંઘું હશે એટલે રસ્તામાં જમવાનું પતાવી લેવું. અમારે પણ એટલું જ જોઈતું હતું એટલે એને કોઈ પ્યોર વેજ રસ્ટોરંટ બતાવવા કહ્યું. દસેક કિલોમીટર પછી અમારી ગાડી એક શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં પાસે આવીને ઊભી, રેસ્ટોરાંનું નામ હતું આર્યા. બધું જ સાઉથ ઇન્ડિયન, ઢોસા, ઈડલી, વડા અને ભાત. જમવાનું ખરેખર સારૂં હતું અને સસ્તું પણ ખરૂ. કેરાલા જવાનો વિચાર હજુ અપરિપક્વ અવસ્થામાં હતો ત્યારે કેરાલા જઈ આવેલ એક મિત્ર વિરલ માસ્ટર પાસે માર્ગદર્શન માગતાં એણે કહેલું એક વાક્ય યાદ છે, “ કેરાલા જવાના છ મહિના પહેલાથી ઇડલી-ઢોસા ખાવાના બંધ કરી દેજો, અને આવીને પછી તમે છ મહીના માટે બંધ કરી દેશો!” સાચ્ચેજ એવું જ થયું, અંશુલને ઢોસા અતિ પ્રિય, પણ અત્યારે ઢોસા નું નામ પણ લઈએ તો ચિડાઇ જાય છે!
             છેવટે દોઢેક કલાકની મુસાફરી પછી રિસોર્ટ ઉપર પહોંચ્યા, ચેક-ઇન ની વિધી પતાવી પોતપોતાના કોટેજમાં ગયા. કોટેજ ખરેખર સરસ હતાં અને રિસોર્ટ પણ વિશાળ અને સુંદર રીતે મેનેજ કરેલો હતો પણ હોટેલ બિઝનેસમાં જે સૌથી અગત્યનું છે એનો કારમો દુકાળ હતો.
ગંગાજળ
ભારતમાં ટ્રેનમાં એક ડબ્બામાં કેટલાં ઘેટાં-બકરાં કે ગાયો-ભેંસો ભરી શકાય એના માટે કાયદો છે પણ ઈન્સાન માટે આવી કોઈ જ સીમા નથી!
ગોવા-કર્ણાટકની સરહદ ઉપર આવેલો ભવ્ય દૂધ સાગર ધોધ અને કોંકણ રેલ

39 comments:

  1. good going. plz try to apply some creative prose style.

    ReplyDelete
  2. ભાઈ વાહ, મુશ્કેલી માં મજા માણે ઈ મુકુલભાઈ. આમ ટુકડે ટુકડે બિસ્મિલ્લાહ જેવું લાગે છે. લગે રહો.

    ReplyDelete
  3. પાછો કોણી એ ગોળ લગાડી દીધો.... આપો હવે ભાગ-૩ ... નકર જોયા જેવી થશે...

    ReplyDelete
  4. યોગેશ જોગસનNovember 14, 2011 at 10:58 PM

    મુકુલભાઈ આપે સીરીયલ માંથી સારી વાત લીધી છે આ લેખમાં જ્યાં પરાકાષ્ઠા અનુભવીએ ત્યાં પરત પુરો થાય,,,, ટીવી સિરિયલની જેમ આગળ હપ્તા સુધી રાહ જોવાની..

    ReplyDelete
  5. “ કેરાલા જવાના છ મહિના પહેલાથી ઇડલી-ઢોસા ખાવાના બંધ કરી દેજો, અને આવીને પછી તમે છ મહીના માટે બંધ કરી દેશો!” સાચ્ચેજ એવું જ થયું, અંશુલને ઢોસા અતિ પ્રિય, પણ અત્યારે ઢોસા નું નામ પણ લઈએ તો ચિડાઇ જાય છે! એટલે અહિંના ઢોસા પ્રત્યે પૂર્વગ્રહ આવી જાય છે? આ ના સમજાયું

    ReplyDelete
  6. આ લેખ પરથી(અને એની ભાષા પરથી) લાગે છે કે તમે નક્કી કરી લીધુ છે કે હવે આ "સફર" તો છે જ;એમાં જે કાંઈ પણ "સફરીંગ" આવે તે હસતા-હસતા સહેવું(અને સહેતા-સહેતા હસવું)...વાત જામતી જાય છે;શૈલી ખિલતી જાય છે...

    ReplyDelete
  7. Enjoyed Shakespeare......bhag-3 jaldi bahar pado have....

    ReplyDelete
  8. sir hve pge kem 6?tme je (kaus) ma laqkho 6o te vadhu sprshi jay 6...hji bijo pg pn 6..!!!sunder..prashansniy..aagal....

    ReplyDelete
  9. ame pn haidrabad gya...to dhosa thi ub aavi gyata..
    !!jy soth..

    ReplyDelete
  10. Excellent details... it's like me being there... Enjoying it!!!!

    ReplyDelete
  11. thank you so much for sharing, mukulbhai! :)
    me aa akhi j journey, 2003 ma divas darmiyan mann bhari ne mani che... :) ahladak anubhav! :)

    regards, amit

    ReplyDelete
  12. સાહેબ પ્રવાસના બંને ભાગ વાચી ગયો,સમજાયું કે આંખો ફક્ત જોવાનું જ કામ નથી કરતી પણ સ્પર્શ,ગંધ વગેરે ઇન્દ્રિયો થી પામતા અનુભવને અનુભવવાનું પણ કામ કરે છે અને એ આપે અહી સાબિત કરી બતાવ્યું છે હજી આગળની વાતો કેવી હશે એ તો હું ના કહી શકું પણ ફક્ત બે જ ભાગમાં આપે સરસ પ્રવાસ કરાવવાનું શરુ કરી દીધું છે સમસ્યાઓને પણ સાહિત્યના માધ્યમથી આપે સમાધાનમાં ઢાળી બતાવી છે જેમ કે ટીકીટ માટેની દોડાદોડને સરસ રીતે રમુજ સાથે કહી છે''આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો'' અને ગરીબરથમાં પણ નામ એવા ગુણોને સિદ્ધ કરી બતાવ્યા છે..
    અને હા આપે પ્રવાસમાં સાથે આવનારાઓની વાત કરી કે જયારે પ્રસ્તાવ મુકવામાં આવે કે આવા આવા પ્રવાસમાં જવું છે ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો તૈયાર થતા હોઈ છે આપણને પણ એવું લાગે કે આ બધાજ લોકોની વ્યવસ્થા શું કરવી?કેવી રીતે કરવી ? જમવાનું કેમ થશે ?રેહવાનું કેમ થશે ?પણ સમય જેમ નજીક આવતો જાય ત્યારે કોઈ સાથે આવવા તૈયાર નથી હોતું આવું નર્મદાનો પગપાળા પ્રવાસ કરતા અમૃતલાલ વેગડ સાથે પણ થયેલું છે (જુઓ 'સોંદર્યની નદી નર્મદા ') સરસ સાહેબજી મજા પડી આપ સાથે પ્રવાસ કરવાની. આગળનો ભાગ જલ્દી લખી મોકલો .

    ReplyDelete
  13. છ મહિના પહેલાથી ઇડલી-ઢોસા ખાવાના બંધ કરી દેજો, અને આવીને પછી તમે છ મહીના માટે બંધ કરી દેશો!
    ha...ha..ha..
    same experience with me.
    :D
    keep writing!

    ReplyDelete
  14. Superb really amazing........
    શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે! superb Mukulkaka Mast lakhyu vachata Ankh mathi pani nikli gaya......

    ReplyDelete
  15. Superb really amazing........
    શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે! superb Mukulkaka Mast lakhyu vachata Ankh mathi pani nikli gaya......

    ReplyDelete
  16. મુકુલભાઇ,

    બીજો ભાગ વાંચીને એક પ્રશ્ન થાય છે કે આ લેખમાળા વ્યક્તિગત હશે કે પછી કેરાલાની સફર કરાવશે!! પણ બેય માં મઝા તો પડે જ ;-))

    સમીર

    ReplyDelete
  17. part two more interestingly depicts how typical Indian family goes touring.many people would think going by plane(rich guys) but if u wanna enjoy real touring then Indian Railways are the best!! Laluji jahan bhi jate hai apni chaap chod hi jate hai....shayad isliye aapke pairo mein chot lagi. anyway the picture of "Dudh Sagar" water is very nice. woh safar hi kya jismain koi muskil na aaye!!

    ReplyDelete
  18. કોઈ પણ પ્રવાસકથાનાં મુખ્ય ઘટકો ત્રણ હોય છે, સ્થળ, ઘટના અને વ્યક્તિ, આમાં વ્યક્તિ અને સ્થળ હમેંશા સમાંતર રીતે ચાલે છે ને વચ્ચે વચ્ચે ઘટનાઓ બનતી રહે છે પરંતુ જો પ્રવાસકથામાંથી વ્યક્તિની બાદબાકી થાય તો એની સાથે આપોઆપ ઘટનાઓનો પણ છેદ ઊડી જાય છે પછી બાકી જે બચે એને કોઈપણ સંજોગોમાં પ્રવાસકથા તો ના જ કહી શકાય, હા ભૂગોળ કહીએ તો ચાલે, અને હું ભૂગોળનો પ્રોફેસર તો નથીજ!

    ReplyDelete
  19. :) mukulbhai kerala to fari aavi pan tamari najare faru chhu... aa pravas jara vadhu lambaan valo lage che... :)

    ReplyDelete
  20. આ સફર માં Suffer ઘણા થયા લાગ્ગો છો ... પાછળ થી સૌ શારાવાના આવશે કે નહિ તેણી અધીરાઈ વધારી દીધી......

    ReplyDelete
  21. પ્રવાસની મજા માણીએ છીએ

    ReplyDelete
  22. Mukulbhai bhuj saras lakho cho .
    bhag 3 no intzar rahese.
    have tamara page kem che ??

    ReplyDelete
  23. ખુબ જ સરસ રીતે વણૅન કર્યુ છે મુકુલભાઈ. કેરેલા પ્રવાસ ખરેખર યાદગાર રહિ જાય એવો છે. કોઇ ભાઇ એ જેમ લખ્યુ છે એમ કૌસ મા લખેલુ મજા પડૅ એવુ છે.

    લન્ગડાતા લન્ગડાતા પણ તમે પ્રવાસની મજા ખુબ માણી છે.

    ReplyDelete
  24. awesome :)

    KONKAL RAILWAY really a GR8 experience.... i just had last month... :)

    ReplyDelete
  25. વાહ...!! અદભુત વર્ણન. ખુબ મજ્જા આવી વાંચવાની. જાદુ છે કેરળના પ્રાકૃતિક સૌન્દર્યમાં. કુદરતે છુટા હાથે પ્રકૃતિ વેરી છે અને એમાંય એનું વર્ણન તમારા જેવા કસાયેલી કલમના કસબીના શબ્દોમાં મેળવવું એ જાણે રૂબરૂ કેરળની મોજ કરી હોય એવો આભાસ ઉભો કરે છે. આવતા વર્ષે "ક્યાંક" જવાના પ્લાનીંગને અમરા "એ" એ કેરળને પ્રથમ પંક્તિમાં સ્થાન આપી દીધું છે. અહીં વાંચીને સ્તો....!!!

    નવી કડીની રાહમાં..... :)

    ReplyDelete
  26. thanks mukulbhai ghare betha kerala ni tour karavava badal............

    ReplyDelete
  27. ખુબજ સરસ .. તમે કેરલા નો ખર્ચો કરાવશો હો....

    ReplyDelete
  28. એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આવેલ! જેટલું ખરાબ હિન્દી એટલું જ ભંગાર ઈંગ્લીશ! ( ને આપણેય ઈંગ્લીશમાં તો કયાં ઓછા ઊતરીએ એમ હતા!) પછીના એક અઠવાડિયા સુધી મેં અને સેલ્વમભાઇએ જે રીતે અંગ્રેજીમાં ચલાવ્યું છે...જે ચલાવ્યું છે એ જોઈને શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે!

    ReplyDelete
  29. ઘટનાઓ થી વિચલિત ન થવું ઘટનાઓનું વિચલન કરવુ એવું જે. ક્રિશ્નામુર્તિ કહેતા અને મુકુલભાઇએ આ વાક્ય ને જીવનમાં અંગિકાર કર્યુ છે. મજા આવી.

    ReplyDelete
  30. તમારી Journey of Joyમાં અમને સામેલ કરવા બદલ ખુબ ખુબ આભાર મુકુલ ભાઈ!
    અદભુત વર્ણન, મજેદાર રૂપકો,પ્રવક્તા શૈલીમાં રજૂઆત અને સાથે સાથે અત્યંત રમુજી ટીપ્પણીઓ ને કારણે અમે પણ તમારી સાથે અનોખી શબ્દ-સફરે નીકળ્યા હોઈએ એવું લાગ્યું...
    હજુ બે ભાગ જ વાંચ્યા છે અને તમે પુર્વોક્તીમાં કુતુહલ જગાડ્યું છે એટલે હવે બાકીના ભાગ સમય કાઢી ને વાંચવા જ પડશે ...

    ReplyDelete
  31. bahu hasyo.. majaa ave chhe. chalo 3rd bhaag vaachi lau, jaldi thi.

    ReplyDelete
  32. ’મુકુલકાકા ના સીધ્ધા ચશ્મા’ સીરીયલ ભાગ-૨ ... ભૂગોળના પ્રોફેસર ના હોવા છતા ભાગ-૨ ની સુંદર રજુવાત... તે હેં મુકુલકાકા તમે ભૂગોળના પ્રોફેસર હોત તો.... ?

    ReplyDelete
  33. લેખ વાંચીને આનંદ થયો સાથે વિષાદ પણ થયો કે એક ભારતીય થઈને હું ઘણા દેશોમાં ફર્યો અને ખુદ મારા દેશમાં જ ના ફર્યો.

    ReplyDelete
  34. a maja pdi gai mamu....nice discription.....

    ReplyDelete
  35. tame ne tamara sample ae new english ni khoj kari nakhi hashe!!!!!!!!!!!!!!

    saru thayu kidhu ame jaishu tyare dhosa bandh kari daish

    ReplyDelete
  36. બહુ સરસ લખો છો. તમને નેશનલ જ્યોગ્રોફિકવાળા વાંચે તો ચોક્કસ લઇ લે. ભાષાકીય રમતો બહુ સરસ કરી છે અને હસવાનું ચુકી જવાય એવું કઈ જ લખ્યું નથી તમે. વર્ણન પણ સરસ છે અને ગળથુથી અને ગંગાજળ બહુ જ જોરદાર.
    ર્ક પ્રશ્ન હતો :
    "પણ હોટેલ બિઝનેસમાં જે સૌથી અગત્યનું છે એનો કારમો દુકાળ હતો." ત્યાં પણ અવેલેબલ ના હતું ?

    ReplyDelete